SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ વાસનાશૂન્ય કર્મો : ૪૩૩ કીમત કાંઈ જ નહાતી પણ સુદામાને મન તે તાંદુલ અમાલ હતા. તે તાંદુલમાં તેણે પેાતાની અપ્રતીમ ભકિતના અનેરા ભાવ પૂર્યાં હતા. તાંદુલના એક એક કણમાં જાણે તેણે પોતાના હૃદયના પ્રેમ અને લાગણીને ભારોભાર ભર્યાં હતા, લેાકેાત્તર ભાવથી નીતાર્યાં હતા ! વસ્તુ ભલે નજીવી કે તુચ્છ હોય છતાં ભાવથી અભિસિ ંચિત હાય તેા તેની મહત્તા, તેની ઉપયાગતા, તેની કિંમત અનંત ગણી થઈ જાય છે. તમારી સેા સે રૂપીઆની નેટ કેવડા આકારની છે? તેનું વજન પણ કેટલુ છે? ભૂલીને પાણી ગરમ કરવા તેને ઉપયોગ કરી તે શુ તે નાટાથી એક ટીપુ પાણી પણ ગરમ થાય છે ખરૂ ? છતાં કાગળ જેવી લાગતી આ ચલણની નેટ ઉપર જે છાપ હાય છે, તે છાપથી તેની કિ ંમત કેટલી વધી જાય છે ? આમ જેમ કાગળિયા કે પતાકડાની કાંઈ જ કીમત નથી, કીમત હોય છે તેના પર લાગેલી છાપની, તેમ એ તાંદુલની આમ તે કાંઈ કીમત નહોતી, કીમત હતી તેમાં છુપાયેલા ભાવના ! ભાવેની ઉત્કટતા અને પ્રબળતા એ જ પ્રભુતા છે. એક બાજુ માના ચાર જ લીટીને પણ મમતાભર્યો પત્ર છે અને ખીજી બાજુ કોઇના સટરપટર લખેલા પચાસ પાનાના ભરેલા પત્ર છે. તે એમાંથી વજન કોનું વધે ? કોની કીમત વધે ? માના પત્રની ભલે ચાર લીટી જ છે પણ તેમાં જે ભાવ છે તે અમાલ છે, અતાલ છે, પવિત્ર છે. તે લીટીઓમાં તેનું હૃદય રેડાયું છે ! તેના એક એક અક્ષર પ્રેમના મંત્રથી ભરેલા છે. તેના એક એક અક્ષરમાં અપૂર્વ વાત્સલ્યના લાકોત્તર ભાવ સમાયેલા છે! વામનમાં જાણે વિરાટ, ગાગરમાં જાણે સાગર, કણમાં જાણે મણુ સમાયા હાય તેમ તે ચાર લીટીના અક્ષરોમાં પુત્રને અખિલ બ્રહ્માંડનાં દર્શન થાય છે! આ લાગણી, આ ભાવ, તેને પેલા નીરસ, કેરા, શુષ્ક પચાસ પાનાના ભારે વજનદાર લખાણમાં લખાયેલા પત્રમાં થશે નહિ. કારણ તેમાં ભાવનાની ભીનાશ નથી. તે પત્ર હૃદયના સદ્ભાવ અને પ્રેમભર્યાં મ ંત્રોથી મ ંત્રિત નથી. માટે જ ભાવપૂર્ણ એવા માતાના ચાર લીટીના લખાણનું જે મહત્ત્વ છે તે આ ભાવહીન પચાસ પાનાના પત્રનું નથી. જૂના જમાનામાં વિદ્યાર્થીએ ગુરુના આશ્રમમાં ભણવા જતા. તે સમયમાં આજની માફક ભણવાની કાઈ ફી નહેાતી. ગુરુએ પણ અસાધારણ હતા. સાંદિપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા સાથે અભ્યાસ કરતા હતા. તેઓ ગુરુજીને રસેઈમાં મદદ કરતા, જંગલમાંથી લાકડા વીણી લાવતા, ગાયેા માટે ઘાસ લઈ આવતા અને આશ્રમનાં દરેક નાનાં મોટાં કાર્યોમાં મદદરૂપ થતા. ગુરુ પણ નિઃસ્વાર્થ ભાવે અક્ષર જ્ઞાનથી માંડીને અનુભવ જ્ઞાનને શિષ્યેાના હૃદયમાં રેડતા ! શિષ્યા ગુરુઓના ભારે આદર કરતા. શિષ્યાને મન ગુરુએ હિમાલયના શિખરની જેમ આંખી ન શકાય એવા ઉત્તંગ હતા. તેમનાં જ્ઞાન, શક્તિ અને માદનમાં તેમને ભારે વિશ્વાસ અને શ્રદ્ધા હતાં. ગુરુએના ચરણસ્પર્શ કરતા પણ શિષ્યા ધન્યતા અનુભવતા. શિષ્યા સ્વભાવતઃ અજ્ઞાનથી ઘેરાએલા હાય, બાલ્યવયને કારણે કાચી બુદ્ધિના અને અપરિપકવ પણ હાય, એટલે પેાતાની મેળે સ્વયં પ્રેરણાથી પ્રગતિ સાધી શકે એટલી શકિત
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy