________________
૩૫ર : ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર
જ્યાં સુધી વિધાયક મન હેય છે ત્યાં સુધી અસ્વીકારની વાત ઊભી થતી નથી. ભગવાન મહાવીરના પૂર્વવત તીર્થકર સુધી તેમના મન વિધાયક હતાં એટલે તેમની ભાષા પણ વિધાયક હતી. વિધાયક ભાષા સમજવા માટે બાળકો જેવું કમળ અને સરળ હૃદય જોઈએ. માર્ગમાં જ્યારે તમે તમારા બાળક સાથે જતા હે ત્યારે ચાલતાં ચાલતાં બાળક હજારે પ્રશ્નો ઊભા કરશે. તે દરેક પ્રશ્નના ગ્ય જવાબ તમારી પાસે હશે પણ નહિ. છતાં જે રીતે તમે તેને જવાબ આપશે તે રીતે તેનું વિધાયક મન તે જવાબને સ્વીકારી લેશે. તમારા સાચા બેટા, યુકિતસંગત કે યુક્તિશૂન્ય જવાબની સામે બાળક કોઈ જ હા–ના કે પ્રતિ દલીલ કરશે નહિ. નાનકડો બાળક તમને પૂછે કે, નાનો ભાઈ ક્યાંથી આવ્યું, તે તેને કોઈ જવાબ તમારી પાસે નથી. વિજ્ઞાન, જન્મશાસ્ત્રીઓ અને વૃદ્ધ માણસો પાસે પણ તેને જવાબ નથી. આ અસામાન્ય પ્રશ્ન છે. છતાં તમે બાળકને ફેસલાવીને કહેશો કેઃ તેં કાગડો જે છે? તે કાગડે નાના ભાઈને મૂકી ગયે.” બાળક રમવા ચાલ્યા જશે બસ, વાત ત્યાં પૂરી થઈ જશે.
મહાવીરને સમય આવતા આ વિધાયક મનોદશા સમાપ્ત થઈ ગઈ એટલે વિધાયક ભાષા હવે કારગત નીવડે એવી ન રહી. ફળસ્વરૂપે નિષેધાત્મક ભાષાને ઉપયોગ કરે પડે. સમય અને મને દશાની વિભિન્નતાને લઈ સચેલક-અચેતકને પ્રશ્ન જે સહજ સાધનામાં સહજ હતે તે ભગવાન મહાવીરના વખતમાં અટપટ થઈ ગયે. તેથી વેષભૂષાની ભિન્નતા અનિવાર્ય બની. આ વિષે લંબાણપૂર્વક ચર્ચા કરી શકાય એમ છે પણ તે અવસરે—
પ્રકૃતિની પ્રભુતા પ્રકૃતિ હંમેશાં નિરપેક્ષ છે. તે આપણામાં જરા પણ સત્સુક નથી. તે આપણે વિષે કઈ જાતની ચિંતા સેવતી નથી. આપણે છીએ, આપણું અસ્તિત્વ છે, તેની સાથે પ્રકૃતિને લેવા દેવા નથી. આપણે યમરાજના મુખના કેળિયા બની જઈએ તે પણ તેથી કાંઈ આકાશ રડવા બેસતું નથી અને પૃથ્વીની આંખમાંથી શ્રાવણ ભાદરે વરસવા માંડતું નથી. આપણું અસ્તિત્વથી પ્રકૃતિમાં કઈ વિશેષતા આવી જતી નથી. આપણે નહિ હેઈએ તે તેથી પ્રકૃતિમાં કઈ ઊણપ કે અપતા દેખાશે નહિ. પ્રકૃતિ આપણુ હવા ન હોવા પરત્વે બિલકુલ ઉદાસીન છે. આપણે હોઈએ કે ન હોઈએ, પ્રકૃતિનું કાર્ય તે યથાવત્ ચાલ્યા જ કરે છે. વરસાદ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, વૃક્ષ, ફળ, ફૂલ, કઈ જ આપણું અસ્તિત્વનાસ્તિત્વની આંશિક પણ ચિંતા કર્યા વગર પિતાનું કાર્ય કર્યા કરે છે. આપણે મૃત્યુ પામીશુ તે તેથી કાંઈ વરસાદ વરસતે બંધ રહી જશે નહિ; સૂર્ય, ચંદ્ર, તારા વગેરે આકાશમાં યથાવત્ પિતાના નિયત સમય પ્રમાણે ઉદય પામશે અને અસ્ત થશે, તેઓ પિતાની દૈનિક ક્રિયાઓમાંથી વિશ્રાંતિ લેશે નહિ. આપણા મૃત્યુના શેકમાં ફૂલ ખીલતાં અટકી જશે નહિ કે ફળ પરિપકવ થતાં રેકાઈ જશે નહિ !