________________
નિક્ષેપ ધર્મ : ૩૮૫ લાકડાના કટકાની આકૃતિઓમાં બાદશાહ, વજીર આદિની જે સ્થાપના કરાય છે તે અતદાકાર સ્થાપના છે.
નામ અને સ્થાપનાના ઉપર્યુક્ત સ્વરૂપને સાંભળ્યા પછી, તમને પ્રશ્ન થશે કે, નામ અને સ્થાપના આ બંને નિક્ષેપમાં પરસ્પર શું તફાવત છે?
નામ નિક્ષેપમાં નામ મુજબ આદર અને અનાદર બુદ્ધિ નથી થતી; પરંતુ સ્થાપના નિક્ષેપમાં આદર અને અનાદર બુદ્ધિ થાય છે. કહ્યું પણ છે કે
सादरानुग्रहाकांक्षा हेतुत्वात्प्रतिभिद्यते ।
नाम्नस्तस्य तथा भावाभावादत्राविवादतः ॥ માત્ર મહાવીરના નામને ધારણ કરનાર વ્યક્તિને આદર આપણે મહાવીર જેવો નથી કરતા તેમ મહાવીરની સ્થાપનાને અનાદર પણ આપણે કરતા નથી.
તમે કહેશે કે આદર અને અનાદર બુદ્ધિને સંબંધ નામ અથવા સ્થાપના નિક્ષેપ સાથે નથી. આદર અને અનાદર બુદ્ધિને સંબંધ વ્યકિતની સમજ અને ભાવના ઉપર આધારિત છે. કેઈમાણસ નામમાં પણ આદર અને અનાદર બુદ્ધિ કરી શકે છે અને ઘણું સ્થાપના કે મતિને ન માનનારા, સ્થાપનામાં પણ આદર–અનાદર બુદ્ધિ નથી કરતા તે તે બંને વચ્ચે તફાવત કેમ સમજાય ?
આ પણ સમજવા જે સવાલ છે. કારણ માણસે અનેક જાતના હોય છે. તેમની સમજણમાં પણ વિષમતાઓ અને વિચિત્રતાઓ ભરી હોય છે. સૌ એક જ દષ્ટિ કે દિશાથી વિચારતા નથી. વાતાવરણ અને સંયોગે પણ સૌને સરખાં મળ્યાં હતાં નથી. હાયપરામિક એગ્યતાઓ પણ અસમાન હોય છે. એટલે જે સમજણ અને ભાવના ભેદથી આદર અને અનાદર બુદ્ધિમાં પણ અસદૃશ્યતા જણાય છે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી.
नाम्नि कस्य चिदादरदर्शनान्न ततस्तभेदः इति चेन्न स्वदेवतायामतिभक्तितस्तन्नामकेऽर्थे तध्यारोपस्याशु वृत्तेस्तत्स्थापनायामेवादरावतारात् ।।
આ જગતમાં ઘણા એવા પણ ભેળા અને ભાવુક વ્યકિતઓ છે કે જેઓ પિતાના ઈષ્ટ દેવતામાં તેમને વધારે ભક્તિ હોવાથી, તે નામ વાળા દરેક માણસમાં તેઓ પોતાના ઈષ્ટ દેવતાની શીઘ સ્થાપના કરી લે છે. આનું કારણ તે નામ નથી, પરંતુ પિતાના ઈષ્ટ દેવતામાં રહેલી તેમની ભકિતની ઉત્કટતા છે, જેને કારણે તેઓ પિતાના દેવતાના નામને જોઈ તે નામ વાળા દરેક માણસમાં પિતાના ઈષ્ટ દેવતાની સ્થાપના કરી લે છે. આ સ્થાપના ભારે ઝડપથી કરવામાં આવે છે. બંનેનું અવલંબન એક જ વ્યક્તિ હોય છે. સ્થાપનાનું નિમિત્ત પણ નામ જ બની જાય છે એટલે સ્થાપનામાં નામને ભ્રમ થઈ જાય છે. વાસ્તવમાં બનેમાં અંતર તે છે જ. મતિને માનનાર હોય કે મૂર્તિને નિષેધક હોય, તેમને સ્થાપનામાં આદર-અનાદર બુદ્ધિ કરવી જ પડે