SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સાચું ધન શું? : ૧૮૫ છે. વાસ્તવમાં પુણ્યને અર્થ જ જુદો છે. જેનાથી દંભ નિર્મિત ન થાય એવું કૃત્ય તે પુણ્ય છે. જેનાથા દંભ નિર્મિત થાય તે પુણ્ય નથી, પાપ છે. જ ખરી રીતે તે પ્રલોભનથી અપાતું દાન એક પ્રકારે પશુતા છે. પશુ એ સંસ્કૃતને ભારે અદ્ભુતતા ધરાવતે કીમતી શબ્દ છે. જેને ખેંચવા માટે ગળામાં પાશ બાંધર્વો પડે, નિર્દિષ્ટ દિશા તરફ લઈ જવા માટે જેને ખેંચવું પડે તે પશુ છે. જ્ઞાનીઓની દષ્ટિમાં હમણાં કહ્યું તે પ્રમાણે ભવિષ્યની આકાંક્ષાઓથી બંધાએલી વ્યકિત પશુ સમાન જ છે. ફળની ઈચ્છાથી જે દાન પુણ્ય કરે છે, તે ઈચ્છાઓ અને આકાંક્ષાઓના પાશથી બંધાએલા પશુ જ છે. કમને સન્મુખ રાખી જે ગતિ કરતા નથી પરંતુ ફળથી બંધાઈને જે ચાલે છે તે પશુ છે. આવી વ્યકિતઓ જ્યાં સુધી ફળનું આકર્ષણ ઊભું ન થાય, ત્યાં સુધી કોઈપણ કર્મમાં પ્રવૃત્ત થતી નથી. કર્મ ખાતર કર્મ કરવાની તેમનામાં વૃત્તિ જ હોતી નથી. તેની સામે ફળ સ્પષ્ટ અને અસંદિગ્ધ દેખાય તે જ તે કર્મ માટે સમુદ્યત થાય છે અન્યથા કર્મમાં તેમને કશો જ રસ હોતો નથી. તે કર્મ કરે છે તો પણ તેને કર્મ કરવામાં નહિ પરંતુ તેનાં ફળમાં રસ હોય છે. આવા માણસે પારમાર્થિક રીતે પશુની જ શ્રેણીના છે. કારણ, જેમ પશુઓને કઈ પાછળથી લાકડી મારે અથવા આગળથી કઈ દેરડું ખેંચે ત્યારે ચાલે છે, તેમ લાકાંક્ષી માણસ પણ કાં તો ભવિષ્ય ખેંચે ત્યારે ગતિશીલ બને છે અથવા અતીત ધકકો મારે ત્યારે ગતિક્રિયામાં પ્રવૃત્ત થાય છે. અર્થાત્ ભૂતકાળના કર્મોના ધક્કા લાગવાથી તે ચાલે છે, અથવા ભવિષ્યની આકાંક્ષાની જાળમાં બંધાઈ તે ખેંચાય છે. - યાદ રાખજે, મંદિરમાં જ્યાં પરમાત્માને આવાસ છે, જ્યાં પ્રભુતા મેળવવા માટેના પ્રયત્ન છે ત્યાં પણ જે સકામ ભાવનાથી પ્રવેશ કરશે તે તે મંદિર મટી જશે, માત્ર મકાન બની જશે, અને મકાનમાં પણ નિષ્કામ ભાવનાથી પ્રવેશ કરશે તે તે મકાન પણ મંદિર બની જશે. નિષ્કામ થઈ જે ભૂમિ પર ફરશે તે તીર્થ બની જશે અને સકામ ભાવનાથી જે ભૂમિ પર ફરશે તે પાપ બની જશે. માટે જ નિષ્કામ અને ફલાકાંક્ષાશૂન્ય ભાવેની મેટી કીમત છે. સદૂગુણેનું સંરક્ષણ નીતિમૂલક પૈસા સાથે સંબંધ ધરાવે છે. અનીતિપૂર્વક સર્જન કરે પૈસે તે વિષની ગરજ સારે છે. આ સત્યને એક દાખલાથી સમજી શકાશે. જૂના જમાનાની આ વાત છે. અમર નામને એક કવિ થઈ ગયે. તે માત્ર કવિ જ ન હેતે, તેની પાસે માત્ર કાવ્ય સંપત્તિજ નહોતી, તેનામાં અનેક સગુણે સાકાર બન્યા હતા. તેની આર્થિક સ્થિતિ ઘણીજ નબળી હતી. અસંતોષ કે વિષાદને તેના જીવનમાં ક્યાંય સ્થાન નહોતું. કવિએ વિદ્વાનો અને લેખકે પ્રાયઃ પૈસાથી દરિદ્રજ હોય છે. અમર કવિ પણ ચારેકેરથી દરિદ્રતાથી ઘેરાએલે હતે. બાળકે અનાજ વગર ભલે ટળવળતાં હોય, ભૂખથી પીડાતાં હેય, છતાં અનીતિના
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy