SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ : ભેદ્યા પાષાણુ, બોલ્યાં દ્વાર અંધશ્રદ્ધાળુ નથી રે સુલસા પાખંડ સૈ સમજાય, જિન શાસનમાં સાચી શ્રદ્ધા અંબડ જોઈ હરખાયરે પ્રવાસી. પચ્ચીસમા તીર્થંકરનાં સ્વરૂપને ધર્યું છતાં તે મારા પાખંડને પામી ગઈ એ વાત અંબાના મનને આશ્ચર્ય પમાડનારી છતાં આનંદની હતી. ભગવાન મહાવીરે રાજા કે રાણીને ધર્મ સંદેશ ન મેકલ્ય, શેઠ કે શ્રીમંતેને યાદ ન કર્યો, પરંતુ સુલસાને જ સંદેશ મોકલ્યું તેનું રહસ્ય તેને સમજાઈ ગયું. તેની આવી અખંડ શ્રદ્ધા જેઈ અંબને સુલસા માટે ભારે માન ઊપસ્યું. તે સુલસા પાસે આવ્યા. આ ફરીથી સુલસા પાસે કહી દીધા ધર્મલાભ, મહાવીર પ્રભુનું નામ સુણતાં વ્યાપી રહ્યો ઉલ્લાસરે પ્રવાસી. અંબડ હવે ફરી સુલસાના દરવાજે આવી ઊભો રહ્યો અને બોલ્યાઃ “હું તમારા માટે ચંપાનગરીથી ભ. મહાવીરને ધર્મલાભને સંદેશ લઈને આવ્યો છું.' સુલસા આ સાંભળી આંતરિક આનંદથી ઘેલી ઘેલી થઈ ગઈ. મારા પ્રભુને સંદેશે આટલે દૂરથી પણ મને મળ્યો ! તે સંદેશથી જાણે તેને સાક્ષાત્ પરમાત્મા જ મળ્યા ! છે તમારામાં આવી ભગવદ્ વાણી તરફની શ્રદ્ધા ? છે આ ધર્મને અનુપમ રાગ ? કેઈ નાનકડે ચમત્કાર બતાવે અને જાણ્યે અજાણ્યે પૈસાને સાચે ખટે કીમિ બતાવે, તે તમારા આકર્ષણને માટે તે બસ થઈ પડે. પૈસા મળતા હોય તે ગમે તેવા દેવ કે ગુરુને સ્વીકારવામાં પણ તમારા મનને કશી જ અડચણ નથી આવતી. એટલે તમારા દે પણ કંઈ ઓછા છે? એક દેવથી તમારું કામ ન ચાલે એટલે તમારે રાંદલ મા, ધાંધલ મા, મેલડી મા, અંબા મા એવાં હજારે દેવી અને દેવે છે. આજે માસમણુધરને શુભ દિવસ છે. તમારી શ્રદ્ધાને અવિચળ રાખવાને આજે નિર્ણય લેશે અને તમને મળેલ આ સુંદર આત્મ-ધર્મનું તમે શરણ સ્વીકારજે. આત્મા સ્વયં સર્વ શક્તિમાન છે. તમે તમારા સામર્થ્યમાં શ્રદ્ધાશીલ થશે તે જે મેળવવા માંગશે તે અવશ્ય પ્રાપ્ત થશે જ. કઈ પણ ઉપલબ્ધિ આત્મ-વિશ્વાસ સિવાય સંપ્રાપ્ત થતી નથી. માટે કોઈની પાસે કશું પણ માંગવાની અધીરાઈ દાખવશે નહિં. અન્યથા તમારે આત્મા રાંક થઈ જશે. તમારામાં જ તમારે પરમાત્મા પ્રગટાવવા સતત જાગૃતિપૂર્વક પ્રયત્ન કરશે તે અનુપમ એશ્વર્યાના તમને અવશ્ય દર્શન થશે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy