SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્યાત્રાનું સુપાત્ર: ૧૧૫ જગત, બધા જ-જાગતિક પદાર્થો દર્પણ થઈ જાય છે, કારણ કે આપણે છીએ તે જ આપણને ચારેકોર દેખાય છે. આપણે તે જ જોઈ શકીએ છીએ જે આપણે છીએ. તેનાથી ભિન્ન કદી પણ જોઈ શકતાં નથી. બાહ્ય જગતમાં જે કંઈ પણ આપણને જે તે રૂપે દૃષ્ટિગોચર થાય છે, તે પારમાર્થિક રીતે આપણું જ પ્રક્ષેપણ–આરે પણ છે. ખરી રીતે તે આપણે જ છીએ. આપણું જ પ્રતિબિંબ છે. રામાયણનો એક દાખલો યાદ આવી જાય છે. એકનાથ મહારાજ રામાયણની કથા કરી રહ્યા છે. ઘરમાં રહેવા છતાં તે સંત જીવન ગાળતા હતા. ભક્તિના પરમ રંગે રંગાએલા હતા. ભકિત એ પ્રભુતાને પામવાને સરળ અને પરમ માર્ગ છે. એટલે જ્યારે તેઓ રામાયણની કથા કરવા બેસતા, ત્યારે રામાયણમાં એમને અને રંગ આવી જતે. પિતે તો તેમાં રસ તરબોળ થઈ જતા, પરંતુ શ્રેતાઓને પણ મંત્રમુગ્ધ કરી દેતા. રામાયણમાં સુંદરકાંડ તો વળી સ્વભાવથી સુંદર છે, ઉત્કૃષ્ટ છે, લકત્તર છે. “સુન્દરે સુન્દરં સર્વમ્'સુંદરકાંડમાં સઘળું સુંદર જ છે. સુંદરકાંડનું નામ પણ સુંદરકાંડ એટલા માટે જ રાખ્યું છે કે, હનુમાનજીને સીતા માતાજીમાં પરા ભકિતનાં દર્શન થયાં છે. એકનાથજીની અજબ કથા શકિતથી આકર્ષાઈ અદષ્ટ રૂપે શ્રી હનુમાનજી પિતે તે કથા સાંભળવા પ્રતિદિન ત્યાં આવતા હતા. હનુમાનજી જે રામાયણના સાક્ષાત્ સાક્ષી હતા તેઓ પણ આ કથા સાંભળી મંત્રમુગ્ધ બની જતા. જાણે રામાયણ સજીવ થઈ ઊતરી આવ્યું હોય એમ હનુમાનજી જેવા શ્રોતાને પણ જણાતું હતું ત્યારે બીજા છેતાઓની તે વાત જ શું કરવી? રામાયણની આ વાત છે. પિતાની નૈષ્ઠિક બ્રહ્મચર્યની શકિત અને ભક્તિ તથા નિષ્ઠાપૂર્વક લેવાતા રામનામની શકિતને સંગમ થાય તે આ સંસાર સાગર પાર ઊતરી જવાય. હનુમાનજી તેને સ્પષ્ટ સંગમ છે. એટલે હનુમાનજી દરિયે ઓળંગી શકે અને અશોકવન (જ્યાં શોકનું સામ્રાજ્ય નથી માત્ર આનંદ જ છે, તેમાં પહોંચી શકે. દરિયો ઓળંગી હનુમાનજી સીતાજીની શેપમાં અશેકવનમાં આવ્યા છે. આ વાતને આગળ ચલાવતાં શ્રી એકનાથ મહારાજે કહ્યું: હનુમાનજી જ્યારે અશકવનમાં આવ્યા ત્યારે ત્યાંના ફૂલઝાડ ઉપર ધેળાં ફૂલ ખીલી રહ્યાં હતાં, સીતાજી વિશુદ્ધ ભકિતનાં એક સુંદર પ્રતીક છે. જ્યાં વિશુદ્ધ ભક્તિ હોય ત્યાં શેકને અવકાશ જ કયાંથી હોય? હનુમાનજી અદશ્ય રહી કથા સાંભળતા હતા. તેમને આ વાત રુચિ નહિ. અશેકવનમાં જનારા, સીતાને સાક્ષાત્કાર કરનારા અને ફૂલઝાડને નિહાળનારા તેઓ પોતે જ હતા. તેમને ફૂલઝાડના ફૂલો લાલ દેખાણાં હતાં. અને એકનાથ મહારાજ તેને ધેળાં કહે એ વાત હનુમાનજીને ખટકી. અદશ્યરૂપે પિતાને વિરોધ નેંધાવ્યું. પરંતુ એકનાથ એકથી બે ન થયા, તે તે કહેવા લાગ્યાઃ “ફૂલઝાડનાં ફૂલે ધેળાં જ હતાં, લાલ હતાં જ નહિ. લાલ હેવાની વાત જ બેટી છે.”
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy