________________
વાસનાશૂન્ય કર્મો જગતના બધા જ રાતદિવસ કાર્યની મથામણમાં રચ્યાપચ્યા રહે છે. તેમની આ તપશ્ચર્યા એક તપસ્વીની તપસ્યા કરતાં જરાયે ઊતરતી કેટિની હોતી નથી, છતાં આ કષ્ટસાધ્ય પરિશ્રમનું તેમને મળતું ફળ અતિ શુદ્ર હોય છે. સંસારી છે સાંસારિક કામનાઓની સંપ્રાપ્તિ માટે લેહીનું કેટલું પાણી કરે છે ! કેટલી મહેનત મજૂરી, કેટલી દેડધામ અને કેટલે માનસિક પરિશ્રમ ઊઠાવે છે ! પશુ કરતાં પણ તેઓ વધારે વૈતરું કરે છે; છતાં તેમની આ આખી માથાકૂટનું પરિણામ ક્ષુદ્ર ફળ આપનારૂં નીવડે છે અને ખરેખર પિતાને જે મેળવવાનું છે, તે ગુમાવી બેસે છે. સંસારી માણસ અનેક કર્મો કરી તેમાંથી નજીવા ફળને પ્રાપ્ત કરે છે ત્યારે આધ્યાત્મિક વ્યકિત છેડી આરાધના, ઉપાસના કે તપસ્યા કરીને પણ અનેકગણું ફળ મેળવી લે છે. આખરે તે જેવી વાસના તેવું ફળ મળે છે.
પુરાણમાં એક સુંદર વાર્તા આવે છે. લક્ષ્મીજીને સ્વયંવર રચાયે હતે. એ પ્રાચીન જમાને હતું એટલે કન્યાઓને પિતાને પિતાને યોગ્ય વર શોધવાને સામાજિક અને પારંપરિક અધિકાર હતે. લક્ષમીજી તરફનું આકર્ષણ કોને ન હોય? દે, દાનવ, સૌ શણગાર સજી લહમીજીને વરવાની એકાંત આકાંક્ષા રાખી સ્વયંવર મંડપમાં આવ્યા હતા. પિતાના પ્રારબ્ધને અજમાવવાને આ એક સુંદર અવસર તેમને પ્રાપ્ત થયું હતું. સૌની એક જ આકાંક્ષા હતી કે લકમીજીની કૃપા પિતાના ઉપર ઊતરે ! એટલામાં લહમીજીનું સ્વયંવર મંડપમાં પદાર્પણ થયું. સ્વયંવર સંબંધેની કઈ શરતે અગાઉથી જાહેર કરવામાં આવી નહોતી, એટલે સૌ કોઈ તેમાં ભાગ લેવા આવ્યા હતા. પણ જેવાં લહમીજી મંડ૫માં પધાર્યા કે તેમણે પિતાના તરફથી એક શરત જાહેર કરી. તેમણે કહ્યું: “જેને મારી ઈચ્છા ન હોય તેને હું આ મારી વરમાળા પહેરાવવાની છું.” આ શરત સાંભળી સૌના મેતીયા મરી ગયા. લક્ષ્મીજીને મેળવવાની ઈચ્છાથી તે સૌ સ્વયંવર મંડપમાં આવ્યા હતા ! સૌનાં મનમાં લહમીજીને વરવાની ઉત્કટ અભિલાષા હતી, એટલે તેમની આ અજાયબી ભરી શરતથી સૌની આશા ઉપર પાણી ફરી વળ્યું. સી નિરાશ, હતપ્રભ અને ઉદાસીન બની ગયા. તેઓ જેવા આવ્યા હતા તેવા પાછા ગયા. પછી તે લક્ષમીજી ઈચ્છા વગરને વર શોધવા નીકળી પડ્યાં. થોડે દૂર જતાં તેમની નજર શેષનાગ ઉપર શાંતિથી સૂતેલા ભગવાન વિષ્ણુ પર પડી. વિષ્ણુ તે સમાધિમાં સંલગ્ન હતા એટલે તેમણે લક્ષમીજી તરફ દષ્ટિ નાખવાને સામાન્ય પ્રયત્ન પણ કર્યો નહિ. લક્ષ્મીજીને લાગ્યું કે, જેમને મારી ઈચ્છા ન હોય એવી મસ્ત અને નચિંત વ્યકિત જે કઈ કેય, તે તે આ વિષ્ણુ જ છે. પિતે કરેલા નિર્ણયની પરિપૂર્ણતાનું સમાપન વિષ્ણુમાં થતું જોઈ કશે જ વિચાર કર્યા વગર, તેમણે વિષ્ણુને ગળામાં વરમાળા પહેરાવી દીધી. “ન માંગે તેડની રમા થાય દાસી—એ જ ત્યાગ રૂપ મહા તપની ખરી ખૂબી છે.