SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર આવે સામાન્ય, નજી, મહાવહીન પ્રશ્ન કેમ? હરતાં ફરતાં, ઊઠતાં, બેસતાં, ગાતાં, નાચતાં જે પ્રત્યક્ષ દેખાય છે તે બધાં જીવતાં છે. એક બાળક પણ સમજી શકે તેવી સાદી સીધી વાત છે. છતાં મહારાજાના મનમાં આ પ્રશ્ન કેમ ઉપસ્થિત થયે કે, જીવતું કેણ છે? આ તે કેવી પરીક્ષા ન સમજાય એ આ કેયડે છે. છતાં બુદ્ધિમાન રાજા વડે પૂછવામાં આવેલ આ પ્રશ્ન છે, તેથી જરૂર તેની પાછળ કઈ ગુપ્ત રહસ્ય છુપાયેલું હોવું જોઈએ.” સ્તબ્ધ બનેલા સભાસદોમાંથી જ્યારે કઈ જ સંતોષજનક ખુલાસે ન આપી શક્યું ત્યારે શ્રી કાલિકાચાર્યો સત્વર ઊભા થયા અને બેલ્યાઃ “રાજન ! જે કઠોર તપની સાધનાથી તપ્ત શરીરવાળે છે, સારા આચાર અને સવિચારેથી જે પરિપુષ્ટ છે, તાપત્રયથી સંતપ્ત જીવે માટે જેનું હૈયું સદા સહાનુભૂતિથી ભરેલું છે, ઉત્તમ જ્ઞાન, પાવન શ્રદ્ધા, અને સદાચારના બીનું જેના જીવનમાં વાવેતર થયેલું છે, જે પ્રભુ પરાયણ અને પરહિત પરાયણ છે, બીજાનું ભલું કરવું એ જ જેની સ્વાર્થ સંપત્તિ છે, ત્યાગ અને સદ્ભાવનાઓથી સંપુષ્ટ જેનું મન છે, તે જ મનુષ્ય જીવતે છે. ઉપર્યુક્ત સદ્ગુણોથી શૂન્ય જેનું જીવન છે એ મનુષ્ય દૈહિક દૃષ્ટિએ ભલે જીવતે હોય, છતાં બીજાઓ માટે તે ભય કે ત્રાસનું વાતાવરણ સર્જતે હોય તે તે જીવતા છતાં મરેલા જેવું જ છે. આ સ્પષ્ટ અને નગદ સત્ય સાંભળી આખી સભા આભી બની ગઈ. સૌને આશ્ચર્યને પાર ન રહ્યો. હલન-ચલનને જીવનનું નામ આપનાર જીવતા છે તે બધા જ હતા, પરંતુ શ્રી કાલિકાચાર્યના જવાબ મુજબ, માનવ સમુદાયને માટે ભાગ જીવતે જ મરેલા જે હતે. રાજા શાલિવાહને શ્રી કાલિકાચાર્યને આ વાત વધારે વિસ્તાર અને સ્પષ્ટતાથી સમજાવવા નિવેદન કર્યું કે જેથી આ સ્પષ્ટ સત્યમાં કંઈ અસ્પષ્ટતા ન રહે. - શ્રી કાલિકાચાર્યે રાજાની વિનંતીને સ્વીકાર કર્યો, અને પિતાની સંક્ષિપ્ત હકીકતની મીમાંસા કરતાં કહ્યું: “રાજન ! એક વખત મેં મારા શિષ્યને અનાયાસ કહી નાખ્યું હતું કે, “સગુણ, સવિચાર અને સદાચારથી શૂન્ય મનુષ્ય, મનુષ્યના રૂપમાં પશુ જ છે.” આ વાત પશુઓને રુચિ નહિ. તેમણે મારા જવાબને વિરોધ કરતાં કહ્યું. અમે ભલે પશુ લેનિના રહ્યાં, પરંતુ માણસેના દૈનિક જીવનમાં અમે ઘણી વખત ઘણી રીતે ઉપયેગી થઈએ છીએ. અમારા શરીરના અવયવો પણ મનુષ્યના ઉપયોગમાં આવે છે. અમારા ચામડાથી તેમનાં પગરખાં બને છે. ચમરી ગાયના વાળમાંથી ચામર બને છે. હાથી દાંતમાંથી અનેક જાતના આભૂષણે અને શેભાના પ્રસાધને તૈયાર થાય છે. યેગીઓ, સંન્યાસીઓ માટે મૃગ અને સિંહચર્મ આસનનું કામ આપે છે. અમારા જાતિભાઈએ આ માણસ જાત માટે પિતાની જાતને ઘસી નાખે છે. અમારા માંસને પણ તેઓ છૂટથી ઉપયોગ કરે છે, ગોમૂત્ર અને છાણ તેમના અગત્યના કામોમાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy