________________
૭૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર પાઠવીએ, જલસો અને આનંદ માણીએ અને એથી ઊલટું, મૃત્યુમાં આ બધો ઉલ્લાસ ભૂલાઈ જાય, આનંદને ઠેકાણે શેક ફરી વળે, સંગીત અને બેંડને બદલે મરશિયા ગવાય, ટી પાટીને બદલે શોકસભાઓ જાય, આ તે કેવા વિરોધી ભાવે? જન્મ અને મૃત્યુને સ્વભાવથી વિરોધી અને મૂલતઃ વિપરીત માની બેસવાની ભૂલ ભરેલી ભૂમિકામાંથી જ આ વિધી ભાવે જન્મે છે. જન્મની પાછળ મૃત્યુ, અને મૃત્યુની પાછળ જન્મ સ્વભાવથી જ છુપાએલાં પડ્યાં છે. પરંતુ આપણી પ્રજ્ઞા પારદશી ન હોવાને કારણે, આ સ્પષ્ટ અને નિઃશંક સત્યને આપણે સરળતાપૂર્વક જઈ શકતાં નથી.
એટલે જ, મનુષ્ય હંમેશાં લાંબુ જીવવાનો પ્રયત્ન કરે છે. મૃત્યુ જેટલું દૂર હડસેલી શકાય તેટલું હડસેલવા તે ઈચ્છે છે, પરંતુ મૃત્યુ હડસેલાતું નથી. મનુષ્યની ઈચ્છા માત્રથી તે દૂર ભાગી જતું નથી. તે તો પ્રતિક્ષણ અંતર કાપતું આપણી સામે ચાલ્યું આવતું હોય છે. આપણી પાસે તેને જોઈ શકવાની આંખો હોય કે ન હોય, પરંતુ પ્રતિક્ષણ અવિચ્છિન્નપણે તે આપણી નજીક ને નજીક ચાલ્યું આવતું હોય છે. આપણી નજીક ને નજીક આવી રહેલા તેના પદધ્વનિને આપણે સાંભળી શકીએ તેવા કુશળ કાન ભલે આપણી પાસે હોય કે ન હોય, પણ તે ચાલ્યું જ આવે છે. પ્રકૃતિના પરમ સત્યે અવિરત, કશા જ પક્ષપાત વગર, પિતાનાં કાર્યો નિયમિત રીતે કર્યા જ કરે છે.
લાંબું જીવન જીવવાની પાછળ પણ કેઈ આદર્શ હોય તો સારી વાત છે. અભિમન્યુની સેળ વર્ષની કિશોર અંદગી, દુર્યોધન અને દુઃશાસનનાં લાંબા જીવન કરતાં વધારે કીમતી અને મહુવની હતી. અભિમન્યુએ સોળ વર્ષની નાનકડી જિંદગીમાં જે યશસ્વી ઈતિહાસનું સર્જન કર્યું, ઈતિહાસમાં પોતાનાં અદ્ભુત પરાક્રમનાં જે સોનેરી પૃષ્ઠ ઊમેર્યા, તે દીર્ઘ જીવન જીવનાર દુર્યોધન કે દુઃશાસન કરી શક્યા નહિ. જૈન કથાઓમાં ગજસુકુમાલની કથા ભારે ભીડી છે. તેઓ સોળ વર્ષને સુકુમાર રાજપુત્ર હતા. કૃષ્ણના નાના ભાઈ હતા. નેમિનાથ પ્રભુના સાંનિધ્યમાં, તેમનામાં આધ્યાત્મિક ઉત્ક્રાંતિની ભાવના જન્મી. કિશોર વયમાં જ તેઓ દીક્ષિત થઈ ગયા. દીક્ષાની પ્રથમ રાત્રીએ જ નેમિનાથ પ્રભુને આદેશ લઈ, દ્વારિકાનાં મહાત્મશાનમાં જઈ, તેઓ આત્મધ્યાનમાં ધ્યાનસ્થ બન્યા. આ તકને લાભ લઇ, પૂર્વ જન્મની વૈરવૃત્તિના કારણે તેમજ તેમણે સંન્યસ્ત સ્વીકારતાં તેમની સાથે પોતાની પુત્રીનું જે વેવિશાળ થયેલું તે ફેક થઈ જતાં, સેમીલ બ્રાહ્મણે ક્રોધે ભરાઈ, ગજસુકુમાલના માથા ઉપર ધગધગતા અંગારા મૂક્યા. છતાં પિતાના અંતરાત્મામાં જરાપણ મલિનતા અવકાશ ન પામી જાય તેની પ્રતિક્ષણ જાગૃતિ રાખી, મૃત્યુની અંતિમ ક્ષણ સુધી સમભાવ અને ક્ષમાને ધારણ કરી, ગજસુકુમાલે કારમી અગ્નિ જવાલાની અસહ્ય વેદના સહન કરી. નાની વયમાં પણ ગજસુકુમાલ જે સુવાસ મૂકી ગયા, જે અમરકીર્તિ સંપાદન કરી ગયા, તે સુવાસ કે કીતિ સે વર્ષનું લાંબું જીવન જીવનાર સેમલ બ્રાહ્મણને શું મળી શકવાનાં હતાં ? તેણે તે પોતાને હાથે જ પિતા માટે નરક ઊભું કર્યું, જેનરક તેને અશાંતિના