SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ દેહાસતિ અને વ્યક્તિ : ૪૨૯ રિખાવી જે સંશાધન થાય છે, તે કાચના જેવા કાચા અને કાચી માટીના ઘડા જેવા ક્ષણભંગુર શરીરને મચાવવાને માટે વપરાય છે. આવી ક્રૂરતા ભરેલી રીતે પેલાં મૂંગાં, નિર્દોષ અને સ્વસ્થ પશુઓનાં શરીરમાં રાગનાં જંતુએ જન્માવી, તેની રસી બનાવી, તે કાઢી લઈ, માણસેાનાં શરીરમાં મૂકવામાં આવે છે. જાણે પશુએનાં જીવનનું કાંઇ જ મૂલ્ય ન હેાય તેમ માણુસ બેધડક તેમનાં શરીરના ઉપયાગ પોતાનાં શરીરનાં સંરક્ષણ માટે નિઃસ ંકોચપણે કરે છે ! આ તરેહતરેહના પ્રયાગો અને નિત નવા અખતરાઓ, માણુસ જાતના વિકાસને નામે, આ રીતે એવા તે ક્રૂરતા પૂર્વક ચાલી રહ્યા છે કે, તે પ્રયાગાની પ્રક્રિયા સાંભળતાં પશુ માણસ તેની ભયાનકતાથી જી જાય ! આંખ મીંચીને ઊઘાડો એટલી વારમાં તે પાણીના પરપાટા જેમ ફૂટી જાય તેમ ફૂટી જનારા આ દેહના સંરક્ષણ માટેના માણસના આ બધા પ્રયાસેા છે. પરંતુ આવા પ્રયાસે તું, આવી શેાધાનું, શું પરિણામ આવ્યુ છે તેના માણસે કી ગંભીરતાપૂર્વક વિચાર કર્યાં નથી. ફુગ્ગા જેવા આ ક્ષણભંગુર દેહને સાચવવાના જેમ જેમ વૈજ્ઞાનિક પ્રયોગા થતા જાય છે તેમ તેમ શરીર પેાતાના નૈસગિČક સ્વભાવ અનુરૂપ વધારે ઝડપથી વિનાશ ઉન્મુખ થતુ જાય છે. આમ છતાં પણ માણસની શરીરમૂલક દૃષ્ટિ શરીરના પાષણના પ્રયત્નામાં જ મશગૂલ છે. હું તે શરીર અને શરીર તે હુ’–એવી જે ભાવના આજના વિકસતી જાય છે તેને પરિણામે, બુદ્ધિની સાત્ત્વિકતા જાળવવા તરફનું જાય છે. મન સાત્ત્વિક વિચારોથી ભરેલુ, નિર્મળ અને ચાખ્ખું રહે, અને સ્વચ્છ રહે, તે વાત ભૂલાઈ જવા પામી છે. શરીરથી હૃષ્ટપુષ્ટ થઈ જવાની એક જ દૃષ્ટિ માણુસમાં અવશિષ્ટ રહી છે. તેથી શરીર જ તેનાં બધા કાર્યાંનુ કેન્દ્ર ખની ગયું છે. પરંતુ શરીરને હૃષ્ટપુષ્ટ બનાવીને અંતે તેનું પરિણામ શું આવવાનુ છે ? ભલે માણસ સારીયે પૃથ્વીની માટીને ઉપાડી ઉપાડીને પોતાના શરીર ઉપર થાપવાના પ્રયત્ન કરે, પરંતુ જેમ થાપી થાપીને સૂકવેલા માટીના ગેાળા સુકાઈને નીચે પડી જાય છે તેમ માંસ, મદ્વિરા અને અનેક જાતની શકિતની દવાઓથી શરીર ઉપર વળગાડેલા માંસ અને ચરબીની માટીના એ ગાળા આખરે તે સુકાઈને નીચે પડી જવાના ! અને શરીર તે સ્થિતિસ્થાપકની જેમ પેાતાના મૂળ અને અસલી સ્વરૂપમાં આવીને ઊભુ` રહેવાનું. વૈજ્ઞાનિક યુગમાં ઝડપથી લક્ષ્ય પણ વિસ્તૃત થતુ બુદ્ધિ સદા જાગૃત, પવિત્ર શરીરને ઢંગધડા વગરનું ગોળમટોળ, શરીરનું વજન શરીરને ઝિલાય નહિ એવું, ભેંસનાં શીંગડાં ભેંસને જ ભારે પડે તેવું ઢીલુ, પાચુ, ભારે, જાડુ અને લથડતુ શરીર વધારવાથી શે લાભ ? દેહ તા એક સાધન છે. તે કાંઈ સાધ્ય નથી. અને સાધન તા ચેગ્ય રીતે કામ આપે એવી સારી સ્થિતિમાં રાખવુ જોઇએ. શરીર એ તે એક યત્ર છે. યંત્ર પાસેથી તે કામ લેવાનુ હાય છે. યંત્રનું કાંઈ અભિમાન કરવા જેવું હાય ખરું? માણસ જ્યારે દેહના તાજિયાને શણગારવાના છે? ચડયા એટલે તેના મનની નિળતા, બુદ્ધિની સ્વચ્છતા, હૃદયનુ સૌદર્યાં અને આત્માના શણગાર ભૂલાઈ ગયાં.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy