SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪: ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર તે તે જ વખતે તે પદાર્થ તે શબ્દથી કહી શકાય કે જ્યારે તે અર્થ અનુસાર તે ક્રિયા કરી રહ્યો હોય. જેમકે, પૂજા કરતી વખતે જ કેઈને પૂજારી કહે. યુદ્ધ કરતી વખતે જ સૈનિક શબ્દને વ્યવહાર કરે. આ નય મુજબ દરેક શબ્દ કઈને કઈ ક્રિયાને વાચક હોય જ છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ તે એટલું સમૃદ્ધ છે કે ત્યાં દરેક શબ્દની ઉત્પત્તિ કઈને કઈ ધાતુકિયાથી જ સિદ્ધ કરવામાં આવી છે. બીજી ભાષાઓમાં પણ ઘણા શબ્દ, કઈને કઈ ધાતુથી સંબંધ રાખનારા બતાવેલા છે, છતાં ઘણા શબ્દોની મૂળ ધાતુઓની અજ્ઞાનતાનું કારણ હજારે વર્ષોના ઇતિહાસની અનુપલબ્ધિ છે. સમભિરૂઢનય એક વખત ક્રિયાને જોઈ હંમેશાં તે શબ્દને પ્રયોગ કરશે ત્યારે એવંભૂતનય જ્યાં સુધી ક્રિયા થઈ રહી હોય ત્યાં સુધી જ તે શબ્દનો પ્રયોગ કરશે. ક્રિયા અટકી ગયા પછી તેના માટે તે શબ્દ વાપરશે નહિ..વ્યવહારમાં પણ આ નયને પ્રયોગ ઘણે થાય છે. જ્યાં સુધી કઈ રાજકીય કર્મચારી પિતાની ફરજ પર હોય ત્યાં સુધી કઈ તેની સાથે દુર્વ્યવહાર કરે તે સરકાર તેને પક્ષ લે છે. ફરજ પર ન હોય ત્યારે સાધારણ પ્રજાજનની માફક તેને માટે વિચારાય છે. આ જ એવંભૂતનયના પ્રતાપે કોઈ પિતાનાં વ્યક્તિત્વને પિતાના પદથી પૃથફ કરી, આ રીતે વ્યવહાર કરે છે કે, હું અધિકારી તરીકે, પ્રમુખ કે ગવર્નર તરીકે, તમારાથી નથી મળવા ઈચ્છતે, હું તે માત્ર એક મિત્ર તરીકે તમને મળવા ઈચ્છું છું. હું તમારે ત્યાં મુખ્ય પ્રધાન તરીકે નથી આ, અતિથિ તરીકે આવ્યું છું- ઈત્યાદિ વ્યવહારે એવં ભૂતનયની અપેક્ષાથી જાણવા. આ નયે વિષેની વધારે સૂમતા હવે પછી અવસરે કહેવાશે. નયવાદ ગઈ કાલે નયને અભિમુખ રાખી નય વિષેની સૂમ વિચારણા કરવામાં આવી. નયે વિષેની વિચારણું અનિવાર્ય પણ હતી. કારણ, કથાઓ અને સ્થૂલ વિષયોથી આંતરિક ક્રાંતિ અને પ્રજ્ઞાની કસોટી થઈ શકતી નથી. જૈનકુળમાં જન્મ્યા પછી, જૈનત્વ વિષયક સૂક્ષમ અને શુદ્ધ સમજણ જે ન હોય, તે જૈન તરીકેની આધ્યાત્મિક સંપદાથી વંચિત રહેવાનું દુર્ભાગ્ય સાંપડે. આવી કમનસીબીના નિરર્થક ભંગ ન થઈએ તે દષ્ટિએ જરા શુષ્ક અને ગંભીર લેખાતે નયને વિષય ગઈ કાલથી પસંદ કરવામાં આવ્યું છે. મારી ભાવના છે કે આ સપ્તાહમાં આવા જ બીજા ગંભીર વિષયે જેવા કે પ્રમાણુવાદ, નિક્ષેપવાદ, સપ્તભંગી આદિ જૈન દર્શનની વિચાર ભૂમિકાની જે કીમતી સંપત્તિઓ છે, તેનાથી બધાને પરિચિત કરી દેવાં. કારણ, તે બધાની યથાર્થ અને સમીચીન સમજણ, સમન્વય અને સામંજસ્યની ભૂમિકા પૂરી પાડે છે. આજે તે ગઈ કાલે બાકી રહેલ નયના વિષયની જ આગળ વિચારણા કરીએ. કારણ ન વિષેની સૂફમતમ સમજ જીવનની વિષમતાઓને હળવી બનાવનાર છે. એટલે જયવિષયક ચર્ચા, કથાનુગ કરતાં શુષ્ક પણ લાગે, જોઈએ તેટલી રસપ્રદ ન પણ હોય, છતાં તે સમજવા અને વિચારવા જેવી છે. તેથી ને વિષેની સવિશેષ સૂક્ષમતામાં આપણે આજે અવગાહન કરીશું.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy