________________
પર્યુષણ મહાપર્વ : ૨૫૫ છીએ. મંદિર અને તીર્થસ્થાનમાં મોટા અક્ષરેમાં મોટા મોટા સાઈન બેડ લગાડેલાં હોય છે. મહેરબાની કરી જેડા બહાર જ ઉતારે! ચામડાની ચીજે સાથે પ્રવેશ નિષિદ્ધ છે! કૂતરા કે એવા કેઈ પાલતુ જાનવરેને લઈ પ્રવેશ કરશે નહિ ! સ્નાનાદિ કરી શુદ્ધિપૂર્વક જ પ્રવેશ કરી શકાય છે–આ બધા નિયમની રક્ષણ દીવાલે રચી, દેવળના દેવની દિવ્યતા સુરક્ષિત રાખવાના આપણા પ્રયત્ન હોય છે. પરંતુ તેને બદલે જે એવા નિયમેની સુરક્ષા રચવામાં આવે કે મનના ઉકરડા અને ગંદકી સાથે પ્રવેશી, આ દેવળની દિવ્યતા અભડાવશે નહિ! રાગ, દ્વેષ અને ઈષ્યના વાતાવરણથી સંસ્કૃષ્ટ વ્યકિતને પ્રવેશ નિષિદ્ધ છે! સ્ફટિક અને અરીસા જેવા નિર્મળ મનથી જ અત્રે પ્રવેશ કરી શકાય છે! તે હું માનું છું કે, તીર્થસ્થાને કે ધર્માલયમાં વિરલ વ્યક્તિઓને જ પ્રવેશ સંભવ બને. ચામડાની વસ્તુઓ કે જેડાએથી ભગવાન અભડાય છે કે નહિ તે તે ભગવાન જાણે, પરંતુ રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને અસૂયાથી ભરેલાં માનસવાળાથી ભગવાન જરૂર અભડાય છે. આવા માણસને ભગવદ્ દર્શન થતાં નથી એ એક સુસ્પષ્ટ હકીકત છે. હું બાહ્ય એટલે કે શારીરિક શુદ્ધિ કરતાં માનસિક શુદ્ધિ પર વધારે ભાર આટલા માટે આપી રહ્યો છું કે, જે મનની ભૂમિકા શુદ્ધ, પવિત્ર અને સરળ હશે તે ભકતના નાના હૃદયમાં પણ વિરાટને પ્રવેશ આસાન બનશે.
મનથી આગળ વધ્યા પછી જ આત્માનું દર્શન શક્ય બને છે આ વાત નિઃસંદેહ અને નિરપવાદ છે. આમ છતાં, જ્યાં સુધી આપણે મને જગતમાં ઊભાં છીએ, મનને પાર જવા માટે પણ મનને જ ઉપગ કરવો પડશે. દાખલા તરીકે, તમે આ વ્યાખ્યાન સભામાં આવ્યા છે. આ વ્યાખ્યાન હોલમાં તમે પ્રવેશ કર્યો છે. તે પ્રવેશ ચાલીને કર્યો છે. એટલે એમ પણ પણ વિચારી શકે કે, આ વ્યાખ્યાન હાલમાં હું પ્રવેશ્યા હતા ત્યારે ચાલીને આવ્યા હતા. હવે મારે વ્યાખ્યાન હેલની બહાર જવું છે, પણ બહાર નીકળવા માટે મારે ચાલવું જરાપણું ન જોઈએ, કેમકે ચાલીને તે હું આ હોલમાં પ્રવેશ્યા હતે ! પરંતુ આમ બનતું નથી. વ્યાખ્યાન હોલમાંથી તમારે બહાર નીકળવું હશે તે તમારે થોડું તે ફરી વ્યાખ્યાન હેલમાંથી ચાલવાનું જ રહેશે. અન્યથા બહાર જઈ શકવું અશકય થશે. અંદર આવતી વખતે જેટલું ચાલવું પડયું હતું તેટલું જ બહાર નીકળતી વખતે પણ ચાલવું જ પડશે. ફેરમાત્ર મોઢાની દિશાને પડશે. જ્યારે તમે પ્રવેશ્યા હતા ત્યારે દરવાજા તરફ વાસે હતા અને દીવાલ તરફ મોટું હતું, હવે જતી વખતે દીવાલ તરફ પીઠ હશે અને દરવાજા તરફ મોઢું થઈ જશે ! પરંતુ વ્યાખ્યાન હેલમાંથી તમારે ચાલવું તે એટલું જ પડશે જેટલું તમે અંદર પ્રવેશ્યા ત્યારે ચાલ્યા હતા ! અન્યથા બહાર નીકળવાને કશે જ ઉપાય નથી.
મનથી બહાર જવા માટે પણ મનને એટલે જ ઉપયોગ કરવો પડે છે એટલે મનની અંદર જવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ મનની અંદર જવા માટે જે વ્યક્તિ મનને શ્રમ કરે છે, તેને માટે મન અજ્ઞાનને આધાર બની જાય છે અને મનની બહાર નીકળવા