________________
૩૭૬ : ભેદ્યા પાષાણુ,
ત્યાં દ્વાર
જ્યારે આપણા કહેવાનો આશય એ થાય છે કે વસ્તુ સ્વરૂપની અપેક્ષાથી અસ્તિ હોવા છતાં પણ અવકતવ્ય છે, પરરૂપની અપેક્ષાથી નાસ્તિ હોવા છતાં પણ અવકતવ્ય છે અને ક્રમશઃ સ્વ અને પરરૂપની અપેક્ષાથી અસ્તિ અને નાતિરૂપ હોવા છતાં પણ અવકતવ્ય છે, ત્યારે ત્રણ બીજા ભંગ બને છે. અને તે સ્થાન્તિ અવતવ્ય, ચન્નતિ અાવત્તળ અને શાસ્તિનાસ્તિ अवक्तव्य.
મૂળભંગ તે અસ્તિ અને નાસ્તિ રૂપ બે જ છે. બંનેની યુગપ વિવક્ષાથી અવકતવ્ય નામને ત્રીજો ભંગ બને છે. આને પણ મૂળભંગ માની લેવાય તે આ ત્રણેના અસંયેગી ત્રણ ભંગે જેવા કે અસ્તિ, નાસ્તિ અને અવકતવ્ય રૂપ થાય છે. દ્વિસંગી પણ ત્રણ ભંગ થાય છેઅસ્તિનાસ્તિ, અસ્તિઅવકતવ્ય અને નાસ્તિવિકતવ્ય.
વિસંગી એક ભંગ બને છે. અસ્તિનાસ્તિવિકતવ્ય. આ રીતે બધા મળીને કુલ સાત ભંડા થયા.
આ બધા વિષયે દાર્શનિક છે. આવા વિષયની પ્રરૂપણા એ જ જૈનદર્શનનું હાર્દ છે. પરંતુ આ બધા વિષય સામાન્યજન–માનસને જલદી સ્પર્શતા નથી. વળી આ વિષયની અભિરુચિ પણ ઘણી ઓછી થઈ જવા પામી છે. પરિણામે વ્યાખ્યામાં આવા વિષયોને ઘણા ઓછા સાધુઓ સ્પર્શે છે. પરંતુ એક વાત તો નિર્વિવાદ છે કે આવા વિષયેની વિશિષ્ટ અને સૂફમ માહિતી વગર જૈન દર્શનની વૈચારિક મૌલિકતા ઉપલબ્ધ કરી શકાય નહિ. તેથી આવા વિષને અપૃષ્ટ રાખવા એટલે આપણી વિચાર સંપત્તિની સમૃદ્ધિને ખોઈ બેસવી. માટે તમને શુષ્ક લાગતા વિષયે પણ આ રીતે સમુદાયમાં પ્રવચનના રૂપમાં સ્પર્શવા એ અનિવાર્ય અને અપરિહાર્ય છે.
શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી તે નિશ્ચય, વ્યવહાર, સ્યાદ્વાદ અને સપ્તભંગી આદિ જૈન ધર્મના પ્રાણ સમા સિદ્ધાંતને ઘોળીને પી ગએલા ઉત્ક્રાન્ત અને પુનિત આત્માઓ છે. તેમના વિચાર વિનિમયમાં આ સિદ્ધાંતને રણકારે સંભળાય છે.
अह भवे पइन्नाट भोक्खसब्भूय साहणे । नाणच दसण चेव चरीत्त चेव निच्छसे ॥ ३३
અર્થાત્ બંનેના બાહ્ય આચાર અને વિચારમાં દેશ અને કાળને અનુલક્ષીને સાધારણ પાર્થકય ભલે દેખાય, પરંતુ આંતરિક ભૂમિકા એટલે કે મૂળભૂત કેન્દ્રમાં બંને તીર્થકરોને એક જ સિદ્ધાંત છે કે, મોક્ષનાં સાચાં સાધને જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે.
—:૦:
~