SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ : ભેઘા પાષાણુ, ખલ્યાં દ્વાર સ્વામી રામ પિતાને જાપાનના પ્રવાસનાં સંસમરણમાં જણાવે છે કે- તેમણે આકાશને સ્પર્શનારા દેવદારના ઊંચા ઊંચા વૃક્ષે જોયાં હતાં. પરંતુ તે જ દેવદારનાં વૃક્ષો જ્યારે તેમણે જાપાનમાં જયાં ત્યારે તે એક વેંતથી જરાયે ઊંચા નહતાં. તેમનાં આશ્ચયને પાર ન રહ્યો. જે દેવદારનાં વૃક્ષે પિતાની ઊંચાઈને શિખરને સ્પર્શવાની ક્ષમતા ધરાવતા હોય છે તે આવડા વામન કેમ રહેવા પામ્યાં હશે? તેમની ઊંચાઈ ન વધવાના કારણે તેમની સમજમાં ન આવ્યાં. મળી તે વચ્ચે પણ હમણાં જ કાંઇ ચાર છ માસ પહેલાં વાવેલા નાના છોડ ન હતાં. તેમની અવસ્થા ખાસી ૧૦૦-૧૫૦ વર્ષની હતી. છતાં એક પણ વૃક્ષની ઊંચાઈ એક વેંતથી વધારે નહતી. આશ્ચર્યમુગ્ધ બનેલા સ્વામી રામે, એના રહસ્ય વિષે તે બગીચાના માળીઓને પૂછયું, ત્યારે તેમણે તેનાં રહસ્યને પ્રગટ કરતાં, જે બકડી, તગારાં, કુડાઓમાં તે ઝાડ વાવવામાં આવ્યાં હતાં તે બકડી, કુંડાં વગેરેને ઊંચાં કરી બતાવ્યાં, અને જોયું તે તે બધાં બકડી, કુંડાં વગેરે નીચેથી ફૂટેલાં હતાં. માળીએએ વિશેષ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ વૃક્ષનાં મૂળિયાં જેવાં વધે છે કે તરત જ તેને કાપી નાખવામાં આવે છે. પરિણામે તેમની ઊંચાઈ વધતી નથી. વૃક્ષને પ્રાકૃતિક સ્વભાવ છે કે જેટલાં તેનાં મૂળિયાં જમીનમાં ઊંડાં જાય તેટલાં જ પરિમાણમાં તે વૃક્ષ ઊંચું થાય. જે માળી વૃક્ષનાં મૂળિયાને જમીનમાં ઊંડાં જવા જ ન દે અને મળિયાં વધતાંની સાથે જ તેને કાપી નાખે, તે વૃક્ષ વૃદ્ધ અવશ્ય થશે પરંતુ તેની ઊંચાઈ વધશે નહીં. જે નીચે મૂળિયાં વધતાં ન હોય તે ઉપર વૃક્ષ વધી શકતું નથી. વૃક્ષ વૃદ્ધ થઈ જાય પરંતુ તેની ઊંચાઈ વેંતથી વધતી નથી. ઉપર ઊઠવા માટે મૂળિયાને જમીનમાં પ્રવેશ અનિવાર્ય છે. જે માળી વિચારે કે વૃક્ષને વધવા જ દેવું નથી તે તેનાં મૂળિયાં તે કાપતે જ રહેશે. આમ કરતાં વૃક્ષ અવશ્ય વૃદ્ધ થઈ જશે, પરંતુ તેની ઊંચાઈ વેંતથી વધશે નહિ. આ જ રીતે માણસને વિરાટમાંથી વામન બનાવવાની આપણી વ્યવસ્થા પણ જાપાનના માળીના હાથમાં આપેલા પિલા દેવદારનાં વૃક્ષ જેવી છે! જે માણસમાં પિતાની દિવ્ય શકિતના બળે આકાશને આંબવાની ક્ષમતા હતી તે માણસ આજે પિતાની એ દિવ્ય શક્તિને ખોઈ બેઠે છે. છતી શકિતએ તે નિવાર્ય બની ગયો છે, છતી ગ્યતાએ તે વામણ દેખાવા લાગે છે ! આપણા વિકાસના પાયામાં જ વિષ નાખવામાં આવ્યું છે. એ વિષથી આપણ વ્યક્તિત્વને વિકાસ રૂંધાઈ રહ્યો છે તેની આપણને ખબર સુદ્ધાં નથી. આપણે તે એ જ વિષેને આપણાં વ્યક્તિત્વના વિકાસના પાયા માની, સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ તેને વ્યાપક અને છૂટથી ઉપયોગ કરીએ છીએ. આપણે માટે જ નહિ, આપણી આવતી પેઢી માટે પણ આપણે તેને ઉપયોગ કરવાના છીએ. આપણે જ આપણું પેઢી માટે ઉપયોગ કરીશું એમ નથી, એ જ રીતે આપણા પૂર્વજોએ પણ આપણા માટે એને ઉપયોગ કર્યો હતે ! આપણે પણ આ વિષ ચકના
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy