SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર પાલનપેપણ કરી ઊછેર્યો. કુંતીને થયું કે, પેલે કરેડે માઈલ દૂર રહેલે સૂર્ય નજીક, અતિ નિકટ વર્તી થઈને મળે તે સારું. પણ જે સૂર્ય કુંતીના સમાગમ માટે વધારે નજીક આવવા લાગ્યો કે કુંતીથી તેને તાપ સહન ન થે, તે બળવા લાગી. એમ ઈશ્વર પણ પિતાના બધા સામર્થ્ય સાથે, એટલે કે પ્રખર સ્વરૂપ, પરમાત્મભાવ પ્રગટ કરે, તે પણ આપણાથી તે સહેવાય નહિ. તમે જાણે તે છે કે ઘણી વખત જીવને અવધિજ્ઞાન પ્રગટ થાય છે અને ડી ક્ષણોમાં જ તે અંતહિંત પણ થઈ જાય છે. અવધિજ્ઞાન જેટલું અપૂર્ણ પ્રભુતાનું સ્વરૂપ પણ જીવને પચતું નથી અને બીજી બાજુ સૌમ્ય અને શાંત સ્વરૂપે એટલે કે માતા, પિતા, ગુરુજને કે જ્ઞાની પુરુષનાં સ્વરૂપે પરમાત્મા આવીને ઊભું રહે છે તે પ્રભુ ગળે ઊતરતે નથી, તે પ્રભુ ઉપર શ્રદ્ધા થતી નથી. દૂધની બનાવટે જેવી કે, રબડી, દૂધપાક, શ્રીખંડ પચી શકતાં નથી અને દૂધ ભાવતું નથી. આવા માણસને અભાગિયા સિવાય બીજું શું કહી શકાય ? આવી સૃષ્ણ મને દશા જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી સ્વરૂપના દર્શન, પરમાત્મ ભાવની ઝાંખી અશક્ય છે. આ રોગિષ્ટ અને નબળી મને વૃત્તિ જ સ્વરૂપ દષ્ટિમાં અંતરાયરૂપ છે. આવી મનઃ સ્થિતિ જ આત્મજ્ઞાનમાં નડતરરૂપ છે. એટલે સૌથી પ્રથમ આપણી સાથે રહેતા આપણુ આત્મીય જનમાં જે પ્રભુતાનાં દર્શન કરતાં શીખીશું, તેમનામાં પરમ એશ્વર્યાનાં દર્શન કરીશું તો પછી સૂમ અને ગુંચવણભર્યા અટપટા પરમાત્માને પણ ઓળખી શકીશું. પછી રામમાં જેવો પ્રેમ જન્મશે તે જ રાવણમાં પણ દેખાશે. પછી રાવણ તરફને તિરસ્કાર કે ધકકાર ટકી શકશે નહિ. પેલે સૂર્ય કહે છે કે : “અરે, ઊંઘણશી તું ઊંઘને નહિ ત્યાગે તો પણ હું તને જગાડ્યા વગર રહેવાનો નથી.” એમ કહીને પોતાનાં હંફાળાં કિરણે બારીના અવકાશમાંથી મકલી, પિલા ઊંઘણશીને ઉઠાડે છે. વૈદિક પરંપરા સૂર્યને સર્વને આત્મા અને આધારરૂપ પરમતત્વ તરીકે સ્વીકારે છે. “સૂર્ય સાતમા કાતરથુષ' સ્થાવર અને જંગમ જે કંઈ તત્વ છે તેને આત્મા સૂર્ય છે. એટલે કે ચરાચરનો તે આધાર છે. એટલે જ ઋષિઓએ સૂર્યનું “મિત્ર એવું નામ આપેલ છે. મિત્રો જનાર યાતથતિચુવાજ, fમત્રોદાધાર પૃથિવીyતથા આ મિત્ર કેને હાક મારે છે અને તેમને કામ કરવાને પ્રેરે છે. તેણે સ્વર્ગ અને પૃથ્વીને ધારણ કરેલાં છે. ખરેખર સૂર્ય એ જીવનને આધાર છે. વૈદિક પરંપરા તેમાં પરમાત્માને જુએ છે. અને હિમાલયમાંથી એક પ્રવાહ વહી આવતી ગંગા કે જેનાં તીર પર, પિતાનાં રાજ્યોને તૃણવત્ લેખી, ફેંકી દઈને, રાજાઓ તપશ્ચર્યા કરવા બેસી જતા એ ગંગાનાં દર્શનમાં હિન્દુ જગત કેવો આહૂલાદ અનુભવે છે ! દરેક હિન્દુના મનની એક ઊંડી ભાવના હોય છે કે મર્યા પછી મારાં હાડકાં ગંગામાં પધરાવાય અને મરતી વખતે ગંગાજળના બે ટીપાં મારા મોઢામાં પડે! તે બે ટીપાં એટલે હિન્દુ જગતની દષ્ટિએ ખુદ પરમાત્મા મેઢામાં આવીને નિવાસ કરે છે. ગંગા એટલે પરમાત્માની
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy