SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ જગત એક મંચ છે ઃ ૩૨૯ पुरिमा उज्जुजडाउ वक जडाय पच्छिमा । मज्झिमा उज्जुपन्नाय तेण धम्मे दुहा को ॥ २६ કેશીકુમાર શ્રમણને ગૌતમે આમ જવાબ આપે. તત્વને નિર્ણય જેનાથી થાય એવા ધર્મતત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે. પ્રથમ તીર્થકરના સાધુઓ સરળ અને જડ હતા. પાછળના તીર્થકરના સાધુઓ સ્વભાવે વક અને જડ છે. વચલા બાવીસ તીર્થંકરના સાધુઓ સરળ અને બુદ્ધિશાળી હતા. તેથી ધર્મ બે પ્રકાર છે. ભગવાન પાર્શ્વનાથ અને તે અગાઉના લેકે સ્વભાવે સરળ અને પ્રજ્ઞાશીલ હતા. તેઓ સરળતાથી દરેક વાતને સમજી શકતા હતા. જેથી તેમની સરળ સમજણ હતી તદનુરૂપ તેમનું આચરણ પણ માયાશલ્યથી શૂન્ય હતું. તેમની સાધના પણ સરળ અને સાત્વિક હતી. આપણે મૂળભૂત આદર્શ એક જ છે જેમાં સંદેહને અવકાશ નથી. તેમાં જે વિવિધતા દેખાય છે તે સમયની બદલાતી સ્થિતિને કારણે છે. લકે કાળ પ્રમાણે બદલાય છે. તેમના વિચારે પણ બદલાય છે. બાહ્યાચાર અને વેષ તે માત્ર લેક–પ્રતીતિ માટે છે. મુકિતનાં સાચાં સાધન તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આ જ કારણ છે કે ભગવાન પાર્શ્વનાથના વખતે નિયમ ઓછા હતા. તે સમયનું જીવન સહજ હતું. અલકને પ્રશ્ન હતું નહિ. આજે તે લોકોના સ્વભાવ બદલાયા છે. તેઓ સરળ અને સહજ રહ્યા નથી. સ્વભાવે તેઓ જટિલ બન્યા છે. તેમના માટે સાધુતાની સ્મૃતિ કાયમ રાખવા વિશિષ્ટ ઉપકરણ અને વિશેષ પ્રકારની વેષભૂષાની કલ્પના કરાઈ છે. સંઘ વ્યવસ્થિત સાધના કરી શકે તે માટે વ્યવસ્થિત નિયમે કરવા પડે છે, જે પાર્શ્વનાથના વખતમાં અપેક્ષિત નહોતા. જગત એક મંચ છે કર્મ બે પ્રકારે થઈ શકે છે. કર્તા થઈને પણ થઈ શકે છે અને અભિનેતા થઈને પણ તે આચરી શકાય છે. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી કર્મથી મુક્તિ મેળવવી અશક્ય - છે. જે માણસ વ્યાપાર કરે છે તે જ કર્મ કરે છે એમ નથી. ભિક્ષુકવૃત્તિ ધારણ કરી ભિક્ષા માંગનાર ભિક્ષુક પણ કર્મથી મુક્ત નથી. જે ગૃહસ્થી જીવન જીવે છે તે કર્મ કરે છે અને જે સંન્યસ્ત જીવન જીવે છે તે કર્મથી મુકત હોય છે એમ પણ નથી. બંનેનાં કર્મો ભિન્ન ભિન્ન સંભવી શકે; પરંતુ એકનું કર્મ તે કર્મ હોય અને બીજાનું કર્મ અકર્મ હોય એમ બની શકે નહિ. કર્મને છેડીને કેઈ ભાગવા માંગે તે પણ તે ભાગી શકતું નથી. કર્મથી મુક્ત થવું
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy