SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વયંભૂ પરમતત્ત્વ : ૩૪૩ સૂમ અનવેષણ આત્મવાદીઓને માટે આત્મ તત્વનાં પિષક જ થશે. કારણ આત્મતત્ત્વ તે વૈજ્ઞાનિક નિર્માણથી આગળ ને આગળ, તેનાથી પર, તેનાથી અતીત હોય છે. વૈજ્ઞાનિકનાં સંશોધને તે આત્મસિદ્ધિમાં ભારે ઉપકારક થશે. જ્યાં સુધી નિર્માણ થતું રહેશે, જ્યાં સુધી સીમા નિર્ધારિત થતી રહેશે, ત્યાં સુધી આત્મતત્વ નથી. કારણુ આત્મતત્ત્વ સ્વયંભૂ છે, તેનું નિર્માણ થઈ શકે નહિ. સ્વયંભૂને અર્થ જ એ છે કે જે મૂળમાં છે. ખરેખર અસ્તિત્વ માટે કઈ આધારભૂત આત્યંતિક તત્વ હોવું જોઈએ જે અનિર્મિત હેય. કારણ દરેક વસ્તુમાં નિર્માણની આવશ્યકતા જ રહ્યા કરે તે નિર્માણ મુશ્કેલ બની જાય. તેથી તે દરેક વસ્તુની નિમિતિમાં નિર્માણ અસંભવ થઈ જાય. દાખલા તરીકે, જગતનાં નિર્માણ માટે જે પરમાત્માની જરૂર હોય, તે પરમાત્માના નિર્માણ માટે બીજાની જરૂર રહે, અને બીજા માટે ત્રીજાની, આમ અનવસ્થા દેશને કદી અંત જ આવે નહિ. વિજ્ઞાન અને ધર્મમાં પાયાને ભેદ છે. વિજ્ઞાનની ખેજ પદાર્થમૂલક હોય છે. પૃથકકરણ કરવાની સીમારેખાને તેડીને પદાર્થોમાં મળી શકતું તત્ત્વ મેળવવા તે મથે છે. ત્યારે ધર્મ તે એક વસ્તુની ખેજનું નામ છે અને તે ધર્મતત્ત્વ છે. વિજ્ઞાનની શોધ ધર્મનાં તતવને ગલત સિદ્ધ ન કરી શકે. કારણુ બંનેના માર્ગો એકબીજાથી વિપરીત અને ભિન્ન છે. વિજ્ઞાનની શેધ પદાર્થ સાથે સંબંધ ધરાવે છે. દશ્યના પૃથક્કરણમાં તેને રસ છે, અદશ્યમાં તેને જરા પણ પ્રવેશ નથી. ત્યારે ધર્મનું દશ્ય તરફ જરા પણ આકર્ષણ નથી, અદશ્યને ઉપલબ્ધ કરવામાં જ તેને એકાંત રસ છે. વિજ્ઞાનની નવી શેધ માત્ર ના વિજ્ઞાનને જ ગલત સિદ્ધ કરી શકે, ધર્મને તે સ્પશી શકતું નથી. સુંદર કાવ્યની રચના કરનાર કદી ગણિતના સિદ્ધાંતને ગલત ન કરાવી શકે. કારણ ગણિત અને કાવ્ય વચ્ચે કશી જ સંગતિ નથી. બંનેના આયામો જુદા જુદા છે. રેલના પાટાની માફક તે સમાનાન્તર ભાગે છે ખરા, એટલે આપણને કયાંય એકત્વની ભ્રાંતિ પણ થાય છે છતાં તે હંમેશને માટે બ્રાંતિ જ રહે છે. તે ક્યાંય અને કયારેય પણ એક થતા નથી. ધર્મ અને વિજ્ઞાનમાં પણ કવિતા અને ગણિતની માફક કઈ સંબંધ નથી. બંનેના એકાંત ભિન્ન આયામો છે. વિજ્ઞાન અને ધર્મ સમાનાંતર ચાલતાં ભલે દેખાતાં હોય, પરંતુ તેઓ કયાંય ભેગાં થતાં નથી. આજે વિજ્ઞાને ભારે ગંભીરતામાં પ્રવેશ કર્યો છે. પહેલાના યુગમાં પૃથ્વી, પાણી, આદિ પાંચ ત જ માનવામાં આવતા હતા. આજે માટી પણ માત્ર એક તત્વ જ નથી પણ હજાર તત્ત્વનું સમ્મિશ્રણ છે. વિજ્ઞાન જેમ જેમ ઊંડું ઊતરતું ગયું તેમ તેમ પૃથકકરણની પ્રક્રિયા સૂક્ષમતામાં ઊતરતી ગઈ અને મૂળરૂપે મનાતા પંચતર ત ન રહ્યા. તેની સંખ્યા વૈજ્ઞાનિકની દૃષ્ટિમાં ઘણી થઈ જવા પામી. દાખલા તરીકે પાણી જૂના યુગનું એક તત્વ છે. પરંતુ વૈજ્ઞાનિકોની દૃષ્ટિમાં પાણી બે તને સંગ છે. તે બે ત હાઈડ્રોજન અને ઓકસીજન છે. તે બેન મળવાથી પાણી થાય છે તેથી તે સંગ જ છે. એટલે પાણી પણ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy