SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પ્રભુતા : ૪૦૫ અને વિપુલમતિ મનની પર્યાયની સૂક્ષ્મતર વિશેષતાઓને પણ પ્રત્યક્ષ કરે છે એટલે તે ખાર્થે પદાર્થાની પણ સેંકડો વિશેષતાઓનુ' અનુમાન કરી લે છે. ઐતે ૬ કે જ્ઞાને વિદ્ધવિષયવા, વિપ્રત્યક્ષે પરિશ્માજ્યેતે। એટલે અવધિજ્ઞાન અને મનઃ પવજ્ઞાન વિકલ-પ્રત્યક્ષ અર્થાત્ દેશ પ્રત્યક્ષ છે. માત્ર કેવળજ્ઞાન જ સકળ પ્રત્યક્ષ છે. આને એ અર્થ નથી કે આ બંનેમાં નિમળતા એછી છે. નિર્મળતા તેા બધામાં સરખી જ છે. પરંતુ અવધિજ્ઞાન અને મનઃ પવજ્ઞાન બધાં દ્રવ્યો અને બધા પર્યાયને નથી જાણતા એટલે તે બંને દેશ પ્રત્યક્ષ અથવા વિકલ પ્રત્યક્ષ કહેવાય છે. કેવળજ્ઞાન : નિવિદ્રવોયસાક્ષાવિજ્ઞાનમ્ । અર્થાત્ સમસ્ત દ્રવ્યે અને સમસ્ત પર્યાયાને સાક્ષાત્ કરનારૂ જ્ઞાન તે કેવળજ્ઞાન છે. આ જ્ઞાન બધા પદાર્થાને જાણે છે એટલે સકળ પ્રત્યક્ષ પણ કહેવાય છે. કેવળજ્ઞાનનું કારણ સમસ્ત આવરણના ક્ષયરૂપ એક જ છે. તેથી કેવળજ્ઞાનને કાઈ ભેદ નથી. તે એક જ પ્રકારનું છે. અત્રે આવરણ કર્મ જ સમજવા જોઇએ. પેાતાના વિષયમાં પ્રવૃત્તિ કરનારા લેાકેાનું જ્ઞાન આવરણયુક્ત છે. આપણા કોઇ આ સ્થાને શ ́કા કરે કે સમસ્ત પદાર્થાનું જ્ઞાન કથપિ સ`ભવિત નથી તે તે તેની આ શંકા ખરાખર નથી. જો સમસ્ત પદાર્થોનું જ્ઞાન અશકય હેાત તે વ્યાપ્તિજ્ઞાન એટલે કે તના જ અભાવ થઈ જાત. આપણું જ્ઞાન સાવરણુ ન હેાત તે તેમાં અસ્પષ્ટતા ન રહેત. જ્ઞાનની અસ્પષ્ટતા જ તેની આવરણ ચુતતામાં પ્રમાણ છે. આ આવરણના આંશિક વિલયથી સમ્યજ્ઞાન, સમ્યદર્શન અને સમ્યક્ચારિત્ર પ્રગટ થતાં જાય છે અને સમસ્ત આવરણના આત્યંતિક વિલયથી કેવળજ્ઞાન, સકળ પ્રત્યક્ષને આવિર્ભાવ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી ગૌતમસ્વામી કેશી સ્વામીને જવાબ આપે છે કે ઇન્દ્રિયા વિષા તરફ ભાગતી રહે છે. રસ્તામાંથી જેવા આપણે પસાર થયા, એક સુ ંદર આકષ ક મકાન દૃષ્ટિગોચર થયુ, એક સુંદર આકૃતિ અને કાયા દૃષ્ટિના વિષય થઇ અથવા કોઇ ચિત્તાકર્ષક મેટરગાડી આંખ સામે આવીને ઊભી રહી–હજુ તમેા તેને સુંદર કહા તે પહેલાં જ ઇન્દ્રિયા ત્યાં પહેાંચી ગઈ હોય છે ! એવું ન માનશે કે સુંદર આકૃતિ જોઈ આકર્ષણ ઊભું થાય છે. ખરી હકીકત તા એ છે કે આપણે આકર્ષિત થઇએ છીએ માટે તે આપણને આકૃતિ સુંદર દેખાય છે! સામાન્યતયા આપણી માન્યતા હોય છે કે આપણને આકૃતિ આકર્ષક લાગે છે કારણ કે તે સુ ંદર છે. પરંતુ હકીકત એનાથી ઊલટી હેાય છે. આકૃતિ સુંદર એટલા માટે લાગે છે કે તે આપણને આકર્ષિત કરી ચૂકી હાય છે. અન્યથા તે જ આકૃતિ ખીજાને સુ ંદર નથી પણ લાગતી હતી ! ઇન્દ્રિયાની ગતિ સૂક્ષ્મ છે. આપણે શરીરને અડીએ ત્યારે જ ઇન્દ્રિયા સ્પર્શે છે એમ નથી. ઇન્દ્રિયાના સ્પર્શવાના અલગ માર્ગો છે. આંખ જોતાંવેંત સ્પશી લે છે. જેમ જોવું એ આંખના
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy