SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ : ભેદ્યા પાષાણુ, ખલ્યાં દ્વારા થાય છે. તેમનું વ્યક્તિત્વ ફૂલ જેવું હોય છે. તેમની મુખમુદ્રા પરથી તેઓ અપાર સંપત્તિના ધણી હોય તેવા દેખાય છે. પરંતુ જેને સાધારણ જનસમાજ સંપત્તિ કહે છે, તે કહેવાતી સંપત્તિને તે અવશેષ પણ તેમનાં મુખ પર હોતું નથી અને જેમની પાસે આવું બધું છે તે વિપત્તિમાં ઘેરાએલા દેખાય છે. સાચા સંન્યાસી સંપત્તિને પગનાં પગરખાં માની ચાલે છે. પાદુકાની માફક તેને ઉપયોગ ધર્મકાર્યોમાં અવશ્ય કરાવી લે છે, પરંતુ તે પગરખાને પિતાનાં માથા ઉપર રાખીને ચાલતા નથી. આજથી લગભગ ૧૪૦૦ વર્ષ કરતાં પણ વધારે જૂની વાત છે. ચીન તે તે સમયે ક્યારનુંય બૌદ્ધધર્માવલંબી થઈ ગયું હતું. ભારતમાંથી વિલુપ્ત થએલે બૌદ્ધધર્મ ચીન, જાપાન અને લંકામાં પલવિત થયે હતે. એકવાર ચીનના સમ્રાટે ધિધર્મ નામના બૌદ્ધ સાધુને પિતાના દેશમાં નિમંત્ર્યા. તે ભારે વિચિત્ર સંત હતા. જ્યારે તે ચીન ગયા ત્યારે પિતાની એક પાદુકાને તેમણે માથા ઉપર રાખી અને બીજી પાદુકાને પગમાં પહેરી, તેમણે ચીન દેશમાં પ્રવેશ કર્યો. સાધુ બોધિધર્મની ભારે પ્રતિષ્ઠા હતી. આ એમની ખ્યાતિ માત્ર ભારત સુધી જ સીમિત નહોતી, એટલે ચીન દેશના લકે એમનાં દર્શન માટે ઉત્સુક હતા. એમનાં જ્ઞાનને સાંભળવાની તેમને ભારે તૃષા હતી. ઠેક ભારતથી તેઓ પોતાના દેશમાં આવતા હતા એટલે ચીનના લોકોને પણ તેમના વિષે ભારે ઉત્સુક્તા અને આતુરતા હતી. સમ્રાટ પિતે તેમનું સ્વાગત કરવા સામે આવ્યા હતા. સૌ આ અનુઠા સંતનાં દર્શન કરવા અને તેમની વાણી સાંભળવા ઈ તેજાર હતા. પરંતુ જ્યારે લોકેએ, એક પાદુકા તેમના માથા પર અને બીજી પાદુકા તેમના પગમાં જોઈ ત્યારે સૌ આશ્ચર્યમાં પડી ગયા. સમ્રાટ પણ ભારે વિસ્મયમાં પડી ગયા. બોધિધર્મને જોઈને સૌને વિસ્મિત થયેલાં જોઈ, શિષ્યને પણ ભારે ક્ષોભ થયો. આ સ્થિતિ સૌને માટે અસહ્ય હતી. આ વિશ્વવિકૃત અને અસાધારણ સંત આવી સ્થિતિમાં આ રીતે ચીન દેશમાં પ્રવેશ કરે, તે વાત બાદશાહને પણ ભારે ઝાંખપવાળી લાગી. એકાંત અને અવસર મળી જતાં સમ્રાટે તેમને માથા પરથી પાદુકા ઉતારી લઈ બીજા પગમાં પહેરી લેવાની વિનંતિ પણ કરી. લેકને થયું, આ તે સાધુ છે કે કઈ ગાંડ માણસ? કારણ સામાન્ય રીતે જેડાં તે પગમાં પહેરાય. એક પગરખાને માથા ઉપર મૂકી, બીજાને પગમાં પહેરી, ચીનમાં પ્રવેશ કરવાની આ સંતની આ રીત સૌના આશ્ચર્યને વિષય બની ગઈ ! બાદશાહે પણ નમ્રતાપૂર્વક અરજ ગુજારીઃ “પ્રભે! આખા દેશમાં આપને માટે ભારે પ્રચાર કરવામાં આવ્યો છે. આપના અપ્રતિમ જ્ઞાન માટેની અસાધારણ ઉદ્ઘેષણ પણ કરવામાં આવી છે અને આપ આ શું કરી રહ્યા છે ? આપની આ રીતથી તે લેકે સમજશે કે, આ માણસ જ્ઞાની નથી, કેઈ પાગલ છે. આ સાંભળી બેધિધર્મો સમ્રાટને કહ્યું: “પગરખાને જે મેં માથા ઉપર મૂકયું છે તે તમને અનુલક્ષીને, એટલે કે સંપત્તિ પરત્વેની તમારી આંતરિક વૃત્તિને બતાવવાના પ્રતીક તરીકે મૂકેલ છે; અને જે પગમાં પહેરેલ છે તે મારી પિતાની સંપત્તિ વિષેની પ્રતીતિના પ્રતીક રૂપે છે. સાધુ પુરુષની દ્રષ્ટિમાં સંપત્તિનું મહત્વ પગના પગરખાંથી વધારે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy