SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-શબ્દપ્રમાણ : ૪૧૯ અને આડકતરૂં આમંત્રણ છે. એટલે આ અજ્ઞાનતાના અંધારામાંથી તત્ત્વજ્ઞાનના આ વિષયેાની સ્પના દ્વારા, તમને પ્રકાશમાં લાવવાના મારા આ પ્રયત્ન છે. સ`ભવ છે વિષયેાની ગભીરતાને કારણે તમારાં હૃદયેને સ્પર્શાવવાની મારી આંતરિક ભાવનાઓમાં મળવી જોઇતી સફળતા ન પણ મળે, છતાં આ વિષચાને ચિંતન, મનન અને નિદિધ્યાસનના બળે સરળ અને સુખાધ મનાવવાના કાઈના પણ પ્રયત્ન સ્પૃહણીય છે એમાં શંકાને અવકાશ નથી. એટલે પ્રમાણ, નય, નિક્ષેપ અને સપ્તભંગી જેવા વિષયેાને ઉત્તરાધ્યયનના કેશી—ગૌતમ સંવાદના સ્વાધ્યાયની સાથે સાથે ગૂંથી લેવાના મે પ્રયત્ન કર્યો છે. આપણા વ્યવહારો હમેશાં પ્રમાણુ, નય, નિક્ષેપ અને સપ્તભંગીમૂલક હોય છે. કોઈ પણ શબ્દ કે વાકયાના પ્રયાગો એમના અવલઅન વગર સંભવતા નથી. આમ છતાં એમનાં વિષેનું આપણું અજ્ઞાન સ્પષ્ટ જ છે. કાંઈક પ્રકાશ મળે અને આ વિષયેાને વધારે ગંભીરતાપૂર્ણાંક સમજવાની તમારી અભિરૂચિ જન્મે એ માટેના મારે। આ નમ્ર પ્રયાસ છે. તમને બધાને આ પ્રવચન કેટલાં અને કેવાં ઉપયાગી અને ઉપકારક થશે તેને કયાસ તે તમારે જ કાઢવાના છે. ગઈ કાલ સુધી અનુમાન પ્રમાણની ચર્ચા કરી. અનુમાનના એક ભાગરૂપ સાધન, હેતુના સંક્ષેપ ઉલ્લેખ માત્ર કર્યાં છે. હેતુના વનવગડામાં ઊતરવા જતાં કદાચ વધારે ગૂંચવણમાં પડી જવાને તમારે માટે ભય છે. હેતુનેા વનવગડા ભારે કાંટા ઝાંખરાંવાળા છે. માટે તેના ભેદ પ્રભેદમાં તમને ઊતારવાનું હું સાહસ નથી કરતા. હેતુની વિશદતાએ પણ અનુમાનને જ એક ભાગ છે; અને અનુમાન પ્રમાણુની ઉપયોગિતા બીજા બધા પ્રમાણેા કરતાં સવિશેષ છે. લેાકવ્યવહારમાં અનુમાન શબ્દના પ્રયાગ સંભાવના અથવા અંદાજ એવા અર્થમાં કરાય છે. જેમકે, ‘મારું અનુમાન છે કે આજે તે અવશ્ય આવશે' એના અર્થ એ થયો કે આજે તેના આવવાની સંભાવના છે. આવા વ્યવહારિક–લૌકિકવ્યવહારાને નભાવનારા પ્રયાગાને સાંભળી દર્શનશાસ્ત્રથી અજ્ઞાત વ્યકિતએ અનુમાનની પ્રામાણિકતામાં સ ંદેહ કરવા લાગે છે. પરંતુ આ જાતની સંદિગ્ધતા વ્ય છે. કારણ અનુમાન અવિનાભાવી–સુનિશ્ચિત હેતુ પર આધારિત હોય છે. જે અનુમાન સમીચીન હેતુ પર અવલ ંબિત ન હેાય તેને અનુમાનાભાસ કહેવા જોઇએ. અનુમાન કયારેક ખાટું પણ સિદ્ધ થાય છે. તેનુ કારણ એ છે કે, આપણને હેત્વાભાસમાં હેતુની બ્રાંતિ થઈ જાય છે. પરંતુ આવી જાતની ભ્રાંતિ માત્ર અનુમાનમાં જ સંભવિત છે એમ નથી, આવા ભ્રમેાના સંભવ તા બીજા બધા પ્રમાણેામાં પણ છે જ. કયારેક આપણી આંખ પણ આપણને દગા આપે છે. પણ જેમ સાંવ્યવહારિક પ્રત્યક્ષ મિથ્યા ગણાતુ નથી તેમ અનુમાનને પણ મિથ્યા કહી શકાય નહિ. પરોક્ષ પ્રમાણના આ રીતે સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન રૂપ ચાર ભેદ્દેનુ વિવેચન પૂર્ણ થયું. તેના પાંચમા ભેદ આગમ-શબ્દપ્રમાણ વિષે આજે પ્રારંભ કરીએ.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy