SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ ઐશ્વર્ય : ૪૧૭ રહેવાને સંદેહ હોય અથવા જ્યાં આપણે સાધ્યને સિદ્ધ કરવા ઈચ્છીએ તે પક્ષ કહેવાય છે. જેમકે, અગ્નિના અનુમાનમાં પર્વત. જ્યાં સાધ્યનું રહેવું નિશ્ચિત હોય તે સપક્ષ છે. જેમકે, તે જ અનુમાનમાં રડું. જ્યાં સાધ્યના અભાવને નિશ્ચય હોય તે વિપક્ષ કહેવાય છે. જેમકે, સરોવર. આપણો ધૂમ રૂપ હેતુ પક્ષ (પર્વત)માં તેમજ સપક્ષ (રસોડું) બંનેમાં મોજૂદ છે. પરંતુ વિપક્ષ (સરેવર)માં તે મેજૂદ નથી. એટલે હેતુ વિપક્ષવ્યાવૃત્ત કહેવાય છે. આ ત્રણ વાતે સિવાય બીજા દાર્શનિકોએ બીજી બે વાતનું હોવું અનિવાર્ય માન્યું છે. આ બે વાતોમાં અબાધિત વિષય અને અસ...તિપક્ષત્વને સમાવેશ થાય છે. જેમકે, અગ્નિ શીતળ છે. આમાં અગ્નિની શીતળતા પ્રત્યક્ષથી બાધિત છે. હેતુમાં આવી બાધિત વિષયતા ન હોવી જોઈએ. એવી જ રીતે હેતુમાં અસપ્રતિપક્ષત્વ પણ હોવું જોઈએ. જેમકે, જે કઈ કહે કે શબ્દ અનિત્ય છે, કારણકે તે નિત્ય નથી–તે આ પણ બરાબર ન કહેવાય. કારણ એને પ્રતિપક્ષી હેતુ પણ મેજૂદ છે–શબ્દ નિત્ય છે કારણ કે તે અનિત્ય નથી. એટલે હેતુ અસપ્રતિપક્ષ પણ ન હૈ જોઈએ. આ રીતે ત્રણ રૂપ યા પાંચ રૂપવાળા (ગૂરૂષ્ય યા પાંચરૂપ્ય) હેતુ માનવામાં આપત્તિ એટલી જ છે કે ઘણું હેતુઓ ત્રણ રૂપ કે પાંચ રૂપ વગર પણ સાધ્યની સિદ્ધિ કરે છે. કારણુ બધા હેતુઓ સાધ્ય સાથે રહેનારા નથી હોતા; કેઈ સહભાવી હોય છે તે કઈ કમભાવી. ધૂમ અગ્નિની સાથે રહે છે એટલે તેમાં પક્ષધર્મતા છે. પરંતુ જે હેતુ કમભાવી છે તેમાં પક્ષધર્મતા કેમ રહી શકે? જેમકે, શકટને ઉદય થશે કારણ કૃતિકાને ઉદય છે. અહીંયા બને નક્ષત્રોને ઉદય કાળ જુદે જુદો છે. એટલે પક્ષધર્મના સંભવિત નથી છતાં અનુમાન છેટું નથી. માટે હેતુનું લક્ષણ જે અવિનાભાવ છે તે બરાબર છે. આ લક્ષણ નાનું હોવા છતાં પૂરેપૂરું કામ આપે છે. વિસ્તાર ગમે તેટલે કરાય પરંતુ સાચે હેતુ તે જ છે જે નિર્દોષ રીતે સાધની સિદ્ધિ કરી આપે છે. કેશી શ્રમણ પણ સાધ્યને મેળવવા માટે શ્રી ગૌતમસ્વામી સાથે વિચાર વિનિમયમાં સંલગ્ન છે. પરસ્પરમાં કશી જ ગ્રંથિ નથી. ઉભય પક્ષે સત્યના આગ્રહી છે. કારણ મહર્ષિઓના જે સિદ્ધાંત હોય છે તે મત નથી, વિવાદ નથી, વાદ નથી. તે તે તેમની અનુભૂતિ હોય છે અને અનુભૂતિ સદા આકાશની માફક નિર્લેપ હોય છે. તેમાં વિચારનું કેઈ આવરણ નથી હોતું. આપણે જ્યારે આકાશ તરફ જોઈએ છીએ ત્યારે તે આસમાની રંગનું દેખાય છે. જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અથવા યથાર્થતાને સમજતા નથી, તેમની દષ્ટિમાં આકાશને રંગ આસમાની હોય છે. પરંતુ વાસ્તવમાં આકાશને કઈ રંગ જ હોતું નથી. આપણને જે આસમાની રંગ દેખાય છે તે તે હવાઓના વચ્ચેના પડેને કારણે છે. વચ્ચે બસ માઈલ સુધી હવાના પડો (પત્તે) છે. સૂર્યનાં કિરણે બસો માઈલ સુધી હવામાં પ્રવેશ કરીને વાદળી રંગની બ્રાંતિ જન્માવે છે. જો કે આ અંતરિક્ષમાં બસ માઈલથી આગળ પહોંચી જાય, તે તેને માટે આકાશ રંગહીન થઈ જાય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy