SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર હોમી દેવામાં તેઓ પિતાનું ગૌરવ અનુભવે છે. બચપણથી જ દરેક જાપાની બાળકમાં દેશદાઝના સંસ્કાર રેડવામાં આવે છે. શાળાઓમાં પણ બાળકમાં એ જ સંસ્કારનું સિંચન કરવામાં આવે છે કે, “જાપાનની માટીથી તમારા શરીરનું નિર્માણ થયું છે. જાપાનની સમૃદ્ધિ તે તમારી પિતાની સમૃધ્ધિ છે. જાપાનને વિનાશ તમારે સ્વયંને વિનાશ છે. જાપાન છે તે તમે છે. જાપાન જે પુરુષ્ણ અને પાંગળું જઈ જશે, તે તમે બધાં પણ રુણ અને પાંગળા બની જશે. જાપાનની સ્વસ્થતા અને સુદઢતામાં તમારી સ્વસ્થતા અને સુદઢતા છે. આ સંસ્કારના બળે, પિતાના દેશ માટે ફના થવામાં દરેક જાપાની ગૌરવ અનુભવે છે. આ જ કારણથી જાપાને વિજયની દિશામાં હંમેશાં આગેકૂચ કરી છે. પરંતુ પ્રકૃતિને નિયમ છે કે, વિજ્યના પૃષ્ઠ ભાગમાં પરાજય છુપાયેલું છે. પરાજયથી બચવું હોય તે વિજયની કામના અને આકાંક્ષામાંથી જ મુક્ત થવું જોઈએ. વિજયેન્નત મસ્તક ધરાવતા જાપાન ઉપર એકવાર અણુબનું આક્રમણ થયું. હદયને કંપાવનારા વિનાશનાં અકય દશ્ય ઊભાં થયાં. હિરેશિમાને સર્વનાશ થયે. લાખો બાળકો, સ્ત્રીઓ, પુરુષે મરણને શરણ થયાં. અનેક લેકે પાંગળાં, લુલાં, નેત્રવિહેણ, અને શ્રવણ શક્તિ વગરનાં થયાં. અણુબેબે પ્રલયનાં તાંડવને ઊભું કર્યું. મૃત્યુ જાણે સાક્ષાત્ પિતાનાં અનંત સામર્થ્યને પ્રગટ કરવા સન્મુખ થયું. મનને આંચકે આપનાર, જોઈ ન શકાય તેવાં કરુણ દક્ષે સાક્ષાત્કાર થયાં. ચારેકેર હાહાકાર મચી ગયો. આજ સુધીના ઈતિહાસમાં જે દેશે કેઈનું શરણ સ્વીકાર્યાને દાખલ નહેાતે, જે દેશ “શરણ શબ્દથી તદ્દન અજાણ અને અપરિચિત હતું, તે દેશે, આજે સામે ચાલીને અમેરિકાની શરણાગતિ સ્વીકારી. તેમ કરવામાં જ તેણે પિતાની સલામતી માની. આવા કરુણ વિનાશને સર્જનાર અણુબના આવિષ્કારક હૈ. ચાર્લ્સ નિકેલસ હતા. તેમને ઇતિહાસ પણ જાણવા જેવું છે. . ચાસંનિકેલસ એક ઉચ્ચ કેટિના વૈજ્ઞાનિક હતા. મેરી તેમની પત્ની હતી. સિડની તેમને અંગત મિત્ર હતું જે નિકેલસ સાથે આત્મીય સંબંધ ધરાવતે હતે. સિડની શાંતિવાદી હતા અને અહિંસાને પ્રેમી હત. કરુણા અને સહાનુભૂતિથી ભરેલું તેનું હૈયું હતું. નિકેલસ સાથેની તેની મૈત્રી અને સતત સહવાસને કારણે, નિકેલસની પત્ની મેરીમાં પણ અહિંસામાં ભારે વિશ્વાસ જ હતું. તે પણ સિડનીને અનુસરનારી શાંતિવાદી બની હતી. પોતાના પતિ નિકોલસને અણુબની શેધમાં ઊંડા ન ઊતરવા તેણે ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો, છતાં સાથે સાથે તે માણસની આંતરિક નબળાઈઓને પણ જાણતી હતી. તે બરાબર સમજતી હતી કે, અણુબોંબના ઉપયોગને સર્જનાત્મક બનાવવા પ્રયત્ન તે ધીર, ગંભીર, પારદશી દષ્ટિવાળે રાજનૈતિક જ કરી શકે. પરંતુ સામાન્યતઃ રાજનૈતિક વ્યકિતઓમાં અહં અને સામ્રાજ્યલિસા માઝા મૂકી ગએલી હોય છે. તેથી તેને સર્જનાત્મક ઉપગ થવાને બદલે વિનાશાત્મક ઉપગ જ થવા સંભવ રહે છે. પિતાના પતિને માટે પણ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy