SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ : ભેઘા પાષાણુ, છેલ્લાં દ્વાર પરંતુ તેમાં ધર્મકલા ન હોય તે તે ખાલીખમ જ રહેવાનું. અને તેથી ઊલટું, જીવનમાં બીજી બધી કલાઓનો અભાવ હશે, પરંતુ એક જ જીવતી જાગતી ધર્મકલા સિદ્ધ થએલી હશે, તે જીવન ભર્યું ભર્યું, વૈભવ સંપદાથી સંપન્ન અને સત્યં શિવ સુંદરમ બની રહેવાનું. જેણે જન્મમાં મૃત્યુને સાક્ષાત્કાર કરવાની કક્ષા સાધી લીધી છે તે વ્યક્તિ ઘણામાં પ્રેમના, દુઃખમાં સુખના, અંધકારમાં પ્રકાશના, અસફળતામાં સફળતાના, કુરૂપતામાં સુરૂપતાના અને નિંદામાં સ્તુતિના ગીત સાંભળી શકે છે. આવી જાતની ગ્યતાને આવિર્ભાવ જ જીવન જીવવાની કલાને કલાત્મક પાયે છે. ભગવાન મહાવીરના સમકાલીન અને ભગવાન મહાવીરની જ કેટિના એક મહાપુરુષ ચીન દેશમાં થયા છે, તેમનું નામ લાઓસે છે. લાઓત્સના આ સુવર્ણ વાકયે છે. “મને કઈ હરાવી શકતું નથી, કારણ કે મેં કદી કઈને જીતવાની કામના કરી નથી. મારું કઈ કદી અપમાન કરી શકતું નથી, કારણ કે સન્માન અને પ્રતિષ્ઠા મેળવવાની મેં કદી જ દરકાર કરી નથી.” આ વાક્યની મીમાંસા કરતાં તેઓ કહે છે- “જ્યારે જ્યારે કેઈ સભા સોસાયટીમાં ન છૂટકે અથવા અનાયાસે જવાને પ્રસંગ મને સાંપડે ત્યારે ત્યારે હું ત્યાં જઈને બેસતા કે જ્યાં લોકે પિતાને જેડા ઉતારતા. કારણ ત્યાંથી મને ઉઠાડી મૂકવાનું કેઈને પ્રજન રહેતું નહિ.” આગળ ચાલીને લાઓત્સ કહેતાઃ “હું સદા નંબર એક જ રહ્યો. નંબર બેમાં મને મૂક્વાની કેઈની તાકાત ન હતી. કેમ કે હું હંમેશાં છેલ્લે નંબરે, છેલ્લી હારમાં, સહુથી પાછળ જ ઊભો રહેતે કે જેથી મને પાછળ હટાવવાનું કઈને કઈ જ પ્રજન ન રહે. સીધી રીતે જોવામાં તે આ ઊલટી વાત લાગશે, પરંતુ વાસ્તવિકતાની કસોટી કરતાં એમાં જ યથાર્થતા અને સત્યતાના દર્શન થશે. કારણ પાછળ ઉભેલાને પાછળ હટાવવાનું રહેતું જ નથી. પરંતુ જે આગળ, પ્રથમ પંકિતમાં ઉભેલા છે, તેણે તે પંકિતમાં ઉભવામાં જાયે અજાણે પણ એવી વ્યવસ્થા કરી રાખી છે, જે તેને પાછળ ધકેલી દેશે. આગળ આવવા માટે જે પગથિયાંઓને તેણે ઉપયોગ કર્યો છે, તેજ પગથિયાને ઉપયોગ તેને પાછળ હડસેલી દેવામાં અવશ્ય કેાઈ બીજે કરશે. પાણીમાં એક જાતને જળચર હોય છે જે કેકડા નામથી ઓળખાય છે. આ જીવને કેઈ એક પાત્રમાં ભરી રાખે છે તેમાંથી બહાર નીકળી જવા તે પ્રયત્ન કરે છે. પણ જે એક ફેંકડો બહાર કૂદવા મથે છે કે તરત જ અંદર રહેલા ત્રણચાર ફેંકડા તેને પાછળ ખેંચવા પ્રયત્ન કરે છે. એ જ રીતે કોઈ એક રાજનીતિજ્ઞ, વડાપ્રધાન જેવા માનભર્યા પદ ઉપર આસીન થઈ જાય તે બીજા તેને તે પદ ઉપરથી હટાવવા હમેશાં દરેક રીતે પ્રયત્ન કર્યા જ કરે છે. તાત્પર્ય એ છે કે, એક વ્યક્તિ જયારે ઉપર ચઢવા લાગે છે, ત્યારે ન જાણે કેટલાય માણસે તેને પાછળ ખેંચવા માટે, તેને ઉતારી પાડવા માટે, ઉત્સુક બની જાય છે. પરંતુ સિંહાસન
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy