SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર લેાભી અને લેભાગુ પાસે હું પહેાંચી ગયા ! આ કારણે તેમણે એક જ પદ્ધતિ રાખી હતી કે ભેટ આપનાર પાસેથી કદી ભેટ ન લેવી. કબીરજીના પુત્રનું નામ કમાલ હતું. કમાલ ખરેખર કમાલ જ હતા. તેણે કશ્મીરની માફક એક જુદી જ મઢુલી બનાવી હતી. બાપ અને બેટા અને ઇશ્વરપરાયણ હતા પણ તેમના વિચારમાં કયારેક મતભેદો જાગી પડતા અને ઝંઝટ ઊભી થઇ જતી. એક પ્રસંગે એક ચાલતી ચક્કીને જોઇ કખીર રડવા લાગ્યા. કારણ ઘંટીનાં એ પડની વચ્ચે જે સપડાઇ જતું મધુ પિસાઇને લાટ થઈ જતું હતું. પરંતુ કમાલ આ ચકકીને ચાલતી જોઇ હસવા લાગ્યા. કબીર કરતાં તેની આ એકદમ વિરોધી રીત હતી. ઘઉંટીનાં બન્ને પડો દાણાઓને પીસી તે રહ્યાં હતાં પરંતુ જે દાણાઓ વચલા દંડના આશ્રય લેતા હતા તે અખંડ ખેંચી જતા હતા. એ સત્યા વચ્ચેનું આ ઘણું હતું. બન્ને પોતપોતાની રીતે સાચા હતા. પરંતુ અકારણ આવી કઠિનાઇઓ ઊભી થઈ જવા પામતી. એટલે કબીરે કમાલને અલગ કુટીર બનાવી અલગ રહેવા સલાહ આપી. કમાલની સ્થિતિ કશ્મીરથી ઊલટી જ હતી. કમાલને ત્યાં જે કોઇ સત્સંગ કરવા આવતુ તે કંઇ ને કંઇ ભેટ ધરીને જતું. કમાલ પણ તે ખુશીથી સ્વીકારી લેતા. તે માનતા કે ભેટ સ્વીકારવાથી આપનારના અંતરાત્મામાં સંતોષ અને આન ંદનાં પુષ્પો ખીલી ઊઠે છે ! • કમાલ આમ છતાં કબીરના શિષ્યાથી આ વાત સહન ન થઈ. તેઓ કહેવા લાગ્યાઃ ભારે લાલચુ છે. તે કાંઈ ફકીર નથી કે બધાંની ભેટ ખુશીથી સ્વીકારી લે છે.’એક વાર કાશી નરેશ કબીરને ત્યાં આવ્યા. કશ્મીરના શિષ્યા ગભરાઈ ગયા. રખેને પાસેની મઢુલીમાં તેએ ચાલ્યા ન જાય તેની તેએ ચીવટ રાખવા માંડયા ! એટલે શિષ્યા રાજાને સીધા કબીર પાસે લઇ જવા લાગ્યા. ત્યારે રાજાએ કહ્યું: ‘કમાલની કુટિયા પણ પાસે જ છે; એટલે તેને પણ મળી લઇએ.’ શિષ્યાએ કહ્યું: તે માણસ બરાબર નથી. તે ભારે લાભી છે. તે સત્સંગ કરવા જેવા નથી,’ રાજાએ કહ્યું: ભલે પણ તેની પણ પરીક્ષા કરી લઇએ.’ 6 રાજા કમાલ પાસે ગયા. હાથમાંથી એક કીમતી હીરાની વીંટી કાઢી ભેટ ધરી. કમાલે કશા જ ખચકાટ વગર તેને સ્વીકાર કર્યો. લાખાની કિંમતની તે વીંટી હતી. કમાલને આટલી સહજતાથી વીંટીના સ્વીકાર કરતાં જોઈ, રાજાના પણ આશ્ચયના પાર ન રહ્યો. ફકીરી અને વીંટી વચ્ચે કેાઇ તારતમ્યતા કે સંગતિ દેખાતી નહેાતી. રાજા જરા ચમકયે. વીટી ઘણી કીમતી હતી એટલે તેને પાછી લઈ લેવાની પણ તેમને મરજી થઈ. છતાં આખરુ જવાની બીકે તેઓ તેમ કરતાં અચકાયા. રાજા વિચારવા લાગ્યાઃ ‘કબીરના શિષ્યાએ સાચી જ સલાહ આપી હતી. હું ખરેખર છેતરાઇ ગયા! પરંતુ હવે થાય શું ?' રાજાના આવા ક્ષેાભ કમાલની નજર બહાર ન રહ્યો. તે એલી ઊઠચેા : વીટી આપવી જ હાય તે। મનમાં તેને ખચકાટ શે?” રાજાને આ સાંભળી સકાચ તા થયા પણ તે ખેલ્યાઃ ‘વીંટી કયાં મૂકું ?” કમાલે કહ્યું: તમારી મરજી પડે ત્યાં મૂકો.’
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy