SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર સજ્ઞ અને સદશી છે. ભગવાન મહાવીર પણ ત્રણે લેાક અને ત્રણે કાળના જ્ઞાતા છે છતાં આવી પ્રત્યક્ષ દેખાતી અને આશકા ઉત્પન્ન કરતી પ્રરૂપણા ભેદની કલ્પનાનું મૂળ શું છે? તે જાણવા બંને પક્ષના શિષ્યા સમુત્સુક બન્યા છે. આવી શકા એક જ પક્ષે ઊભી થએલી નથી. પરંતુ અંને પક્ષે આ શંકા સમાનરૂપે ઊભી છે. તેનું શું સમાધાન કરવામાં આવશે અને એ અને પ્રભુના મિલનથી કયાં રહસ્યા પ્રગટ થશે તે અવસરે મિથ્યાત્વમૂલક અહ શાસ્ત્રો વારંવાર સાવચેતીના સૂર કાઢી, ચારાસીના ચક્રમાં ભમતા જીવાને સાવધાન બનાવતાં કહે છે કે, સંસારનુ મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના સીધા સાદો અર્થ એ છે કે-જે વસ્તુઓ જેવી છે, પારમાર્થિ ક રીતે તે વસ્તુને તે રીતે ન નિહાળતાં, અન્યથા નિહાળવાની દૃષ્ટિ. મિથ્યાત્વ કોઈ પદાર્થ કે વસ્તુમાંથી નિષ્પન્ન થતા ગુણુ કે દોષ નથી. આત્માના જ તે વિભાવ જન્ય ધર્મ છે. આત્માને સહજ ગુણ ઉપયાગ છે. પદ્યાર્થી જેવા છે તેવા જ તેને જાણવા અને જોવા તે આ ગુણને ધર્મ છે. કમળને કમળની રીતે જાણા કે જુએ તેમાં ભાગ્યે જ અંધને અવકાશ હાય, પરંતુ કમળને જોતાંવેંત તેમાં સુંદર-અસુંદરનુ` આરોપણ કરી પદ્મા સાથે આત્મા જ્યારે તાદાત્મ્ય સંબંધ જોડી લે, અને જાણવા જોવારૂપ પેાતાના મૂળ સ્વભાવને દનમેાહજન્યરૂપી વિષ, નિર્મળ અને સહુજ ઉપયાગ ગુણને, દૂષિત અને વિસરી જાય, ત્યારે ઝેરી બનાવી દે છે. મિથ્યાદનના સભાવમાં જીવ અને જડ વિષેનું ભેદજ્ઞાન નાશ પામે છે. પર એવા જડ પદાર્થોમાં આત્મીય બુદ્ધિ જન્મી જવા પામે છે. જડ અને ચેતન પરસ્પર વિરાધી તત્ત્વા છે. એ બન્ને એટલા વિધી છે કે, ત્રિકાળમાં પણ જડના ચેતનતત્ત્વમાં અને ચેતન તત્ત્વના જડ તત્ત્વમાં પ્રવેશ સ ંભવ નથી. આ પારમાર્થિક અને આત્યંતિક સત્યની મિથ્યાત્વના સદ્ભાવમાં અવહેલના થઇ જાય છે. પદાર્થોં તરફનુ આકષણ સર્વોપરિ ખની જાય છે. બાહ્ય પદાર્થોના સંગ્રહની મમતા અને લેાલુપતા વધી જવા પામે છે. પદાર્થોમાં પ્રભુતા અને ઐશ્વના દર્શન થાય છે. આંતરિક સમૃદ્ધિ તરફ દૃષ્ટિ નાખવાની ભારાભાર ઉદાસીનતા વતવા માંડે છે. પદાર્થો અને પૈસાનું આકષ ણુ આત્મભાવ તરફના વિકણુને મલવત્તર બનાવતુ જાય છે. પોતાના સમુદ્ધારના માર્ગ પોતાના જ પુરુષાથ ઉપર આધારિત છે. સંસારમાં પરિભ્રમણ આપણી અજ્ઞાનતાને લઈને છે. કારણુ મધ સુદા આત્માના પુરુષાર્થ દોષના સદ્ભાવના કારણે હાય છે. શાસ્ત્ર સાક્ષી પૂરે છે કે ना इन्दियगेज्ज्ञ अभुत्तमाबा, अमुत्तभाबावि य होइ निच्चा । अज्झत्थ हेउ निययस्स बन्धो, संसारहेउ च वयंति वन्ध ं ॥ ઉતરા અ. ૧૪–૧૯
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy