SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કામ એ જ રામ : ૧૬૯ • કામ જ્યારે ઉત્સવ નથી બનતું ત્યારે તે વિષરૂપ બની જાય છે. રસોઈને કામ માની તેને પરાણે કરનાર સ્ત્રીની સેઇમાં કદી અમૃતરસને સ્વાદ કે આનંદ જોવા નહિ મળે. પિતાના માટે તેમજ પિતાના પરિવાર માટે તે રસોઈ વિષરૂપ પરિણમશે. માટે કામને આનંદ અને ઉત્સવમાં પરિવર્તિત કરતાં શીખે. દરેકે પિતાની જાતને પૂછવું જોઈએ કે જીવન કામ છે કે ઉત્સવ? જે જીવનને કામ માની ચાલશે તે તે ભાર થઈ જશે, જે જીવન એક કામ છે એમ માનીને ચાલશે તો તે કર્તવ્ય થઈ જશે. જીવનને કામ માની ચાલવાથી તેને વહન કરવાને ભાર લાગે છે. અને પછી તેને ગમે તેમ કરીને પૂરું કરવા પ્રયત્ન તો થાય છે, પણ તેમાં આત્મા જોડાતો નથી. જીવન એક આનંદને ઉત્સવ છે, કામ નથી. કામ તે કરવું જ પડે. કામ વગર જીવન ચાલે જ નહિ. કામમાં આનંદ પ્રગટાવવાની જેની પાસે કલા છે, તે જ કામને ઉત્સવનાં રૂપમાં પરિવર્તિત કરી શકે છે. આવું આનંદથી કરેલું કામ જ માણસને ઉત્સવના રંગમાં રંગાવી દઈ સંગીત અને નૃત્યના આનંદમાં ડૂબાડી દઈ શકે છે. જે માણસ કામને ઉત્સવ બનાવવાની કલામાં કુશળ નથી તેનું જીવન ચિંતાઓથી ઘેરાયેલું, અશાંતિથી વ્યથિત અને ઉદાસીન હોય છે. પ્રત્યેક કામ આનંદ માટે જ હોય છે. પરંતુ જ્યારે માણસ તે કામ પરાણે, આંતરિક ઉલ્લાસના અભાવમાં કરે છે, ત્યારે તેનું જીવનસંગીત બસૂરું બની જાય છે. માણસ જીવનભર દંડાદેડ કરે છે. તે એમ માને છે કે એક દિવસ વિશ્રાંતિને આવશે ત્યારે આરામ કરીશ. પરંતુ ગળાડૂબ કામમાં ડૂબેલા તે માણસને વિશ્રાંતિ દિવસ આવતો નથી. મૃત્યુની અંતિમ ક્ષણ સુધી તે કામને વળગેલું રહે છે. શ્રાવસ્તી નગરીમાં ભેગા થયેલે બંને પરંપરાને શિષ્ય સમુદાય આશંકાઓથી ગ્રસ્ત બને છે. તેમની શંકાઓને ઇશારે કરનારી શાસ્ત્રની આ ગાથા છે अचेलगा य जो धम्मा, जो इमो संतसत्तरो। अगकज्ज-पवन्नाण विसेसे किंन्दकारण ॥ આ એચલક, વસ્ત્ર રહિત અથવા અત્યપ વસવાળો ધમ વર્ધમાન પ્રભુએ કહ્યો છે. અને આ સાતત્તર-સુંદર રંગવાળા કીમતી વસ્ત્રવાળે ધર્મ પ્રભુ પાર્શ્વનાથે ચલાવ્યો છે. એક જ કાર્ય– લક્ષ્યમાં પ્રવૃત્ત બંનેમાં આ ભેદનું શું કારણ છે? આ ગાથામાં પ્રત્યક્ષ દેખાતા આ ભેદને નિર્દેશ કર્યો છે. પાર્શ્વનાથની પરંપરા મુનિઓ માટે ઈચ્છિત વસ્ત્રો પહેરવાની છૂટ આપે છે. ત્યારે વર્ધમાનની પરંપરા નગ્નતા અથવા જીર્ણ શીર્ણ, સાદા વસ્ત્રો અને તે પણ અતિ મર્યાદિત પ્રમાણમાં રાખવાની આજ્ઞા કરે છે. મહાવીર પ્રભુ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy