SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વદ્વાતીત ધર્મ : ૩૧૫ નહિ ! આ વાત તમને ઊંધી લાગે તેવી છે, તમારે ગળે ઝટ ઊતરે એવી આ વાત નથી. તેમાં મારા જેવાને મઢેથી આવી વાત સાંભળતાં તમને આશ્ચર્ય થતું હશે; છતાં મજાની વાત એ છે કે, સાધુઓના અહંકારની ત્યારે જ પરિપુષ્ટિ થાય છે જ્યારે તેની આસપાસ અસાધુઓને સમાજ હોય છે ! શ્રીમતની શ્રીમંતાઈની ચમક અને દમક તેમની ચારે કોર ગરીબીમાં બડેલા જે ગરીબ છે તેની સાથે જોડાએલી છે ! એક ભવ્ય બંગલાનું મહત્ત્વ તેની ચારે બાજુ રહેલી મઢુલીઓને આભારી છે ! બંગલાને રસ બંગલામાં વસતા શ્રીમંતેના સુખની કીડામાં નથી, પરંતુ બંગલાની આસપાસમાં રહેલી કુટીરે છે તેની અંદર વસતા ગરીની ગરીબીની પીડામાં છે. લાઓસૅની દષ્ટિમાં ધર્મ ત્યાં છે જ્યાં શુભ પણ નથી અને અશુભ પણ નથી. ત્યાં દ્વન્દ્ર છે ત્યાં ધર્મ સંભવિત નથી. નૈતિક અને ધાર્મિક ચિંતનમાં આ જ બુનિયાદી ભેદ છે. નૈતિક ચિંતન સદા જીવનને બે ભાગમાં વિભાજીત કરે છે. તે જીવનના એક ભાગને સમાનથી સન્માનિત અને પુરસ્કારથી પુરસ્કૃત કરે છે તે જીવનના બીજા ભાગને અપમાનથી અપમાનિત અને નિંદાથી નિંદિત કરે છે. જીવનના એક ભાગને પરિપુષ્ટ અને વર્ધિત કરે છે. તે બીજા ભાગને દીન હીન અને નિર્બળ બનાવે છે. પરંતુ નૈતિક જીવનનું આ વિભાજન અને તેના પરિણામે એકને જે આદર અને બીજાને જે અપમાન મળે છે, તેનું આંતરિક રહસ્ય અહંકારમાં સમાએલું છે. ખોટું બોલવું નિદિત છે એટલે આપણે કહીએ કે ખોટું બેલનારની કશી જ પ્રતિષ્ઠા રહેતી નથી. કેમાં જ્યારે તેનું અસત્ય પકડાઈ જાય છે ત્યારે તે અપમાનિત બને છે, તેની કિંમત કેડીની થઈ જાય છે અને લેકે તેને નફરતની દષ્ટિએ જેવા લાગે છે. જે સત્ય બોલે છે તેને લોકે સન્માને છે, સમાજમાં તેની પ્રતિષ્ઠા વધે છે, પુષ્પમાળાઓથી તેનું સ્વાગત થાય છે અને તેની શોભાયાત્રા અને વરઘોડાઓ નીકળે છે. આલેકમાં તેને યશ અને કીર્તિ મળે છે તેમજ પરલોકમાં તે સ્વર્ગને અધિકારી બને છે. સારાંને સ્વર્ગ અને બૂરાને નરક, પાપનું ફળ દુખ અને પુણ્યનું ફળ સુખ–આ બધું, આ રીતે પ્રતિપાદિત કરવા પાછળની નિષ્પત્તિ કે ફલશ્રુતિ શી છે? આ બધું કરવા પાછળનું રહસ્ય તમને સમજાય છે? આમ કરીને આપણે ખરાબ માણસના અહંકારને આઘાત પહોંચાડીએ છીએ અને સારા માણસના અહંકારની પૂર્તિ અને પુષ્ટિ કરીએ છીએ. નીતિશાસ્ત્રની આખી ઈમારત અહંકારના પાયા ઉપર આધારિત છે. એટલે નીતિશાસ્ત્રનું પણ એ જ પ્રશિક્ષણ રહ્યું છે કે અહંકારની પુષ્ટિ ઇચ્છતા હો તે સારા થાઓ. અન્યથા અહંકાર ઘવાઈ જશે, એવાઈ જશે અને વિલીન થઈ જશે. જ ભલાઈ અને બુરાઈની પાર પહોંચી જાય છે તેના પતનનું કઈ કારણ રહેતું નથી. પછી તે સ્વભાવમાં આવી જાય છે કે જ્યાં નથી કોઈ પતન કે નથી કેઈ ઉત્થાન ! તે નથી પડતે ખીણમાં કે નથી ચડતે પર્વતની ટોચે! તે જીવનની એવી સમતલરેખા ઉપર આવી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy