SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય જય–માણેક-પ્રાણગુરુ ગુણ પ્રશસ્તિ ગુણાષ્ટકમ્ શ્રી જિનશાસને દ્ધારક આચાય પ્રવર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી પૂજ્ય શ્રી ડુગર. ડુજી મહારાજ સાહેબના ગોંડલ સપ્રદાયાનુંયાયી જિનશાસન પ્રભાવક સૌરાષ્ટ્ર કેસરી ચારિત્ર ચૂડની ખા. બ્ર. પૂજ્ય શ્રી જય-માણેક-પ્રાણુ ગુરુદેવશ્રીનું ગુણાષ્ટકમ્ રણિ જેમને વાણી ઉપર મહાન કાણુ હતા, સેવામાં અદ્વિતીય નિષ્ઠાવંત, આત્મધર્મીમાં રુચિવાળા અને જેમણે માસખમણુ આદિ પુષ્કળ પ્રમાણમાં તપશ્ચર્યાએ કરી હતી એવા મહાન તપસ્વી પૂજ્ય મુનિરાજ શ્રી જયચંદ્રજી સ્વામી સદા વંદનીય છે. તે કાળમાં જેએ જૈનધર્મના પ્રથમ પકિતના ઉપદેશક, પ્રવચન-કલામાં કુશળ, મધુરભાષી, સ્વપરના કલ્યાણને સાધનાર, સ્યાદ્વાદ શૈલીથી પદાર્થોનું વિવેચન કરવામાં બહુ નિષ્ણાત અને વિદ્વાન હતા તે આત્માર્થી, તપસ્વી પૂજય શ્રી માણિકયચંદ્રજી સ્વામી નિત્ય વંદનીય છે. આચાય પ્રવર પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબના સમુન્નત ગચ્છમાં દેદીપ્યમાન (તેજથી ઝળહળતા) સૂર્યના સમાન રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્ર)ના પરમ આરાધક, ચારિત્ર ચૂડામણિ જયચ`દ્રજી મહારાજ સાહેબના ગુરુભાઇ શ્રી તપસ્ત્રી ચારિત્ર ચૂડામણિ માણેકચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય સંયમ અને તપના તેજથી દેદ્દીપ્યમાન ગુણ્ણાના સાગર શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ ગુરુદેવને હું. ભકિતપૂર્ણાંક વદના કરુ છું. ॥ ૧ ॥ સભ્યજ્ઞાન દર્શન ચારિત્રની સુવાસથી જેનું ચિત્ત સુવાસિત અને પવિત્ર બનેલ છૅ. જે સર્વ જ્ઞાપષ્ટિ ધર્મનો ઉપદેશ દેવામાં કુશળ છે, મુકિત મારૂપ વરદાન દેનાર મુનિએમાં શ્રેષ્ડ સૌરાષ્ટ્ર કેસરી” પદના ધારક, મહાજ્ઞાની ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભકિતપૂર્ણાંક વંદના કરું છું. ॥ ૨ ॥ નિલ જ્ઞાનના પુંજ, પરમ વિશુદ્ધ, મિથ્યાત્વરૂપી નિખિડ (ગાઢ) અંધકારનેા નાશ કરવામાં સભ્યજ્ઞાનરૂપી કિરણેાથી ઝળહળતા સૂર્યના સમાન એવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભકિતપૂર્ણાંક વંદના કરું છું. ॥ ૩ ॥ આલ્યકાળ (બચપણુ)માં પણ જ્ઞાનપૂર્વક આપની સંયમ રુચિ આપના અટલ (દૃઢ) ઉચ્ચ પુરુષાર્થ અને પૂર્વ સંચિત સ`સ્કારાને સૂચિત કરતી હતી અને આજ કારણથી આપના સમ્યજ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રય વિશુદ્ધ રૂપથી પ્રગટ થયેલું હતું એવા ગુરૂદેવ શ્રીપ્રાણલાલજી મહારાજ સાહેખને ભાવયુક્ત વંદન કરું છું. ॥ ૪ .|
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy