SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ : ૧૪૩ શિશુની જેમ તેમની વૃત્તિ નિર્દોષ હતી, એટલે જ જ્યારે આપણે પ્રાચીનતમ ગ્રંથનું અવલોકન અને સંશોધન કરીએ છીએ, ત્યારે ડગલે ને પગલે આશ્ચર્યથી ભરાઈ જઈએ છીએ. આ ગ્રંથમાં હમણ કહ્યાં તેવા વિધાયક મનવાળા, સરળ, સાત્વિક અને બાળક જેવા નિર્દોષ હૃદયવાળા, લોકોને ઉદ્દેશીને સંવાદો લખવામાં આવેલા છે. તેથી તેમાં ક્યાંય તર્ક-વિતર્ક કે યુક્તિ-પ્રયુક્તિ નથી. સાદા સીધા સંવાદ છે. અને તે સીધા માણસો માટે છે. દાખલા તરીકે, એક માણસ એક ઋષિ પાસે ગયે અને પૂછયું: “ભગવદ્ ! મારું મન અશાંત છે. તેને સમાધિમાં લાવવા માટે મારે શું કરવું?” પૂછનારના મનમાં કશા જ તર્ક-વિતર્કો કે સંક૯પ વિકલ્પ નથી. જવાબ આપનાર અષિ પણ તેની આંતરિક વૃત્તિના કુશળ પારખુ છે. પૂછનારની સાદાઈ અને સરળતાથી તેઓ પૂરેપૂરા પરિચિત છે. એટલે સહજભાવે અશાંતિ-નિરોધને ઉપાય બતાવી દે છેઃ “જા રામનું નામ લેજે. મન શાંત થઈ જશે.” પૂછનાર ત્રાષિના આ જવાબમાં કશી જ શંકા કરતો નથી. બીજું કાંઈ પૂછતું પણ નથી. વિધાયક મન છે. એટલે સરળતાથી ત્રાષિએ બતાવેલ ઉપાય સ્વીકારી લે છે. તેને શ્રદ્ધા છે કે, રામ નામથી મારું મન અવશ્ય શાંત થઈ જશે. ખરેખર તે તેને મનની શાંતિ રામના નામથી નથી થતી. પરંતુ તેના ચિત્તની જે નિર્દોષ અને બાલચિત્ત સ્થિતિ છે તેનાથી થાય છે. કદાચ તેને રામના નામને બદલે, કઈ બીજું નામ લેવાનું કહ્યું હતું તે પણ તેનું મન અવશ્ય શાંત થઈ જાત. અરે, “પથરાના નામને જપ કરએમ કહ્યું હતું તે પણ તેનું મન એટલું જ શાંત થઈ જાત. કેમકે મન શાંત થવામાં ન તે રામનું નામ ભાગ ભજવે છે, કે ન તે પથરાનું. સાચી વાત તે એ છે કે, મનની જે સરળ અને વિધાયક વૃત્તિ છે, સ્વીકારની જે સરળ ભાવના છે, કે જે ભાવનામાં નિષેધ કે સંદેહને ક્યાંય અવકાશ નથી, તે જ મનની શાંતિને લાવે છે. સરળતા અને સમર્પણ વૃત્તિનું જ આત્યંતિક પરિણામ છે કે મને રામનામથી શાંત બની જાય છે. હનુમાનની આ વાતને બધા વાનરેએ શ્રદ્ધાપૂર્વક, સરળ અને વિધાયક મનથી સ્વીકારી. પછી તે કહેવું જ શું ? પ્રેમપૂર્વક રામનું નામ લઈ, સૌ પથરાઓ નાખવા માંડયા. કથા કહી જાય છે કે પથરાઓ તરવા લાગ્યા. ડીવારમાં તે સમુદ્ર પર એક ઝૂલતે પુલ ઊભો થઈ ગયે. લંકા ઉપર આક્રમણ કરવાની ભાવના કિયાવિત થવાના સાનુકૂળ સંજોગો આમ સહજ પ્રાપ્ત થઈ ગયા. રામને કાને આ વાત પહોંચી. તેમના મનમાં વિશ્વાસ ન બેઠે. તેઓ વિચારવા લાગ્યા આવું તે કદી બને, કે મારું નામ સ્મરણ કરી, પથરીને સમુદ્રમાં નાખે એટલે તે તરવા લાગે? લેકે તે પ્રેમઘેલા હોય છે એટલે કદાચ પ્રેમ અને ભક્તિથી પ્રેરાઈને આમ બોલતા હશે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy