SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ : ભેધા પાષાણ, ખેલ્યાં દ્વારા બધા દાર્શનિકે એ ભલે અનેકાંતવાદને સાક્ષાસ્વરૂપે સ્વીકાર ન કર્યો હોય, છતાં આડકતરી રીતે સ્યાદ્વાદને આશ્રય લઈને જ, તેમણે પિતા પોતાના મતાનું પ્રતિપાદન કર્યું છે. જેમકે સાંખ્યદર્શનમાં પ્રકૃતિ એક માનવામાં આવેલી છે. એટલે મૂળમાં બે તત્ત્વ-પ્રકૃતિ અને પુરુષ રહે છે. ભેદની અપેક્ષાથી તેની સંખ્યા પચ્ચીસ થાય છે. પ્રકૃતિથી મહતું, અહંકાર, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, શબ્દ, પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ એમ ત્રેવીસ ત બીજા આવિર્ભાવ પામે છે. અથવા સત્વ, રજસ અને તમસ–આ ત્રણ ભિન્ન ગુણ છે જેને સમુદાયાત્મક પ્રધાન(પ્રકૃતિ) એક છે. આ માન્યતાઓમાં અપેક્ષાને જે સ્થાન કે અવકાશ ન આપવામાં આવે છે તે એક કહીને ત્રણ, અને બે કહીને પચ્ચીસ, તો કેમ કહી શકત ? અર્થાત્ કહી શક્તા નહિ. વૈશેષિક લેકે સત્તાની અપેક્ષાથી પૃથ્વીત્વને અપર સામાન્ય અને ઘટત્વ આદિની અપેક્ષાથી પર સામાન્ય માને છે. અનેકાંતના આશ્રય વગર એક જ સામાન્યને પર અને અપર કેમ માની શકાય? યોગીનાં નિત્ય એવા તુલ્ય ગુણકિયા આકૃતિવાળા મુકતાત્માના મનવાળા પરમાણુમાં પ્રત્યાધારે આ વિલક્ષણ છે એવી પ્રતીતિ જે થકી થાય તે અંત્ય વિશેષ એમ કહેવાય છે. ત્યાં તુલ્યાકૃતિ ગુણકિયત્વ તેમજ વિલક્ષણત્વ પ્રત્યાધારે માનવું એ સ્યાદ્વાદ માન્યા બરાબર જ છે. આ રીતે તૈયાયિકે, વૈશેષિક પણ સ્યાદ્વાદને યત્ર તત્ર આશ્રય સ્વીકારે જ છે. ઘણા માણસો એવી શંકા કરે છે કે આવી સાદી, સીધી અને સરળ વાતને સપ્તભંગી રૂ૫ દાર્શનિક સ્વરૂપ આપી જટિલ અને ગૂંચવણભરી કેમ બનાવાય છે? આ શંકા ખોટી નથી. સરળ અને સીધી લાગતી વાત જ્યારે વિદ્વાનોના આશયને સ્વીકારે છે અને વિદ્વાન પુરુષે જ્યારે તે વસ્તુવિષયક ગંભીર અવગાહનમાં ઊતરી જાય છે ત્યારે તેની સરળતા ખવાઈ જાય છે. કઈ પણ વસ્તુ વિષેની ગંભીરતાભરી વિચારણા વસ્તુને જટિલ બનાવી જ મૂકે છે. દાખલા તરીકે, સંગીત અને વાજિંત્ર તરફની અભિરૂચિ સાર્વત્રિક દેખાય છે. દરેક માણસ આ આનંદ લૂંટવા પિતાની શક્તિ મુજબ પ્રયત્ન કરે છે. નાનકડા ગામના ભરવાડથી લઈ મોટામાં મોટી પદવી ધરાવતી વ્યકિત પિતાના માભા અનુરૂપ ગાવા, બજાવવાના આનંદને માણે છે. પરંતુ ત્યારે તાલ, સ્વર, રાગ, રાગિણીઓના ભેદ-પ્રભેદ ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો ત્યારે આ સીધું અને સરળ શાસ્ત્ર, સરળ મટી, જટિલ બની ગયું. એટલે આ ફરિયાદ અનેકાંત માટે જ સંભવી શકે નહિ. આ ફરિયાદ સર્વ સાધારણ છે. બધા શાની જટિલતાનું મળ તે વિષયક ગંભીર વિચારણા છે. જટિલતાપૂર્ણ વિવેચન વગર કઈ વાતનું રહસ્ય યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થાય નહિ અને વિદ્વાન પુરુષને આંતરિક સંતોષ મળી શકે નહિ. E
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy