________________
૩૪૦ : ભેઘા પાષાણુ, બોલ્યાં દ્વાર
અણીદાર નેકે (અણુઓ) ઘસી નાખી છે. તેઓ દિવ્ય જગતને દિવ્ય આત્માઓ છે. દિવ્યતાને મેળવવા માટે જ તેમના પ્રયત્ન છે.
पुरिमाण दुब्धिसोझोउ चरिमाण दुरणुपालओ। ___ कप्पो मज्झिमगाणं तु सुविसोझो सुपालओ ॥ २७ પ્રથમ તીર્થકરના સાધુઓ કલ્પ એટલે આચારને યથાવત્ ગ્રહણ કરી શક્તા નહિ. અંતિમ તીર્થકરના સાધુઓ માટે કલ્પને યથાવત્ ગ્રહણ કરી તેને પાળવું મુશ્કેલ બન્યું છે. વચલા તીર્થકરોને સાધુએ કલ્પને યથાવત્ ગ્રહણ કરે છે અને તેને સરળતાથી પાળે છે.
પ્રથમ તીર્થકરના સાધુઓ સરળ હોય છે, જે હોય છે. પરંતુ સમજણમાં જરા કચાશ ધરાવતા હોય છે. એટલે આચારને યથાર્થ રીતે ગ્રહણ કરી શક્તા નથી. દાખલા તરીકે, પ્રથમ તીર્થકરના સાધુઓ વિહાર અથવા ગેચરી નિમિત્તે કયાંય જઈ રહ્યા હોય, ત્યારે નટનું નાટક જોઈ ઊભા રહી જાય, અને વિલંબ થતાં ભગવાન વિલંબનું કારણ પૂછે, ત્યારે તેઓ કહી દે પ્રભે! નટને નાચતા જઈ, જેવા ઊભા રહી ગયા. ત્યારે પ્રભુ તેમને સમજાવે કે, માર્ગમાં જતાં નટો નાચતા હોય તે સાધુ તરીકે તમારે જેવાય નહિ. ત્યારે તેઓ સરળતાપૂર્વક ભગવાનની આજ્ઞાને માથે ચઢાવી લે છે. બીજી વખત જે નદીઓ નાચતી હોય, અને જે તેઓ જેવા ઊભા રહી જાય ત્યારે ભગવાન તેમને વિલંબનું કારણ પૂછે, ત્યારે કશા જ સંકેચ વગર નદીઓના નૃત્યની વાત કરી દે છે. એટલે ભગવાનને તેમને ભારે સ્પષ્ટતાથી સમજાવવા પડે કે નટ હોય કે નટી, સાધુઓએ એવાં આકર્ષણમાં ખેંચાવું જોઈએ નહિ. ત્યારે તેઓ અટકે છે. વિસ્તારપૂર્વક આપવામાં આવેલી સમજણ જ તેમને ઉપયોગી અને કારગત નીવડે છે. ત્યારે અંતિમ તીર્થકરના સાધુઓ વર્ક અને જડ હોય છે. તર્ક વિતર્કોથી ભરેલા હોય છે. તેમને યથાર્થ સમજણ આપવી પણ મુશ્કેલ હોય છે. અને સમજણના યથાર્થી પરિપાલનમાં પણ મુશ્કેલી રહેલી હોય છે. ગ્રહણ અને પાલન બનેમાં વિસંવાદો ઊભા હોય છે. એટલે તેમના માટે આચાર વિચારની ભિન્નતા રાખવી તે દેશ કાળ અને સમજણ અનુસાર સ્વાભાવિક બને છે.
વચલા તીર્થકરેના સાધુઓ સ્વભાવથી સરળ અને બુદ્ધિશીલ હોય છે. તેમની સમજણ પણ પારદર્શી હોય છે. પાલનમાં પણ તેઓ એક હોય છે. એટલે તેમના માટે વિસ્તૃત પ્રરૂપણું કે બીજા કેઈની ભાગ્યે જ અપેક્ષા હોય છે. સરળતા અને પ્રજ્ઞાશીલતાનાં કારણે ભયસ્થાને પણ ઘણાં ઓછા પરિમાણમાં હોય છે. એટલે તેમના માટેની આચાર પ્રણાલિકા અને વેષભૂષા ન્ન હોય તે સમજી શકાય છે.