SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર કાંટાની માફક ખૂંચ્યા કરશે. ફૂલે તેને સુગંધ અને આનંદ આપવાને બદલે તેને ઉદાસીન બનાવશે. તે વૃક્ષોના ફૂલે તેને મુરઝાએલા ભાસે છે અને તે વૃક્ષ તેને રૂદન કરતું જણાય છે. આ પ્રેમ વિહીને આ વૃક્ષ સાથે કશે જ સંબંધ નથી, પરંતુ તેનાં હૃદયમાં જે જગતનું નિર્માણ થયું છે, જે ભાવે, જે વિરહની વેદના તેનાં અંતરમાં ઉદ્ભવ્યાં છે તેને કારણે તેને જે આ વૃક્ષ કરમાઈ ગએલું અને રૂદન કરતું દેખાય છે, તે તેની પોતાની વૃક્ષમાં આરોપિત કરેલી ક૯૫ના જ છે. યાદ રાખજો પડશકળાથી પરિપૂર્ણ ચંદ્રમા આકાશમાં ઊગ્ય હોય, આખી પૃથ્વીને તેણે પિતાની રજત સમી વેત સ્નાથી ધવલિત કરી હેય, છતાં પ્રેમિકાવિહીન પ્રેમીને તે ચાંદની રાત નંદ આપી શકતી નથી. તે તેને ફિક્કી અને ઉદાસ જણાય છે. પ્રકૃતિ તે જેમ છે તેમજ છે. પ્રકૃતિમાં આપણી કલ્પનાના આરેપણથી કશે જ ફેર પડતું નથી. માત્ર આપણી કલ્પનાના જગતને જ વિસ્તાર થવા પામે છે અને તે આપણા આંતરિક જગતને પરિચય આપે છે. આ રીતે આપણે જે પ્રકૃતિને ઓળખીએ છીએ તે આપણું પ્રક્ષેપણ છે, આપણું નિર્માણ છે. ચાંદની કદી ઉદાસ કે ખિન્ન બનતી નથી. આપણું દુઃખ, આપણી ઉદાસીનતા અને આપણી ખિન્નતા જ આપણને તેમાં ફકાશ જેવા પ્રેરે છે. ચાંદની તે જેવી છે તેવી જ છે. એકને માટે આ ચાંદની જે ફીકી જણાય છે તે બીજાને માટે સંગીત, નૃત્ય અને આનંદને સંચાર કરનારી, નવું જીવન અને નવું ચૈતન્ય આપનારી બની જાય છે ! દીવાલની એક બાજુ જે ચાંદની ઉદાસ અને કી જણાય, સંભવ છે દીવાલના પૃષ્ઠ ભાગમાં તે ખીલેલી, હસતી, રમતી, ગાતી અને કિલ્લલતી જણાય ! એટલે પ્રકૃતિ સદય પણ નથી અને કઠેર પણ નથી. સદયતા સદા કઠેર સાપેક્ષ છે અને કઠેરતા સદા સદયતાની અપેક્ષા રાખે છે. જે સદય હોય તે તે સમય જતાં કઠેર પણ થઈ શકે અને જે કઠેર હોય તે પ્રસંગોપાત સદય પણ બની શકે. પ્રકૃતિ આ બંને દ્વૈતથી પર છે. માટે આજીજી કરી ભૂલીને પણ દયાની ભીખ માંગવા જશે નહિ. દયા નથી પૃથ્વી પર મળી શકતી કે નથી આકાશમાં! દયાને નામે આપણે જે સ્તુતિ કરીએ છીએ તેને કશે જ ઉપયોગ નથી. મંદિરના પરમાત્માને પ્રાર્થના કરે કે આકાશના ઈશ્વરને, પ્રાર્થના કરવાથી કોઈ જ ભેદ પડવાને નથી. પ્રાર્થના કે સ્તુતિને કારણે પરમાત્મામાં કઈ ભેદ કે ફરક પડતો નથી. સ્તુતિ ત્યાં જ ફેર લાવી શકે જ્યાં નિંદા સાર્થક હોય છે !' પરમાત્માની કરવામાં આવેલી નિંદા જે પરમાત્માને પરેશાન કરતી હોય, મૂંઝવતી હોય, તે આપણી સ્તુતિ તેને પ્રસન્ન પણ કરી શકે છે. પ્રાર્થના ન કરવાથી પરમાત્મા જે નાખુશ અને નારાજ થઈ જતા હોય, તે જ આપણી સ્તુતિ તેમને ખુશ કરવા, રાજી કરવા સમર્થ થશે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy