SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ : મેઘા પાષાણુ, ખેાલ્યાં દ્વાર આપણાં જાગતાં પૂર્વે જે અસરકારક ભાગ ભજન્મ્યા, કે જેને કારણે ચાથા અવાજે આપણે જાગી ગયા, તે પૂવતી અવાજેથી થતુ. અસ્પષ્ટતમ જ્ઞાન તે વ્યંજનાવગ્રહ જ્ઞાન છે. આ વ્યંજનાવગ્રહ આંખ અને મન સિવાયની બાકીની ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયાથી થાય છે. આંખ અને મન અપ્રાપ્યકારી છે. અપ્રાપ્યકારીના અથ એ છે કે, નથી તે પદાર્થોં આંખ અને મન સાથે જોડાતાં કે નથી તે આંખ અને મન પદાર્થો સાથે જોડાતાં. આંખ અને મન પદાર્થો સાથે સંયુકત થયા વગર દૂરથી જ પદાર્થોને ગ્રહણ કરી શકે છે. એટલે આંખ અને મન અપ્રાપ્યકારી કહેવાય છે. અમુક દાનિકાની માન્યતા છે કે નેત્રમાંથી કરણા નીકળી પદાર્થ ઉપર પડે છે. જ્યારે વૈજ્ઞાનિકોનું મંતવ્ય આનાથી વિપરીત છે. વૈજ્ઞાનિકોની માન્યતા છે કે, પ્રત્યેક પદાથ માંથી કિરણા નીકળે છે અને આંખ ઉપર પડે છે. જૈનર્દેશન એને વિિવકાર પરિણત છાયા માને છે. આ રીતે તેમની માન્યતા વૈજ્ઞાનિકાની માન્યતા સાથે મેળ ખાતી નથી. કારણ આંખેાથી કિરણા દેખાતાં નથી. દેખાય છે સ્થૂલ પદાથ કે જે નેત્રાથી દૂર છે. આ રીતે ચાર ઇન્દ્રિયા એટલે શ્રેત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય જ પ્રાપ્યકારી છે. આ રીતે વ્યંજનાવગ્રહના ચાર ઇન્દ્રિયાના ચાર ભેદો વધતાં, પૂર્વે બતાવેલા ૨૪ ભેદમાં ૪ ભેદ ઉમેરાતાં, સાંવ્યવહારિક પ્રત્યક્ષના ૨૮ ભેદ થયા. સાંવ્યવહારિક પ્રત્યક્ષ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થોં ૧૨ પ્રકારના હાય છે. તે ખાર પ્રકાર આ પ્રમાણે છે–મહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, ચિર, નિરુત, અનિત, ઉક્ત, અનુકત, ધ્રુવ અને અધ્રુવ. સાંવ્યવહારિક પ્રત્યક્ષના ૨૮ ભેદોમાંથી પ્રત્યેક ભેદ ખાર જાતના પદાર્થોને વિષય કરે છે એટલે ૨૮૪૧૨=૩૩૬ ભેદ થયા. તમે કહેશે કે પહેલાં પ્રત્યક્ષનું લક્ષણ કહેતાં આપે ફરમાવ્યું હતું કે, પ્રત્યક્ષ જ્ઞાનને ખીજા જ્ઞાનની અપેક્ષા નથી રહેતી. પરંતુ અત્યારે આપે જે અવગ્રહ, ઇંડા, અવાય અને ધારણાના લક્ષણા ખતાવ્યા તે મુજબ તો ઇહાને અવગ્રહની, અવાયને ઇહાની અને ધારણાને અવાયની સહાય અનિવાર્ય છે. તે પછી આપનાં કથન મુજમ જ ઇહાર્દિને પરોક્ષ કેમ ન માની શકાય ? તમારી આ શ`કા સ્થાને છે પરંતુ આ વાતને જરા સૂક્ષ્મતાથી સમજવી પડશે. સૂક્ષ્મતાથી સમજશો તે। આ બધા જ્ઞાનાની પ્રત્યક્ષતા રૂપ વિશેષ પ્રતિભાસની નિળતા અવશ્ય ધ્યાનમાં આવી જશે. તે મુજબ એક જ પ્રતિભાસ જ્યારે વિશેષરૂપ ધારણ કરે છે ત્યારે તેની સ્પષ્ટતા ખાવાઈ જતી નથી એટલે તે પ્રત્યક્ષ જ કહેવાય છે. ધૂમાડાને જોઈને, ‘જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ’—એવી વ્યાપ્તિના સ્મરણુપૂર્ણાંક અગ્નિનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન પહેલાના વિષયને છોડી, બીજા વિષયને વિષય કરવા લાગે છે એટલે તે પરોક્ષ કહેવાય છે. પરંતુ ઇહા જ્ઞાનમાં અવગ્રહના વિષય છૂટતા નથી પરંતુ તે અવગ્રહ જ્ઞાન પણ ઇહા જ્ઞાનમાં અન્તહિત થઈ જાય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy