SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ બિંદુમાં સિંધુ : ૯૧ જેઓ માણસના અંતરતમને જાણે છે તેઓ કહે છે કે, જે જાણી શકાય તે જાણેલું જ હોય છે. જે આ વિશ્વમાં ક્યારેય પણ જાણવામાં આવશે તેને આજે, આ જ ક્ષણે પણ આપણે જાણી રહ્યાં છીએ, પરંતુ તેની સ્પષ્ટ પ્રતીતિ આપણને નથી. મનુષ્યની અંતઃચેતનામાં બધું છુપાએલું જ છે, જે કયારેક પણ પ્રગટ થાય છે. વૃક્ષમાં જે પાંદડાં, શાખા અને પ્રશાખાઓ હજારો વર્ષ પછી પ્રગટ થશે તે આજે પણ બીજમાં પ્રચ્છન્નરૂપે અવસ્થિત છે. અન્યથા તે પ્રકટ થઈ ન શકે. હજારો વર્ષ પછી માણસ જે જાણશે તેને આજે પણ તે જાણે છે. પરંતુ તેને ખબર નથી કે તે જાણે છે. કારણ તેના પ્રયત્ન બીજી શેધખોળમાં ગુંચવાએલા છે. ચીનના એક મહા સંત શ્રી લાઓસેનું તે સ્પષ્ટ વિધાન છે કે માણસ જે કશી જ ચેષ્ટા ન કરે, પ્રયાસ ન કરે, કર્તા ન બને, માલિકી અથવા સ્વામિત્વને અધિકાર ન ભેગવે અને દાવેદાર ન બને તો પણ તે બધી સંપદા તેને ઉપલબ્ધ થઈ જશે કે જેને મેળવવા તે પ્રયત્નો કરી રહ્યો છે. પ્રયત્ન અને પ્રયાસની જંજટથી સંપદા સમી પવતી હશે તે પણ વ્યસ્તતા અને ઉતાવળનાં કારણે તે મળશે નહિ, ચૂકી જવાશે. પ્રયત્ન પણ ઘણી વાર વિધ્રરૂપ બની જાય છે. કારણ તે એક તનાવ છે. એટલે નિશ્ચષ્ટ અવસ્થા કે જેમાં કશા જ પ્રયત્નોને અવકાશ ન હોય તેમાં પણ સત્યપલબ્ધિ કરી શકાય છે. જેમકે એક વૃક્ષની નીચે બેઠા હોઈએ, ત્યારે વૃક્ષ ઉપરથી સુકાઈ ગએલાં પડતાં પાંદડાં કે ફળને જેઈને પણ જીવનના સત્ય ઉપલબ્ધ થઈ જાય છે. અમેરિકા અને રૂસમાં સંમેહન શિક્ષા ઉપર ઘણું નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે. વિદ્યાર્થી સૂઈ ગયે હોય છે. તેને કાન પાસે એક નાનકડું નાજુક યંત્ર મૂકેલું હોય છે. જ્યારે તે વિદ્યાર્થી મીઠી ઊંઘમાં ઊંઘી જાય છે ત્યાર બાદ એક કલાક પછી તે તે યંત્ર પિતાના શિક્ષણનું કામ પ્રારંભ કરશે. બે કલાક સુધી તે યંત્ર સતત બેલતું રહેશે. બે કલાક પછી તે ઘંટી વગાડશે એટલે વિદ્યાર્થી જાગી જશે, અને બે કલાકમાં જે કંઈ પણ તે શીખે હશે તેની તે નેંધ કરશે અને ફરી સૂઈ જશે. બે કલાક પછી ઉપર્યુક્ત અભ્યાસની પુનરાવૃત્તિ થશે કે જેથી સંસ્કારે વધારે સુદઢ થાય. આ શિક્ષણનું પરિણામ ભારે આશ્ચર્યજનક આવ્યું. મહીનાઓના શ્રમથી જે સાધી ન શકાય, જે સમજાવી ન શકાય, તે સંમેહન શિક્ષાથી માત્ર સાત દિનની અવધિમાં સંપન્ન થઈ જાય છે. કારણ તે વખતે બાળકની કશી જ ચેષ્ટા નથી, તનાવ નથી, કેઈ પ્રયત્ન નથી, માત્ર તે નીંદમાં–ગાઢ નિદ્રામાં સૂતેલો હોય છે. એટલે બધી વાતે ઠેઠ હદય સુધી પહોંચી જાય છે. વિસ્મૃતિને હવે અવકાશ રહેતું નથી. હૃદયમાં બધી વાત કેતરાઈ ગએલી હોય છે. બુદ્ધિ કશો જ શ્રમ કરતી નથી.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy