SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ માનવીય સમાનતાનું મૂળ ગીતાના ચાથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે. ‘ચાતુર્યખ્યા મા સૃષ્ટ મુળમ વિમારા:” હે અર્જુન ! ગુણ અને કર્મોના વિભાગને અનુસરી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એમ ચાર વર્ષોં મેં સરજેલા છે. શ્રીકૃષ્ણના આ ગ્લેાકને વાંચનારા અને તેના માર્મિક અને સમજવા માંગનારા લેકે ભારે મુશ્કેલી અનુભવશે. પરમાત્માએ સાક્ષાત ત્રણેની રચના કરી છે એ વાત તેમને અસામયિક લાગશે. એક બાજુ વણેìના નામ પર જે અનાચાર, અન્યાય અને હિ સામે થઈ છે તેના કોઇ હિસાબ નથી. તા ખીજી બાજુ વર્ણોની રચનાનું મૂળ ઇશ્વરને ગણવામાં આવેલ છે. આ બન્ને વાતેા પરસ્પર વિધી છે. વર્ણોની રચના જો સાક્ષાત્ પરમાત્માએ કરી હાય તે સૌ એક જ પરમાત્માના સંતાનેા છે; તેથી સૌએ હળીમળીને રહેવુ જોઇએ. પરસ્પરના વ્યવહારા સ્નેહ, સદ્ભાવ, સહાનુભૂતિ અને મમતામૂલક હાવા જોઇએ. પરંતુ આપણે જોઇએ છે કે વીના નામે જે કડવાશ અને ઊંચ નીચની ભાવનાઓ જન્મી છે તેનાથી તેા આખા દેશનુ શરીર ક્ષય ગ્રસ્ત થઈ ગયુ` છે. એટલે આ શ્લાકના આંતર રહસ્યમાં ઊતરવાની ભાગ્યે જ કાઈ મહેનત કરતું હાય છે. પરંતુ એક સુનિશ્ચિત વાત છે કે અસત્યને ઊભવા માટે તેને પેાતાના પગ હાતા નથી. અસત્યને પણ જો ઊભવું હશે તે સત્યના પગ ઉછીના લેવા પડશે. ગુણુની આડ લઇને જ કોઇ પણ દોષ ગતિ કરી શકે છે. અપ્રામાણિકતાને ટકવા માટે પ્રામાણિકતાના વસ્ત્રો પહેરવાં પડે છે. આ જગતમાં જ્યારે કેાઈ સત્ય સિદ્ધાંત પ્રગટ થાય છે ત્યારે તેને હુંમેશાં સારા જ ઉપયેગ થાય છે એમ કહી શકાય નહિ. સત્ય ાસદ્ધાન્તાના પણ ઊલટા ઉપયોગો થાય છે. પરંતુ તેથી સિદ્ધાન્તો ગલત થઇ જતાં નથી. વૈજ્ઞાનિકોએ એટમનું વિશ્લેષણ કર્યું. અણુમાં દિવ્યશકિતનું સ ંશોધન કર્યુ. શકિત હંમેશાં મેધારી તલવાર જેવી હાય છે. સર્જનાત્મક કાર્યોમાં પણ તેના ઉપયોગ થઇ શકે છે અને વિસર્જનાત્મક કાર્યોમાં પણ તે ક્રિયાન્વિત થઇ શકે છે. અણુનુ સ ંશાધન માનવજીવનને માટે સુખ સમૃદ્ધિનું અનુકૂળ સાધન પણ બની શકત, અને હીરાશિમા અને નાગાસાકીના વિધ્વંસનુ મૂળ પણ એ જ બન્યુ. પરંતુ તેથી એટમના વિશ્લેષણના સિદ્ધાન્તમાં કોઈ ભૂલ છે એમ કહી શકાય નહિ. આપણે તેનેા સદ્ઉપયોગ ન કરી શકયાં તેથી તેના સિદ્ધાન્ત ગલત થઇ જતેા નથી. આના વૈજ્ઞાનિક ચિંતનમાં ઊતરવા આપણે પ્રયત્ન કરીએ કેમકે એજ વાત પાયાની છે. વના કારણે જે અસમાનતા અને ઊંચ નીચની તીવ્રતમ ભાવના જન્મવા પામી છે તેનુ કારણ એના પાયાના વિજ્ઞાનના ચાગ્ય ઉપયોગ આપણે નથી કરી શકયા એ છે. શ્રીકૃષ્ણે ગીતામાં વર્ણોની રચના સાથે એ શબ્દોના ઉપયાગ કયેર્યાં છે. તેઓ કહે છે, ગુણ અને કર્મ અનુસાર મેં ચાર વર્ણો અનાવ્યા. દરેક વ્યકિતના ગુણા અને કર્મો સમાન નથી હાતા.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy