SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષાબંધન પર્વ : ૧૮૧ જો લીલા નાળિયેરને તેડવામાં આવે તે, જેમ તેની કાચલીની સાથે તેના 'ગળ પણ તૂટી જાય છે તેમ જીવ પણ જ્યારે શરીરની સાથે તાદાત્મ્ય જોડી લે છે ત્યારે તે શરીરની ક્રિયાને પોતાની ક્રિયા, શરીરના શણગારને પોતાના શણગાર, શરીરનાં મરણને પાતાનું મરણુ માની બેસવાની ભૂલ કરી બેસતા હાય છે. તે દેહાત્મવાદી મની જાય છે. શરીર અને આત્માનું આત્યંતિક પાકય તેના સમજણની બહારની વસ્તુ ખની જાય છે. શરીરને આત્મા માની મમાકાર વૃત્તિ અને અહ ંને પોષતા તે થઈ જાય છે. શરીરનાં સરક્ષણ અને સંવર્ધનમાં જ તે રચ્યાપચ્યા રહે છે. તે અજ્ઞાની, દેહવાદી અને પરમા શૂન્ય જીવ છે. જ્યારે સૂકા નાળિયેરને તોડવામાં આવે છે ત્યારે કાચલી એકલી તૂટે છે. પરંતુ અ ંદરથી ગોટો તૂટતો નથી. કારણુ ગોટા કાચલીથી જુદા થઇ ગયા હોય છે. કાચલી સમાન આ દેહ છે. તેને સંઘરવાના કે પાષવાના વ્યામેાહ એકાંત અજ્ઞાનતા છે. રક્ષણ જ કરવું હાય તો અંદરના ગોટાનુ રક્ષણ કરવું જોઇએ, જે વિશિષ્ટ અને મૂલ્યવાન છે. કાચલી તેા ગોટાના સંરક્ષણુનું માત્ર સાધન છે. ઢેડુ પણ આત્મસાધના માટેનું એક સાધન છે. સંયમ જીવનનાં રક્ષણ માટે દેહનું પરિપાલન છે. જ્યારે સંયમનુ સંરક્ષણ અશકય જણાય ત્યારે શરીરને વાસિરાવી દેવાની શાસ્ત્રની આજ્ઞા છે. સાધકેા શરીર માટે જીવતા નથી પણ સંયમ માટે તેનું પરિપાલન કે રક્ષણ કરે છે. માટે આ દેવદુર્લભ મનુષ્ય દેહથી આત્મ-સાધનાના અભીષ્ટ સાધ્યને ઉપલબ્ધ કરવા પ્રયત્નશીલ બનવાના નાળિયેરી પૂર્ણિમા આંતરિક સ ંદેશ આપી જાય છે. કોઇપણ જીવને દુઃખમાંથી મુક્ત કરવા અને પ્રાણાંતે પણ બીજા જીવાનુ રક્ષણ કરવું, એવી સઘન ગંભીરતા અને પ્રગાઢ ઉદારતા આ પર્વના હામાં સમાએલી છે. જિન સાધકો તે ષડ્ નિકાયના પરિપૂર્ણ રક્ષક હાય છે. કાઇ પણ જીવને સત્તાવવાની ભાવના તેમના માનસમાં કદાપિ ઊભી થવા પામતી નથી. નવે નવ કેટિએ તેમણે પંચમહાવ્રતા સ્વીકારેલાં હાય છે.એટલે તેમનાં જીવનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવા આ પર્વ સાથે જોડાએલા જ હાય છે. જૈન સાધકા ‘નિગ્રંથ' નામે ઓળખાય છે. કાઈપણ જાતની ગ્રંથિ તેમને માટે ગ્રાહ્ય નથી. ગ્રંથિશૂન્ય થવામાં જ નિગ્રન્થતાના આત્મા ધબકતો હાય છે. ભગવાનનું શાસન જ દયામૂલક છે. દરેકનુ રક્ષણ એ જ નિગ્રન્થ પ્રવચનનું નવનીત છે. પ્રશ્નવ્યાકરણ સૂત્ર કહે છે “ सब्वजगजीवरक्खणक्ष्यट्टाने पावयण भगवया सु कहिय'. " સર્વ જગતના જીવેાનાં રક્ષણ માટે તેમની અનુકંપા અને યા માટે જ ભગવાને નિગ્રંથ પ્રવચન ઉપદેશ્ય છે. સવ જાગતિક સત્વાના રક્ષણ, કલ્યાણુ અને અભ્યુદયની ભાવના આપણા નિગ્રન્થ પ્રવચનનું હાર્દ છે. માટે આ સત્ય કદી વિસ્મૃત ન થવું જોઇએ. આ પવ સાથે જે કથાએ વર્ષોથી તાદાત્મ્યપણાને પામી ગઈ છે તેના સાધારણ ઉલ્લેખ અત્રે અસ્થાને નહિ ગણાય એમ માની થોડો ઉલ્લેખ અહી" કરું છું.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy