SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂજ્ય ગુરૂદેવ શ્રી પ્રાણલાલજી મહારાજનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર બહુરત્ના વસુંધરા અમાન સૌરાષ્ટ્રની ભૂમિમાં મહાપુરુષે જન્મતા જ રહ્યા છે, યુગ પુરુષ પાકતા રહ્યા છે. સ્થાનકવાસી જૈન સમાજમાં, ગેંડલ સંપ્રદાયમાં, ધર્મ કેસરી તરીકે વિખ્યાત થયેલા એવા પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ, સંતભૂમિ સૌરાષ્ટ્રને સાંપડેલ નરરત્ન છે. શાસનરક્ષક ધર્મ–પ્રાણુને જન્મ વિક્રમ સંવત ૧૯૫૪ના શ્રાવણ વદ પાંચમના ધન્ય દિને, સાગરકાંઠાની હુંફમાં સમૃદ્ધિ સંપન્ન એવા વેરાવળ નગરમાં થયે હતે. સદ્દગુણની શુભતા વીસા એસવાલ વણિક કુટુંબના, ધર્મશીલ–પુણ્યશીલ, પ્રખ્યાત એવા “મીઠાશાહ” ના વંશજેમાંના એક શ્રેષ્ઠી, શ્રી કેશવલાલભાઈ શાહનું એ ત્રીજું સંતાન હતા. માતા કુંવરબાઈના સૌથી નાના પુત્ર, પ્રાણસમ પ્યાર હે ઈ તેનું સાર્થક નામ “પ્રાણલાલ” રાખવામાં આવ્યું હતું. ત્યારે કેને કલ્પના હશે કે આ પુણ્યાત્મા–પ્રાણલાલ “શાસન-પ્રાણ” બની, ગંડલ સંપ્રદાય માટે, પ્રાતઃ સ્મરણીય તરીકે ગૌરવ અને શેભા પામશે ! ગોંડલ ગચ્છાધિપતિ, પ્રાતઃસ્મરણીય પૂજ્ય આચાર્ય પ્રવર બા. બ્ર. શ્રી ડુંગરસિંહજી સ્વામીના પદાર્પણથી ધર્મક્ષેત્ર તરીકે વિકાસ પામેલ વેરાવળની પુણ્યભૂમિમાં સંતે અને સાધ્વીજીઓનું સતત આવાગમન અખંડ હતું. વિ. સં. ૧૫૬ માં પૂજ્યશ્રી જયચંદ્રજી મહારાજનું ચાતુર્માસ વેરાવળ મુકામે થયેલું. માતા કુંવરબાઈ ધર્મશ્રદ્ધા અને ગુરુભકિતથી ભરપુર હે પિતાના બાળ “પ્રાણુ સાથે નિયમિત ગુરુદર્શને જતાં. એ વખતે હાથ જોડી નમસ્કાર કરતાં શિશુ “પ્રાણે ગુરુદેવના હૃદયને લુંટવા માંડયું હતું. આ ચાતુર્માસ દરમ્યાન જ, (૧) ભવ્ય માતા (૨) મહાન ગુરુદેવ અને (૩) સમર્થ બાળને ત્રિવેણી સંગમ રચાતાં, ધર્મ ભૂમિમાં અંકુર ફૂટ હતું, ત્યારે કોને ખબર હતી કે આ અંકુર વિરાટ વૃક્ષમાં પરિણમી પિતાના શીતળ છાંયડાથી શાસનની ઉદ્યોતના કરશે! પાંચ વરસની ઉંમરે વેરાવળમાં જ અભ્યાસને આરંભ કરનાર પ્રાણલાલે ૧૩ વર્ષની ઉંમરે શાળામાં છે ગુજરાતી અને બે અંગ્રેજી ધોરણ સુધીને તેમજ જૈનશાળામાં સામાયિક, પ્રતિક્રમણ, અર્થ સાથે છકાય, નવતત્વ, ગતાગતિ, લઘુદંડક વગેરે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું. પરંતુ એ પછી હૃદયની ભાવનાને પોષણ મળતાં તેમને ધર્મજ્ઞાન પ્રત્યે ખૂબ જ આકર્ષણ થયું. જેમ ઊગતે રેપ પિતાના ક્ષેત્રમાં સ્થિર થવા મૂળિયાં ફેલાવે તે રીતે તેમણે બુદ્ધિબળના મૂળ ફેલાવી પિતાના જ્ઞાનવૃક્ષને સમૃદ્ધ બનાવવા માંડયું, પરંતુ તેમના જીવનને આનંદમય શાંતિકાળ પૂર્ણ થયે હતા. પંદર વર્ષની ઉંમરે હેતાળ માતાને વિગ થતાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy