SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર તે માણસે કહ્યું: આ તે કોઈ પ્રશ્ન છે ? આપ તે કેવા પ્રશ્ન પૂછે છે ? ભગવાન બુદ્ધે કહ્યુ: ‘હા હું સમજી ગયા. તમારા મનમાં એવા સઘન અને પ્રગાઢ ભાવા છે કે જે ભાવાને તમે શબ્દોમાં સ્પષ્ટ આકાર આપી શકતા નથી એટલે તમે ચરણેામાં માથું મૂકીને, આંખના આંસુઓથી તેને વ્યકત કરી રહ્યા છે. શબ્દમાં અશકય જણાતી વસ્તુઓ હાવભાવી વ્યકત કરાતી હાય છે. એટલે ગઇ કાલે તમારે જે કહેવું હતું તે તમે શબ્દોમાં કહી શકયા નહિ એટલે તમે ઈશારાના આશ્રય લીધા. આજે પણ તમે અવશ્ય કંઈક કહેવા ઈચ્છે છે જે શબ્દોથી કહી શકતા નથી, એટલે આમ તમે હાવભાવને આધાર લીધેા છે. તે માણસે કહ્યું : ‘પ્રભા ! હું આપની માફી માગવા આવ્યે છું. મને ક્ષમા કરો.’ ભગવાન બુદ્રે કહ્યું: મેં તમારા પર ક્રાધ કર્યાં નથી માટે ક્ષમા કરવાના કોઈ પ્રશ્ન જ ઊભા થતા નથી. ગઈ કાલે મેં તમને થૂંકતાં જોયા હતા; અને આજે તમને પગમાં માથુ મૂકતાં જોઉં છું.. ખસ વાત પૂરી થઇ ગઇ ! આથી વધારે કમાં હું પડતા નથી. હું તમારા ગુલામ કે સેવક નથી.’ પ્રતિકમ એ ગુલામી છે. જ્યારે કાઈ બીજો માણસ આપણી પાસેથી આપણી ઇચ્છા વિરૂદ્ધ પરાણે કાઇ કાય કરાવી લે છે ત્યારે આપણે આપણા માલિક નથી રહેતા. ખીજાની અસરથી ચાલનારા, ખીજાની ઇચ્છાને અનુસરનારા આપણે ખની જઇએ છીએ. આપણા ઉપર બીજાનું પ્રભુત્વ સ્થપાઈ જાય છે. આ સંબંધમાં ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः । तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥ કર્મ શું છે ? અને અકમ શું છે? આ ખાખતમાં સામાન્ય કક્ષાના માણસની વાત તે બાજુએ રહી, પરંતુ કવિઓ, બુદ્ધિમાના અને વિદ્વાન ગણાતા માણસો પણ તેમાં બ્યામેાહિત છે. તે બધા પણ કર્યું અને અકમ વિષે ચેાગ્ય નિર્ણય કરી શકતા નથી. તે ક અને અકર્મીનું તત્ત્વ—ગૂઢ રહસ્ય હે અર્જુન ! હું તને સારી રીતે સમજાવીશ કે જેના સભ્યજ્ઞાનથી માણુસ અશુભ સંસારના જટિલતમ બંધનાથી વિમુક્ત થઈ જાય છે. તમે કહેશે કે કમ અને અકમ વિષે તો મૂઢ ગણાતા માણસો પણ માહિતી ધરાવતા હાય છે. આ વિષય એવા કયાં ગૂઢ છે કે જેમાં બુદ્ધિમાન માણસા પણ બ્યામેાહ પામે ? છતાં શ્રીકૃષ્ણ એમ કેમ કહે છે કે, કર્મ અને અકમ વિષયક રહસ્યાને ડાહ્યા અને પ્રજ્ઞાશીલ ગણાતા માણસા પણ સમજતા નથી. ક અને અક વિષેના આપણા જે ખ્યાલે છે, તે જ ખ્યાલા જે શ્રીકૃષ્ણના પણુ હાત, તે નિશ્ચિત રીતે શ્રીકૃષ્ણ વયાઽવ્યત્ર મેદિતાઃ' શબ્દના પ્રયોગ ન કરત. આપણી જે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy