SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુતાને સાક્ષાત્કાર : ૩૧૯ સૂકમ આત્મતત્ત્વની તો સાવ ઉપેક્ષા થવા લાગી છે. માણસને પેટ પૂરત રેટ ન મળે તો ટેલે રળવાની મોટી ચિંતામાં આત્મા–પરમાત્માની ચિંતા એવાઈ જાય તે સ્વાભાવિક છે. મણે મન ન ા '—આમ ભૂખ્યા માણસનું ધ્યાન પેટથી આગળ ન જાય તે સમજી શકાય તેવી સીધી સાદી હકીકત છે. પેટ ભર્યું હશે તો ભાગ્યે જ પેટની આખા દિવસમાં સ્મૃતિ આવશે. પરંતુ જે દિવસે ઉપવાસ કરીશું તે દિવસે મોટા ભાગના માણસોનું ધ્યાન પેટ ઉપર કેન્દ્રિત હશે. આમ તો સ્વાચ્ય શબ્દને વ્યાકરણસિદ્ધ અર્થ સ્વમાં અવસ્થાન પામવું, સ્વમાં ટકી રહેવું એવો થાય છે. પરંતુ જ્યાં સુધી પગમાં કાંટે વાગ્યે નથી કે જ્યાં સુધી પેટમાં દુઃખતું નથી ત્યાં સુધી પેટ અને પગ તરફ ભાગ્યે જ આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. પગ અને પિટાદિ શરીરના અવયવો આપણી સાથે અભિન્નરૂપે રહેલાં છે પરંતુ તે તરફ ધ્યાન ત્યારે જ જાય છે જ્યારે તે અસ્વસ્થ હોય છે. જ્યાં સુધી માથું દુખતું નથી, ત્યાં સુધી માથું છે એવી કલ્પના પણ ભાગ્યે જ આપણું મનમાં ઊભી થતી હોય છે. એટલે સ્વાચ્ય શબ્દ ખરી રીતે શરીરમૂલક નથી પરંતુ અધ્યાત્મમૂલક છે. અસ્વસ્થ શરીર સ્વમાં ટકવા હંમેશાં અવરોધક અને છે. માણસ જે રોટલાથી આગળ વિચાર ન કરી શકતા હોય તેમાં તેને કશે જ દોષ નથી. કારણ આજે મેટા ભાગના લેકેને પૌષ્ટિક ખોરાક કે પિષક તત્ત્વની વાત તે બાજુએ રહી, પેટ પૂરતું પણ ખાવા મળતું નથી. આજના યુગની જ્યારે આવી સ્થિતિ છે ત્યારે આજના યુગને માટે પ્રશ્ન રેટલાને થઈ પડે છે તેમાં કંઈ જ આશ્ચર્ય નથી. આવા વિષમ યુગમાં આત્મા–પરમાત્માના સંશોધનમાં બુદ્ધિ કયાંથી કેન્દ્રિત થઈ શકે? “શુમુક્ષમાળ: પેન અરતિદતે”—ભૂખથી પીડાએલી વ્યકિત રૂદ્રરૂપ બની ઊભી થાય છે. આપણે જે રૂદ્રના અવતારની વાત કરીએ છીએ તે રૂદ્રાવતાર બીજે કઈ નથી પણ આવા સુધાર્થ માણસને સમુદાય છે. આ સમુદાય જ રૂદ્રાવતાર છે. તેમની સુધાની ઉપશાંતિ માટે જ તરેહતરેહનાં તત્વજ્ઞાન, જાતજાતના વાદ અને નાનાવિધ રાજકારણ ખડાં થયાં છે. આ પ્રશ્ન આજે પ્રાણપ્રશ્ન થઈ પડે છે. કહેવાય છે કે, નાગણનાં કુંડાળામાંથી ઝડપભેર બહાર નીકળી જનાર બચ્ચાં જ બચી જવા પામે છે, બાકીના બધાં નાગણના ભક્ષ્ય બની જાય છે તે જ પ્રમાણે સુધાના આ ભયંકર કુંડાળામાં સપાએલા બધા તેના ભક્ષ્ય બની જાય છે તેમાં કઈ આશ્ચર્ય નથી. મુક્ષિત: fઉં જ પતિ givમ”—ભૂખે માણસ કયું પાપ નથી કરતા? જે ભૂખથી પીડાએલા છે તેઓ બધાં પાપે સરળતાપૂર્વક આચરતા હોય છે. આજના આવા વિષમતા ભરેલા યુગમાં માણસ ઝગડ્યા વગર બે કેળિયા નિરાંતે ખાઈ પણ શકતો નથી. કઈ વાતનો વિચાર કરવામાં પણ આજે પાર વગરની મહેનત થાય છે. આવી વિષમતાભરી સામાજિક સ્થિતિ જે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy