SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર શ્રમણનાં ચરણોમાં, કંચન કામિનીને સ્વામી એ પ્રદેશ રાજા પિતાનું મસ્તક નમાવે, તેની પાછળ કોઈ અગમ્ય કારણ તે હશે ને? નહિતર આમ કેમ બને? અને એ જ રીતે રાજા શ્રેણિક અનાથી મુનિ પાસે પિતાની જાતને નમ્રતાપૂર્વક સમપી દે, હાથ જોડી, મસ્તક નમાવી, વિનમ્રભાવે શિષ્યની માફક લઘુતા સ્વીકારી પ્રશ્નો પૂછે, તેની પાછળ પણ કેઈ કારણ તે હશે ને? આ બધાની પાછળ એક સનાતન સત્ય કામ કરી રહ્યું હોય છે, તે એ કે સત્તાધીશો પાસે સત્તાનું જે ખમીર અને સંપત્તિની અમીરાત હોય છે, તેના કરતાં હજારગણું વધારે–હજારગણું નહીં, અનંતગણું વધારે, આવા મસ્ત ફકીરેની ફકીરીમાં હોય છે. આવી ત્યાગમૂર્તિઓની પાસે પ્રતિભા, આત્મતિ, અને સત્યપલબ્ધિને દિવ્ય પ્રકાશ હોય છે. જેની સામે સત્તાધારીઓની સત્તા કે શ્રીમતિની સંપત્તિ ઝાંખી દેખાય છે. મસ્ત ફકીરની આ દિવ્ય સંપત્તિ પાસે તેમની અહિક સંપત્તિનું કઈ જ મૂલ્ય નથી. તેમને પોતાને જ પિતાની સંપત્તિ ફીકી, નિસ્તેજ, અને નિપ્રભ લાગવા માંડે છે. ભૌતિક સમૃદ્ધિને અંબાર હોવા છતાં અંદરથી તેઓ સાવ ખાલી, રિક્ત જણાતા હોય છે. જ્યારે મુનિઓ બહારથી સાવ શૂન્ય દેખાતા છતાં આંતરિક ઐશ્વર્યથી તેઓ સમૃદ્ધ અને સભર હોય છે. આવા જ આંતરિક વૈભવથી સંપન્ન એક સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈની આજે પુણ્યતિથિ છે. તેમનાં જીવન કવનની જાણકારી આપણે માટે પ્રેરણાદાયી બની રહે. તેથી આજનાં પ્રવચનને વિષય આપણે રાખે છે-“સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ સતી શિરોમણિ બા. બ્ર. માનકુંવરબાઈ મહાસતીજી આજથી લગભગ ૧૩૧ વર્ષ પૂર્વે, આ પાર્થિવ દેહને ત્યાગ કરી, સ્વર્ગવાસી થયાં છે. આ સતીશ્રીને યથાર્થ રીતે સમજવા માટે આપણે ૧૩ વર્ષ પૂર્વને ઇતિહાસ તરફ દષ્ટિ નાખવી પડશે. તે વખતની ધાર્મિક, સાંપ્રદાયિક, અને સામાજીક પરિસ્થિતિને પણ સમીચીન ખ્યાલ મેળવી લેવું જરૂરી બની રહેશે. આચાર્ય શ્રી હસ્લિમલ્લજી મહારાજશ્રીએ પટ્ટાવલી પ્રબંધ સંગ્રહનું હમણાં જ સંપાદન કર્યું છે. તેમાંથી સ્થાનકવાસી પરંપરાના ઇતિહાસની સામાન્ય માહિતી મળે છે. પ્રસ્તુત સંગ્રહમાં સ્થાનકવાસી પરંપરાથી સંબંધિત દશ પટ્ટાવલીઓ છે, જેમાં મુખ્યત્વે પૂ. જીવરાજજી, પૂ. ધર્મસિંહજી, પૂ. લવજી પૂ. ધર્મદાસજી અને પૂ. હરજીની મૂળ પરંપરાને ઈતિહાસ જણાઈ આવે છે. દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણ સુધી વિશુદ્ધ પરંપરા રહી. તે દરમિયાન સાત નિપ્પન થયા. ભયંકર દુષ્કાળને કારણે શ્રમણવર્ગ શિથિલાચારને શિકાર બન્યું. યથાગ્ય આહાર ન મળી શકવાને કારણે શિથિલાચારે સારી રીતે પ્રવેશ કર્યો. સાધારણ ભેદેના કારણે ગરછ જુદા જુદા થયા, અને નવા ગચ્છ જન્મવા લાગ્યા. ત્યારબાદ લેકશાહના સિદ્ધાંતલેખન,
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy