SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વાર એ જ રીતે ચિત્રકાર પણ માત્ર પીંછી અને રંગેની સહાયથી જ નિર્જીવ ચિત્રમાં પ્રાણ પૂરે છે. જેનાર આશ્ચર્યમાં પડી જાય એવી જીવતી જાગતી સજીવતા પ્રદાન કરવાની તેની આશ્ચર્યોત્પાદક અલૌકિક કલા હોય છે. આમતેમ રગદોળાતા, પગ તળે અથડાતા અણઘડ પહાડના પથ્થરેને કતરી, તે પથ્થરમાં પ્રાણની પ્રતિષ્ઠા કરી, મૂર્તિકાર પ્રભુની પ્રતિમા બનાવી દે છે. મૂર્તિકાર તે નમસ્કારને પાત્ર થાય કે ન થાય, પરંતુ પ્રાણની પ્રતિષ્ઠા પામેલી પ્રતિમા અવશ્ય જગવંદ્ય બની જાય છે. આ બધા જુદી જુદી દિશાના જુદા જુદા કલાકારે છે. બધાની કલાઓમાં એક પ્રકારની દિવ્યતા અને પ્રભુતા છે. જે કલાના ઉપાસકે છે તેમના માનસમાં આ બધા કલાકારે પ્રત્યે માનભર્યું સ્થાન હોય છે. પિતા પોતાની પ્રતિભા અનુસાર લકત્તર પ્રતિષ્ઠા પણ તેમને પ્રાપ્ત થતી હોય છે. પરંતુ જે સ્વયંને સૌંદર્યથી ભરી તેને દિવ્યતા પ્રદાન કરવાની કલાના કુશળ કારીગર છે, જે પિતાના જીવનને સત્ય, શિવ અને સુંદરમ બનાવવામાં સફળ થયો છે, તેનાથી મોટો સર્જક અને યથાર્થ કલાકાર આ જગતમાં બીજે કઈ નથી. આ એક અસંદિગ્ધ અને નિરપવાદ હકીકત છે. જીવનને રૂપાંતરણ કરવાની કલાથી બીજી કઈ મેટી કલા નથી. ભોગ અને વસ્તુઓ તરફની રાગવૃત્તિ વિરામ પામે, પદાર્થમૂલક આકર્ષણ વિકર્ષણમાં ફેરવાઈ જાય, ભૌતિક સુખ અને તેનાં સાધનેમાં એકાંત નિરર્થકતા પ્રતિભાસિત થાય, રાગમાત્ર રેગની માફક ભીતિકર અને અનર્થકર જણાય, નિત નવાં સુખ અને નવી નવી વસ્તુઓ તરફના રાગેની મૃગમરીચિકામાં મનન ખેંચાય, અને સીતાની માફક સેનેરી મૃગનું મહર્ષક આકર્ષણ પિતાના જ અપહરણ માટેના નિમિત્તની ગરજ ન સારવા દે એવી ગહનતા અને એવા તલસ્પર્શી ઊંડાણથી અંદરમાં દષ્ટિપાત કરવાની જ્યારે જિજ્ઞાસા જન્મે છે અને કેન્દ્રને એટલે કે આત્માને મેળવવા માટે અપ્રતિમ ઉત્સાહ અને પરમ પુરુષાર્થ પ્રગટે છે, ત્યારે જ સત્યની અનુભૂતિનાં સુવર્ણ દ્વારે પરમાત્માના દર્શન કરાવવા ઉદ્દઘાટિત થાય છે. પદાર્થથી આકર્ષતી, તેના તરફ જતી, તેની સાથે તાદાસ્ય સાધતી અને તેમાં રંગાઈ જતી ચેતનાને અસ્મલિત પ્રવાહ તે રાગ છે. એનાથી ઊલટું, સ્વયં તરફ આકર્ષાતી, સ્વયં સાથે જોડાતી, સ્વયંની સાથે રંગાઈ જતી અને પ્રભુને અને આકર્ષણના લેભાવનારા આકર્ષણ સ્થાનોમાં પણ મરુભુમિ જેવા વિકર્ષણનાં દશ્ય જોવાની દષ્ટિ કેળવતી ચેતનાની અતૂટ ધારાનું નામ વૈરાગ્યવૃત્તિ છે. જે પ્રતિક્ષણની જાગૃતિ, વિવેક અને કાળજીભર્યા અભ્યાસથી, આ વૈરાગ્યવૃત્તિ આપણા પ્રાણે સાથે આત્મસાત્ થઈ જાય, તે આ સંસારમાંથી આપણે બેડો પાર થઈ જાય. દઢતમ વાસનાઓ અને અહંથી વાસિત ચિત્તનું રૂપાંતરણ સર્વથા અશકય છે. મારે અહં બીજાના અહંની સામે અમૃતસરનું ગુરુદ્વારા એટલે સુવર્ણ મંદિર દેખાય એવી સજજડ, સઘન,
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy