SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ : દ્યિા પાષાણ, ખેલ્યાં દ્વાર નથી આ વાતને સમર્થિત કરતી આ વાર્તા છે. કર્મ અને પ્રતિકર્મ શું છે તે વાત તે આ વાર્તા સમાપ્ત થઈ ગયા પછી કરીશું. આ વાર્તાથી પણ કદાચ તમને તે સમજાઈ જશે. એકવાર એક માણસ ભગવાન બુદ્ધ પાસે આવીને અચાનક ઊભો રહ્યો અને તેમના ઉપર થું . આ માણસના આવા અપકૃત્યની ભગવાન બુદ્ધના મન પર જરાપણ અસર ન થઈ. તેમના પુષ્પસમ પ્રકુલિત અને પ્રમુદિત વદન પર તેમણે મંદહાસ્ય રેલાવ્યું અને ઘૂંકને ચાદરથી લુછી નાખતાં તેમણે તે માણસને પૂછયું: “ભાઈ ! તારે બીજું કંઈ કહેવું છે?” આ સાંભળી ધૂકનાર વિચારમાં પડી ગયે. પિતિ તેમના પર ઘૂંકીને એક ઘણાસ્પદ કાર્ય કર્યું હતું. છતાં પિતાના પર ક્રોધ કરવાને બદલે ભગવાન બુદ્ધ તેને જે મીઠે આવકાર આપ્યું, એવા આવકારની તેણે કદી કલ્પના પણ કરી ન હતી. પોતાના પર ઘૂંકનારને પણ આ મીઠે આવકાર આપે એવી તેણે આ જગતમાં આ પ્રથમ જ વ્યકિત જોઈ. થુંકનાર સંકોચ અનુભવવા લાગ્યો. તે શું જવાબ આપે ? ભગવાન બુદ્ધ મધુર સ્મિતથી મીઠે આવકાર આપીને તેને મૂંઝવણમાં મૂકી દીધું હતું. ભગવાન બુદ્ધ જે પ્રતિકર્મ કરત, પિતાના આવા અણછાજતા વર્તનની સામે તેઓ ક્રોધ કરત, તે તેનું તેને જરાપણ આશ્ચર્ય ન થાત. વળી તે પ્રતિકમને પ્રત્યુત્તર પણ તે ઘડીને જ આવ્યો હતો. એટલે પિતે કરેલ આ અઘટિત કૃત્ય વિષે તેને કાંઈ વિચારવાનું જ નહોતું. પ્રતિકર્મ માટે આપણે સૌ પ્રાયઃ તૈયારજ હોઈએ છીએ. ભગવાન બુદ્ધ પણ જે હસવાને બદલે તે માણસને એમ પૂછયું હેત કે, આ રીતે ઘૂંકવાનું તારું શું પ્રજન હતું ? તે કદાચ તેને શું જવાબ વાળવો તે પણ તે મનમાં નક્કી કરીને જ આવ્યો હતો. એટલે વિના સંકોચે તે તૈયાર જવાબ આપી દેત. આ જાતની પ્રાથમિક ભૂમિકાઓ આપણે સૌ પણ પ્રાયઃ તૈયાર જ રાખતાં હોઈએ છીએ-“જેમકે અમુક બાબતના સંબંધમાં અમુક માણસ મને આમ કહેશે તે તેને જવાબ હું આમ આપીશ. આ થુંકવાના સંબંધમાં બુદ્ધ આમ કહેશે તે હું તેના જવાબમાં આમ કહીશ.” પરીક્ષામાં જેમ ઉત્તર તૈયાર કરીને આપણે લઈ જઈએ છીએ તેમ જીવનમાં પણ ડગલે અને પગલે ઉપસ્થિત થતા પ્રશ્નના જવાબ આપવાની પૂર્વ તૈયારી આપણે કરી રાખતાં હોઈએ છીએ. પરંતુ તે તૈયારી પ્રતિકર્મની હોય છે. ભગવાન બુદ્ધ જેવો પ્રબુદ્ધ આત્મા તે લાખો વર્ષે એકાદ થાય છે. એવા ઉત્તમ આત્માઓના પવિત્ર જીવનમાં પ્રતિકર્મ શોધવા જઈએ તો પણ ન મળે. ભગવાન બુદ્ધના જીવનમાં ઉપસ્થિત થશે તેવો પ્રશ્ન પણ હજાર વર્ષે ક્યારેક જ ઊભો થાય છે. કારણ હજાર વર્ષોમાં કયારેક જ કોઈ એકાદ વ્યકત કર્મ કરે છે. બાકી તે બધા પ્રતિકર્મ કરવામાં જ તત્પર હોય છે. ઘૂંકનાર માણસ મુંઝાઈ ગયે. તેને કશે જ જવાબ ન સૂઝે. તે કહેવા લાગેઃ “આપ શું પૂછે છે ?”
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy