SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-મહિમા : રર૯ માગે એ સ્વાભાવિક છે. એમાં કશું નવું નથી, પરંતુ અહીં તો સુદામા એવી વિશિષ્ટતમ સ્થિતમાં છે જે સ્થિતિમાં બુદ્ધની ભિક્ષાવૃત્તિ-પ્રેમ સદા શું નથી કરી શક્યો તેને હિસાબ રાખે છે. સામી વ્યકિત પાસે પ્રેમ ગમે તેટલું હોય, છતાં તે દેવા માટે જ આતુર હોય છે. સુદામા શરમના માર્યા પોટલી છુપાવવા પ્રયાસ કરે, કૃષ્ણ તે ગોતી કાઢે, અને ભર દરબારમાં સૌના દેખતાં તાંદુલ આરોગવા માંડે, અમૃત રસને આસ્વાદ માણે, આમ પ્રેમને પારખવા માટે અને સમજવા માટે સુદામા અને કૃષ્ણ જેવાં હૃદય જોઈએ. સત્સંગ મહિમા સામાન્ય જનસમાજની લૌકિક દ્રષ્ટિમાં કેન્સર વ્યક્તિત્વને સમજવામાં હંમેશાં કિલષ્ટતા રહેતી હોય છે. પિતાની અણસમજનાં કારણે, તેમના વિચારે અને વર્તન સાથે તે હંમેશાં વિરોધમાં ઊભું રહે છે. એટલે અતિ માનવોને સમાજ તરફથી પીરસાતાં ઝેર અને અપમાનના કડવા ઘૂંટડા આજીવન પીવા પડે છે. અલૌકિક માણસની દિવ્યતા અને પ્રભુતાને ઓળખવા માટે લોકર ચક્ષુઓ જોઈએ. શંકરની જેમ તૃતીય નેત્ર ઊઘડે તે જ આવા મહાપુરુષોને ઓળખી શકાય છે. અન્યથા તેઓ હંમેશાં સામાન્ય સમજણથી બહાર જ રહે છે. તેમના સરળ અને સીધા માર્ગમાં લેકે પથરા પાથરે છે, કાંટાઓની મર્મભેદી ગૂંચ ઊભી કરે છે, જાણે અજાણે અનેક અવરોધે ઉભા કરે છે અને આમ અણસમજુ સમુદાય કર્તવ્ય બજાવ્યાને સંતેષ અનુભવે છે. પરંતુ પુરુષને આવા વિરેની કશીજ પડી હતી નથી. તેઓ પિતાના કર્તવ્ય ક્ષેત્રમાં કડવા મીઠા અનુભવેનું પાથેય બનાવી, આગળ ને આગળ ચાલતા રહે છે. અણસમજુ માણસેએ પાથરેલ કાંટાઓમાં તેઓ ફૂલનાં દર્શન કરે છે. તેમનું મન નિઃશલ્ય હોય છે. કડવાશ કે કઈ પરત્વે અભાવાનું તેમનાં મનમાં લેશમાત્ર સ્થાન હોતું નથી. તેઓ સદા સ્મિત અને હાસ્ય જ વેરતા હોય છે. પુરુષના આવા સ્વભાવનું એક કવિએ એક શ્લોકમાં સુંદર વર્ણન કરેલ છે. તદુનુસાર घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्ध । छिन्नं छिन्न पुनरपि पुनः स्वादु चैवेश्चदंडम् ॥ दग्ध दग्ध पुनरपि पुन: कांचन कांतवर्ण । __-- न प्राणान्तेऽपि प्रकृति विकृतिर्जायते सजनानाम् || ચંદન એક સુગંધી દ્રવ્ય છે. ગમે તેવી કઠોરતમ પરીક્ષામાં પણ તે પિતાને સુગંધ આપવાને સ્વભાવ છેડતું નથી. પથ્થરની સાથે જ્યારે ચંદનને ઘસવામાં આવે છે, ત્યારે પોતે તે ઘસાય છે પરંતુ જેમ જેમ તે ઘસાય છે, તેમ તેમ તે પિતાની સુગંધ મુક્ત મનથી જગતને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy