SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર જર્મને જીતી નહિ શકે. ઘણા અને ધિક્કાર એ જ યુદ્ધની આધારશિલા છે. એ જેટલા પ્રમાણમાં વધારે હશે, લડવાનું ઝનુન તેટલા જ પ્રમાણમાં તીવ્ર હશે. એક કેદ તે થે, પરંતુ તેના હાથમાં પિતાના દેશને રાષ્ટ્રધ્વજ હતે. રશિયન સેનાપતિની સામે તેને લાવવામાં આવ્યું ત્યારે પણ તેણે તે ધ્વજને પિતાના હાથમાં રાખ્યો હતે. રશિયન સેનાપતિથી આ વાત સહન ન થઈ. તે ગ –“ઓક! હવે તું અમારે કેદી . એટલે તારા હાથને ઝંડે અમને સેંપી દે ઓકે ટઢ કલેજે જવાબ વાળેઃ “મારા દેશને રાષ્ટ્રધ્વજ મને જીવથી પણ વધારે પ્યારે છે. જીવતાં તે હું તેને કદી છોડી શકીશ નહિ રશિયન સેનાપતિએ તેને ગળે ઉડાડી દેવાની ધમકી આપી પરંતુ તેની તેના મન પર કઈ અસર ન થઈ તે તે પિતાના નિર્ણય ઉપર અડગ અને અચળ રહ્યો. અંતે તે જે પરિણામ આવવાનું હતું અને આવવું જોઈતું હતું, તે જ આવ્યું. એકને સેનાપતિને આદેશથી તોપની સામે ઊભો રાખવામાં આવ્યું અને નિર્દયતાપૂર્વક રહેંસી નાખવામાં આવ્યું. પરંતુ તેણે પિતાના હાથમાંથી તે રાષ્ટ્રધ્વજ ન મૂક્યો તે ન જ મૂક્યું. એકને ઝંડો તેપના ગોળાથી એકની સાથે ઊંચે આકાશમાં ઊડ્યો અને તે રશિયન સેનાપતિના માથા ઉપર પડે. રશિયન સેનાપતિનું હૃદય થીજી ગયું. મતની સામે આમ નિર્ભયતાપૂર્વક ઝઝુમનાર તેની દષ્ટિમાં આ પ્રથમ રાષ્ટ્રપ્રેમી હતો. હતો તો તેને શત્રુ, પરંતુ રશિયન સેનાપતિના હૃદયને તેણે જીતી લીધું. મૃત્યુને આટલી સરળાપૂર્વક ભેટવાની તેની આ બહાદુરીને જોઈ શત્રુઓના હૃદયમાં પણ તેને માટે અપૂર્વ માન ઊપસ્યું. આ પણ સ્વતંત્રતા ટકાવી રાખવા આપણે પણ જે કૃતનિશ્ચયી હઈશું તો આપણે પણ એકની માફક, દેશને ખાતર હસતે મોઢે મૃત્યુને ભેટવા તૈયાર રહેતાં શીખવું પડશે. આપણે જાણીએ છીએ, ભારત ભૂમિની લગામ જનતા જનાર્દને જે દિવસે પિતાના હાથમાં સંભાળી, અંગ્રેજોના પગ તળે કચરાતી, છુંદાતી અને અગણિત અત્યાચારોથી રિબાતી ભારતની આ વિરાટ જનતાએ જે દિવસે પિતાના ભાગ્યોદયનું નવ પ્રભાત નિહાળ્યું એ સુભગ દિવસ છે પંદરમી ઓગસ્ટ. રાજા રામમોહનરાય, લાલ, પાલ અને બાલની ત્રિપુટી અને સુરેન્દ્રનાથ બેનરજી વગેરે રાષ્ટ્ર ભકતોએ દેશના સ્વાતંત્ર્ય માટેની આધારશિલા ઊભી કરી. ગાંધીજી જેવા પુરુષે તેના ઉપર આલિશાન ઇમારત ચણી. પરંતુ તે ઈમારત પર જનતાને ધ્વજ ફરક નહોતે. ૬૦૦ જેટલા નાનાં મોટાં રાજ્ય હજી સુધી ભારતના અવિભક્ત અંગ બન્યાં નહોતાં. સરદાર પટેલ જેવા લોખંડી પુરુષે જુદા જુદા રાજ્યના રાજવીઓને સમજાવી ભારતનું એકીકરણ સાધ્યું.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy