SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પયુ ષણ મહાપર્વ : ૨૫૩ દીપાવલીના દિવસે નફા છેટાને હિસાબ આપણે રાખતા હોઈએ છીએ. રૂપિયાની આવક જાવક તેના કેન્દ્રમાં રહે છે. આ વર્ષે કેટલું કમાયા તેનું સરવૈયું કઢાય છે. પરંતુ પર્યુષણના દિવસનું સરવૈયું રૂપિયા આના પાઈ સાથે સંબંધ ધરાવતું નથી. પર્યુષણને સીધે સંબંધ આત્માની સાથે છે કે જ્યાં અપાર સમૃદ્ધિ, અક્ષય ઐશ્વર્યા અને અનેરા આનંદના સાગરે છે. એટલે આ દિવસેમાં આપણે આત્મિક સમૃદ્ધિના ગુણે કેટલા પ્રમાણમાં કેળવ્યા ? ધર્મમાં કેટલા ઊંડા ઊતર્યા? વગેરેના સરવાળા બાદબાકી કરવાના છે. આંતનિરીક્ષણ અને પરીક્ષણ માટેનું આ પર્વ છે. પ જવા પાછળ ઘણું માર્મિક રહસ્ય રહેલાં છે. માણસોના માનસ સદા ઉત્સાહ, પ્રેમ, આનંદ અને ઉમળકાથી ઊભરાતાં રહે એ આવા પર્વોની યેજના પાછળની મીઠી ભાવના છે. એ જ કારણે પર્વો ભલે લૌકિક હોય કે કેત્તર, પરંતુ બાહ્ય અને આત્યંતર આનંદને વિસ્તારવાના અને વિકસાવવામાં તે પ્રબળ સાધન બની જાય છે. લૌકિક પર્વે બાહ્ય શુદ્ધિની મૂળભૂત ભૂમિકાને અનુલક્ષી નિર્માણ થયાં છે. લૌકિક પર્વોનાં મૂળમાં ત્રણ આંતરિક કારણો અન્તનિવિષ્ટ છે. કેટલાંક પર્વે માણસના આંતરિક ભયમાંથી જમ્યા છે તે કેટલાક ભવિષ્યનાં આકર્ષણે અને લાલસામાંથી પ્રાદુર્ભાવ પામ્યા છે. વળી કેટલાક આંતરિક અને વૈજ્ઞાનિક કારણોની સમજના અભાવે વિસ્મય અને આશ્ચર્યમાંથી ઉદ્દભૂત થયા છે. આ બધાંને સંક્ષેપમાં ગ્ય રીતે સમજી લેવાં જરૂરી છે. તદ્દનુસાર નાગપંચમી અને શીતળા સાતમ જેવા પનાં કેન્દ્રમાં માણસની ભયવૃત્તિની પ્રધાનતા છે. નાગ ઝેરી પ્રાણી છે. આપણા દેશની વનસંપદા ઘણી એશ્વર્યવાળી હતી. ઘાટાં જંગલો હતાં. સર્પોના ઉપદ્ર તે સામાન્ય હતા. એટલે સર્પ કરડવાને કારણે માણસેના અકાળ મૃત્યુ થતાં હતાં. તેથી નાગને દેવતા તરીકેની પ્રતિષ્ઠા આપી, નાગપંચમીનો એક દિવસ નાગપૂજા માટે નિર્ધારિત કર્યો. “લકરની પાછળ ફકીર–એ કહેવત અનુસાર આ પરંપરા આજના વૈજ્ઞાનિક અને બુદ્ધિજીવી યુગમાં પણ અનુસરતી રહી છે. સર્પ એક સામાન્ય પ્રાણી છે, આમ છતાં ચાલ્યા આવતા સંસ્કારના અવશે, આજે પણ તેમાં દેવત્વનું આરોપણ કરવા આપણને લલચાવે છે, અને મૃત્યુની ભયગ્રંથિ આ વહેમને જીવતે જાગતે રાખે છે. નાગપંચમીની જેમ વાત કરી તેમ શીતળા સાતમના સંબંધની પણ વાત છે. એક યુગ હતું કે જ્યારે લેકે સીધા અને સરળ હતા. એકાએક તાવમાંથી મેટા ફેડલા થઈ જાય, ક્રમશઃ તે વધતા જાય અને આઠમે દિવસે તે પાછા સમાઈ જાય અને બાળકનું શરીર તેને કારણે કદરૂપું પણ થઈ જાય. ગરમીને આ પ્રકોપ પ્રકૃતિદત્ત હતો. પરંતુ બાળકોને ટપોટપ મરતાં અને આંધળાં થતાં જોઈ, દૈવી પ્રકેપના એક ભાગ તરીકે શીતળા દેવીની સ્થાપના થઈ. અને શીતળા સાતમના નામે પ્રચલિત થએલી તે પૂજા આજે પણ એવી ને એવી રીતે ચાલી રહી છે. આ તહેવારનાં મૂળમાં મૃત્યુ અને આંધળા થઈ જવાની દૈવી પ્રકોપની ભયગ્રંથિ છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy