________________
૨૯૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
અને આવશ્યકતાઓમાં પણ મર્યાદાની લક્ષ્મણુરેખા આવશ્યક છે. આવશ્યકતાઓના નિરથ ક વધારા મનને અસ્તવ્યસ્ત બનાવી દે છે. એટલે અનિવાય અને અપરિહાય જરૂરિયાત સિવાય જીવનમાં અનાવશ્યક વસ્તુઓના ખોટા પ્રવેશ ન થઈ જાય તે માટે સતત કાળજી રાખવી જરૂરી છે. ખાનપાન અને ઊંઘની પ્રવૃત્તિએ નિષ્કારણુ વધી જવા ન પામે તે મનની એકાગ્રતા માટે પરમ આવશ્યક છે. ખાનપાનની અનિયત્રિત છૂટ અને ઊંઘની અનિયમિતતા તમેગુણના પાષક સહુચરા છે. બધા અનર્થી જિહવાના અનિયમનમાંથી જન્મે છે. આહારની અધિકતા ઊંઘ સાથે નિકટના સંબધ ધરાવે છે. આહાર અને ઊંઘના સનાતન ભાઇચારા છે. માટે ઇન્દ્રિયાની લગામ તમારા હાથમાં સલામત રહે તે માટે પ્રયત્ન કરો. સદા અનિરીક્ષણ કરી કે ખાનપાનમાં હું ભૂલ તા નથી કરતા ને ? ઊંધની મર્યાદા કરતાં વધારે નિદ્રાને પ્રશ્નય તેા નથી આપતા ને ? આંખા અને બીજી ઇન્દ્રિયા પદાર્થોમાં લાલુપ થઈ પોતપતાના અભીષ્ટ વિષયને ગેતવામાં આમતેમ વગર લગામે ભટકતી તેા નથીને ? આ રીતે કાળજી અને ઝીણવટભરી દૃષ્ટિથી આત્મ-નિરીક્ષણ કરનાર મનુષ્ય મનની એકાગ્રતા સાધી લે છે.
ઇન્દ્રિયા આપણી માલિક નથી પરંતુ આપણે ઇન્દ્રિયાના માલિક છીએ, એ સત્ય ભૂલાઇ ન જવું જોઇએ. ઇન્દ્રિયા ઉપર સદા ધાક રહેવી જોઇએ કે તેઓ જરાપણ આડી અવળી ચાલશે તો અંદર અદૃષ્ટ બેઠેલા માલિક તેમને અમર્યાદિત સજા કર્યાં વગર રહેશે નહિ.
શુભ દૃષ્ટિ : બધામાં પરમાત્મભાવ જોવાની અલૌકિક અને વાસ્તવિક વૃત્તિ જ્યાં સુધી જન્મશે નહિ ત્યાં સુધી મન સદા ખીજાથી ભયગ્રસ્ત રહેવાનું. ભયથી આકુળવ્યાકુળ બનેલા આત્માના ચિત્તમાં એકાગ્રતા સાધી શકાય નહિ. આપણી દૃષ્ટિમાં આખી સૃષ્ટિ મોંગલમય અને પરમાત્મા રૂપ ભાસવી જોઇએ. આપણી જાત ઉપર આપણને જેટલાં વિશ્વાસ અને શ્રદ્ધા હાય તેટલાં જ જગતના બીજા બધા જીવા ઉપર પણ હાવાં જોઇએ. આમ થાય તે પછી કાઇથી આપણને ભય પામવાનું કે આપણાથી કેાઈ ને ભય પામવાનુ રહેશે નહિ.
આપણી અને આપણા જેવા ખીજા જીવાની સ્થિતિ જુદી જ જાતની છે. જેમ આપણાથી ભિન્ન એવા મીજા બધા જીવાથી આપણે ભયત્રસ્ત છીએ, તેમ બીજા જીવા આપણાથી ભયત્રસ્ત, ખિન્ન અને પરેશાન છે. નાનાં નાનાં કીડી મકાડાથી લઇ, સિહુ જેવા બળવાન પ્રાણીઓની આ જ સ્થિતિ છે. સિંહના હૃદયને પણ આપણા કરતાં કઇ છે। ભય નથી. તે પણ ચાર ડગલાં ચાલી. ચારે બાજુ જોઈ લે છે કે, મારુ ભક્ષણ કરવા તે કોઈ આવતું નથી ને ? હિંસક વૃત્તિવાળા ખીજાથી હિંસિત થઈ જવાના ભયથી અભય બની શકતા નથી. બિલાડા, કાગડા, કૂતરાની આંખા હ ંમેશાં એક સરખી ફર્યા જ કરતી હાય છે. તેમનાં મનમાં એક ક્ષણની પણ સ્થિરતા નથી. તેમની દૃષ્ટિ સદા એબાકળી હોય છે. આ બધાનાં કારણેાની આંતરિક ગવેષણા કરવી આવશ્યક છે. મારી સમજણ પ્રમાણે તેા સૃષ્ટિ તે જેવી છે તેવી જ છે, તેવી જ