SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠા આવકાર : ૨૧૧ જન્માવી શકતી નથી. તેમનાં કાર્યો કેાઈની પ્રતિક્રિયામાંથી જન્મેલાં નથી. તે પરપ્રેરિત નથી, સહજ છે. તેમના માનસિક જગતમાં વાસનાનાં સૂક્ષ્મ તર ંગાનાં આંદોલના ઊભાં થવા પામતાં નથી. એટલે બાહ્ય રીતે પોતાના ક્રિયાકાંડામાં સાવધાનીપૂર્વક જાગૃત હાવા છતાં, આંતરિક રીતે તે અકમના જગતની મેાજ માણતા હોય છે. જે કમ અને અકમ વચ્ચેની સૂક્ષ્મ રેખાને પારદશી પ્રજ્ઞાથી જોઈ શકે છે, ઓળખી શકે છે, તે મેાક્ષના માર્ગોને ઉપલબ્ધ કરી શકે છે. કર્મ અને એક વચ્ચેના બહુ જ નાજુક અને સૂક્ષ્મ ભેદને જે વિવેકપૂર્વક પારખી લે છે તેને માટે આ જગતમાં પછી બીજું કાંઈ જાણવાનું રહેતું નથી. શ્રી ગૌતમ સ્વામી શ્રાવસ્તીનગરીના તિકવનમાં શ્રી કેશીકુમાર શ્રમણ પાસે મળવા પધાર્યાં છે. અને મહાપુરુષા આધ્યાત્મિક જગતના જાગૃત આત્મા છે. શ્રી કેશીકુમાર શ્રમણ્ શ્રી ગૌતમ સ્વામીને પેાતાને ત્યાં પધારેલ જોઇ આનંદિત થયા છે. સાધુએ પાસે સાધુઓના સ્વાગત માટે ઉચિત જે ઉપકરણા છે. તેનાથી તેઓ તેમનું હાર્દિક સ્વાગત કરે છે. મીઠા આવકાર આપે છે. આ સત્ય શાસ્ત્રની જ ભાષામાં જોઇએ. पलाल फासूयं तत्थ, पंचम कुलतणाणिय । गोयमस्स निसेज्जाये, खिप संपणामये ॥ શ્રી ગૌતમ સ્વામીને બેસવા માટે તેમણે તત્કાળ પ્રાસુક, પલાલ, કુશતૃણુના આસને અર્પણ કર્યાં. સાધુએ અકિંચન હેાય છે. તેમનાં સાધના અને ઉપકરણા મર્યાતિ હેાય છે. તેમનાં બધાં સાધના નિર્દોષ અને પવિત્ર હાય છે. હૃદયમાં પ્રેમને અસાધારણ ઉમળકે છે. સાધુએ માટે ચેાગ્યતમ સત્કારની હાર્દિક તીવ્રતમ આકાંક્ષા છે. એટલે ઉપરથી સામાન્ય દેખાત! આ ઉપકરણેામાં હાર્દિક પ્રેમ અને સદ્ભાવનાના અક્ષય ભંડાર સમાયેલે છે. કવિ આ વાતને પોતાના શબ્દેશમાં આ રીતે વ્યકત કરે છે. तृणानि भूमिसदकं वाकचतुर्थी च सुनृता । येतान्यपि सतांगेहे, नोच्छिद्यन्ते कदाचन ॥ ગમે તે સચેગા અને સ્થિતિમાં પણ ચાર વસ્તુએ સાધુ પુરુષા પાસે સુનિશ્ચિત હાય છે. આવેલા અતિથિના સ્વાગતમાં આ ચાર વસ્તુએની જ મુખ્ય જરૂર છે. આ વસ્તુએની સાથે જ્યારે હૃદયમાં વહેતા સ્નેહનાં ઝરણાંના અમૃતરસ ભળે છે ત્યારે વસ્તુઓ, વસ્તુઓ મટી પ્રેમભર્યાં હૈયાનુ ઐશ્વ બની જાય છે. આ ચાર વસ્તુ જેમ શાસ્ત્રની ગાથામાં નિર્દિષ્ટ છે તેમ આ શ્વેાકમાં પણ તેના ઉલ્લેખ કરવામાં આવ્યેા છે. શુદ્ધ ભૂમિ, તૃણુનુ આસન, પીવા માટે શીતલ પાણી, અને ખેલવામાં મધુર વાણીઆ ચાર પ્રકૃતિતઃ ઉપલબ્ધ વસ્તુઓનું દારિદ્રય સાધુઓમાં કયાંય દૃષ્ટિગોચર થતુ નથી. પ્રકૃતિએ આપેલા આ કીંમતી તત્ત્વાના બાકી બીજા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy