________________
દેહાસકિત અને વ્યક્તિઃ ૪૨૭
તેમની પ્રજ્ઞાએ કઈ પણ પ્રાણીની હિંસા કરવાને તે પ્રબળ વિરોધ જ કર્યો છે પરંતુ મરી ગએલા પ્રાણીનાં માંસનો ઉપયોગ કરવામાં તેમણે કઈ દેષ કે હિંસા માન્યાં નથી.
આનાથી ઊલટું ભગવાન મહાવીરે તે માંસ ભક્ષણને જ ભારપૂર્વક નિષેધ કર્યો છે. હિંસા-અહિંસાને પ્રશ્ન પણ સાધનાના માર્ગે યાત્રા કરનાર માટે પ્રાણપ્રશ્ન બની જાય છે. વળી માંસ કઈ પણ અવસ્થામાં અહિંસક હેતું નથી. પ્રતિ સમય તેમાં અસંખ્ય સંમૂચ્છિય જીવોની ઉત્પત્તિ અને મરણ થયાં જ કરતાં હોય છે. માંસ કદી નિર્દોષ હેતું નથી. એટલે અહિંસાની પ્રધાનતા માંસાહારના નિષેધમાં એક કારણ તે છે જ, પરંતુ તેની સાથે બીજા પણ ગંભીર પ્રોજને શાકાહારના વિધાન પાછળ રહેલાં છે. માંસને પચાવવામાં વધારે શક્તિની અપેક્ષા રહે છે. માંસાહારથી શરીર અને પેટ ભારે થઈ જાય છે. માંસ ભક્ષણથી પટ મહત્વપૂર્ણ બની જાય છે, મસ્તિષ્કની શકિત ક્ષીણ થઈ જાય છે. તંદ્રા સઘન થઈ જાય છે. માટે શકિત પેટ તરફ એકાંગી રીતે ન વહે અને ઉપરને માળ ખાલી ન થઈ જાય, મસ્તિષ્કની શકિત મસ્તિકમાં જ વહેતી રહે અને જાગૃતિને પ્રવાહ અટકે નહિ, શક્તિ પેટ ઉપર જ કેન્દ્રિત ન થઈ જાય એ માટે ભગવાન મહાવીરે હળવાં ભેજન તરફ ધ્યાન કેન્દ્રિત બનાવ્યું છે. આપણું સૌના ગહન બંધન પદાર્થથી નથી પરંતુ ભેજનથી છે. આપણે પૃથ્વીથી બંધાએલા નથી પરંતુ પેટથી બંધાએલા છીએ. માણસ જ્યારે ભેજનની આવશ્યકતાઓથી મુક્ત થશે ત્યારે જ તે પરિપૂર્ણ ચેતનાથી ભરાશે.
જેટલા પરિમાણમાં આપણે ભેજન માટે આતુર થઈશું તેટલી માત્રામાં મૂચ્છિત પણ બનીશું. પરિણામે આંતરિક જાગૃતિમાં અડચણ ઊભી થશે. ખરેખર આપણા ચિંતનના બે જ ભાગે છે એક કામ અને બીજે ભેજન. મન કાં તે કામથી ઘેરાયેલું હોય છે, કાં તે સ્વાદથી. સ્વાદની વાસના આપણા મનને ઘેરી લે છે. ઊંડાણમાં તે કામ-વાસના જ હોય છે. કારણ ભેજના વગર કામવાસનાને પણ સંભવ નથી. ભેજનની માત્રા જેટલા પરિમાણમાં અલ્પ અને અલ્પતર કરી નાખીશું તેટલા પ્રમાણમાં કામવાસના પણ મન્દ અને મન્દતર થતી જશે. ભેજન કામવાસનાને શક્તિ આપે છે. માણસ ભેજનમાં જેટલે આતુર હશે તેટલે કામવાસનાથી પણ તે ભરેલો હશે. જે ભેજનનાં ચિંતન અને આકાંક્ષાથી ભરેલો છે તે પ્રાયઃ કામવાસનાથી પણ ભરેલું હોય છે. ભેજનની વાસના છૂટે તે કામવાસના પણ શિથિલ થાય.
માણસને દેહ શાથી કીમતી ઠર્યો? ક્યાં કારણોસર તે કીમતી સાબિત થયો? તેને ઊંડાણથી જે વિચાર નહિ કરીએ, અને દેહમૂલક દષ્ટિ. સાથે સ્વાર્થની ભાવનાઓમાં રચ્યાપચ્યા રહીશું, તે આપણામાં અને પશુમાં કઈ પાયાને ભેદ નહિ રહે. માણસ પિતાની ચારે બાજુના જગતનું સંરક્ષણ કરે છે. પ્રસંગ આવ્યે રાજા દિલીપની જેમ પોતાના પ્રાણના ભોગે બીજા
ની રક્ષા પણ કરે છે. આવી જે પારમાર્થિક ભાવના માણસમાં છે તેને કારણે તે તેને દેહ