SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ જગત એક મંચ છે : ૩૩૧ માટે હોય કે નાનો એનાથી કઈ ફેર પડતો નથી પણ જગતને મંચ તરીકે સ્વીકાર તે એક નાટક, એક મંચથી વધારે કીમતી અથવા ભયંકર કદી નહિ લાગે ! પછી જીવન એક કથા બની જશે અને આપણે માત્ર પાત્ર થઈ જીવીશું ! પાત્રને કંઈ સ્પર્શતું નથી એટલે આપણને કાલિમાને સ્પર્શ થશે નહિ. આ પરમ સત્ય છતાં આપણી પણ વિચિત્રતા કંઈ ઓછી નથી. આપણે અભિનયને તે જીવનમાં રૂપાંતરિત કરી લઈએ છીએ પરંતુ જીવનને અભિનયમાં રૂપાંતરિત કરી શકતા નથી. દાખલા તરીકે તમે ઘણી વાર ફિલમ જેવા સિનેમામાં જાઓ છે. ફિલ્મમાં જે કથાવસ્તુ હોય છે તે પ્રાયઃ ભૂતકાળમાં બનેલી ઘટનાઓના આધારે ઘડવામાં આવેલી હોય છે અથવા કલ્પનામાંથી ઊભી કરેલી હોય છે. જે પડદા ઉપર આપણે દૃષ્ટિ નાખીએ છીએ તે પડદે તે માત્ર કાપડને હોય છે. ઊતારેલી ફિલમનાં ચિત્રો પ્રેજેકટરની મદદથી તેના ઉપર ચિત્રિત થાય છે. તે બધાં માત્ર ચિત્ર છે. વાસ્તવિક જગતનો ત્યાં સર્વથા અભાવ છે. જે બતાવવામાં આવે છે તે બધું યાંત્રિક છે. યંત્રનાં જડ ખાં સિવાય કશું જ હોતું નથી. આમ છતાં ફિલમ જોતાં આપણે તેની સાથે એવાં તે તાદાસ્યથી જોડાઈ જતાં હોઈએ છીએ કે આપણે આપણાપણાનું ભાન Vઈ બેસતાં હોઈએ છીએ. કરુણરસના પ્રસંગે આંખમાંથી શ્રાવણ ભાદરે વરસવા લાગે છે તે ફરતાના પ્રસંગે જોઈ હૃદયમાં બળવાના ભાવે ઉત્તેજિત થઈ જાય છે. જાણે સાક્ષાત્ આ પણ સાથે સંબંધિત કઈ ઘટના ન ઘટી રહી હોય! જેવા ભામાંથી આપણે પસાર થતાં હોઈએ છીએ તેવા જ ભાવ, તેવી જ આકૃતિઓ, તેવા જ ધડકનો હૃદયમાં ઊભાં થઈ જાય છે ! જાણે અભિનય જીવનમાં રૂપાંતરિત થઈ ગયેલ હોય તેવું પ્રતિભાસિત થાય છે ! જીવનને અભિનય માનવાની પારમાર્થિક કળા તે વિસારે પડી જાય છે પરંતુ અભિનયને જીવન બનાવી લેવાની કળામાં આપણે તે વખતે પાછી પાની કરતા નથી. આપણું આખું જીવન જ શીખેલા અભિનયની જેડ છે. અભિનયેની પકડ એવી દઢ બની જાય છે કે તે જીવન જ બની જાય છે. તેથી માનસ શાસ્ત્રીઓની એક નિશ્ચિત માન્યતા છે કે માણસને કેઈ નિશ્ચિત સ્વભાવ નથી. તે પાણીની માફક તરલ છે. જેમ પાણીને ગ્લાસમાં ભરે તે તે ગ્લાસને આકાર લઈ લે છે, લોટામાં ભરો. તે લોટાને આકાર સ્વીકારી લે છે, ઘડામાં ભરે તે ઘડાને આકાર ગ્રહણ કરી લે છે, તેને પિતાના આકારની કશી જ પકડ નથી. જેવાં વાસણમાં ભરે તે આકાર તે ધારણ કરી લે છે. તેમ મનુષ્યને પણ કેઈ નિશ્ચિત સ્વભાવ નથી. પાણીમાં જેમ અનંત આકાર લેવાની ક્ષમતા છે તેમ મનુષ્યમાં પણ પશુથી પરમાત્મા સુધીના અનંત આકારે લેવાની ક્ષમતા છે. જેને આપણે સ્વભાવ કહીએ છીએ એ તો શીખવામાં આવેલી વ્યવસ્થા છે, શીખેલાં વર્તુળમાં અને સંરકારના ઢાંચામાં કરવામાં આવેલું આચરણ છે. એટલે જ શાકાહારીને ત્યાં જન્મનાર શાકાહાર કરે છે અને માંસાહારીને ત્યાં જન્મનાર માંસાહાર કરે છે. માંસાહાર કે શાકાહાર મનુષ્યનો પિતાને સ્વભાવ નથી, એ તે શીખવેલી એક વ્યવસ્થા છે જે અનુકૂળ-પ્રતિકૂળ વાતાવરણને સરી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy