SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ભેઘા પાષાણુ, ત્યાં દ્વાર આવી ભલી ભાવનાએ બલવત્તર થતા, તે સેવકેને આજ્ઞા કરીઃ “રને ધનધાન્યથી ભરી નાખે, અને કણદની મહુલીએ જઈ ત્યાં તેને ઢગલે કરો.” ધન-ધાન્યથી ભરેલા રથે સાથે સમ્રાટ પિતે પણ કણાદને ત્યાં પહોંચે. કણાદનું આ વિશેષ સન્માન હતું. સમ્રાટ સમજતું હતું કે, મારી પાસે જે કાંઈ પણ છે, તેના કરતાં વધારે કીમતી, વધારે અક્ષર અને વધારે અક્ષય સંપત્તિ કણાદ પાસે છે. મારી સંપત્તિ સામાન્ય જન માનસની દૃષ્ટિએ ભલે મૂલ્યવાન અને મહત્વની ગણાતી હોય, પરંતુ કણાદની આંતરિક સંપત્તિ સામે તે નિમૂલ્ય છે. ખરી સંપત્તિને અધિપતિ તે કણાદ છે. હું તે માત્ર ભારવાહક છું. જે મારી આ સંપત્તિને તેઓ કૃપાપૂર્વક સ્વીકાર કરે તે હું પવિત્ર અને કૃતાર્થ બની જાઉં. આ અપવિત્ર સંપત્તિને પણ પવિત્રતાને પુટ લાગી જાય.’ આવી ઉત્કૃષ્ટ લાગણીઓને હદયમાં રમાડતે તે કણાદના ચરણોમાં મસ્તક નમાવી અને કહેવા લાગ્યાઃ પ્રભે, હું ધન-ધાન્યથી ભરેલા રથે લઈને આવ્યો છું. આપ તેને કૃપાપૂર્વક સ્વીકાર કરે. મારા રાજ્યમાં આપને કણ કણ વીણી ખાવા પડે તે મારાથી જોઈ શકાતું નથી. મારા આ માનસિક દર્દને દૂર કરવા મેં આ લઘુ પ્રયત્ન કર્યો છે. આપ જેવા પ્રભુપરાયણ મહર્ષિ ખેતરમાં કણ વીણે, એમાં મારું અપમાન છે.” કણદે કહ્યું “ક્ષમા કરે, રાજન ! સમાચારે જ મેકલી દીધા હતા તે પણ હું તમારું રાજ્ય છોડીને ચાલ્યા જાત. ધન-ધાન્યથી ભરેલા રશે મેકલવાનું અને જાતે સાથે આવવાનું કષ્ટ જ શા માટે કર્યું? સમ્રાટે કહ્યું: “ભગવાન ! આપ આ શું કહે છે? આપ મારી વાત સમજ્યા નથી, એટલે આપને અજુગતું લાગ્યું છે. કર્ણદ કશે જ જવાબ આપ્યા વગર ઊભા થઈ ગયા. કેઈ ઘરવખરી, સરસામાન કે સંપત્તિ તે હતી જ નહિ, જે કંઈ હતું તે બે પાંચ પુસ્તકો હતાં. તેઓ પુસ્તકો બાંધવા લાગ્યા. સમ્રાટે કહ્યું “આપ આ શું કરે છે? આપની આ રીતભાત હું સમજી શકતા નથી.” કણાદે કહ્યું: “મારે કશું જ સાંભળવું નથી, રાજન ! તેમ કંઈ જોઈતું પણ નથી. તારા રાજ્યની સીમા ક્યાં સુધી છે તે મને ભલી પ્રકારે બતાવી દે, એટલે હું સહર્ષ તારા રાજ્યને છોડીને ચાલ્યો જાઉં. મારે કારણે તારે દુઃખી થવું પડે, તને અપમાન જણાય, તને લઘુતા લાગે, એવું કરવામાં મને શો લાભ?” સમ્રાટે જવાબ આપ્યોઃ “ભગવન્! મારે કહેવાને આ અર્થ નથી કે આપ જેવા પ્રભુ પરાયણ મહાપુરુષ મારા રાજ્યને ત્યાગ કરી ચાલ્યા જાય. એમાં તે મને અને મારા રાજ્યને જ હાનિ છે. આપ જેવા ઉત્તમ પુરુષના પુણ્ય-પ્રતાપે તે આ સમૃદ્ધિ અને સુખ વૈભવ છે. રાજ્ય છોડવાની આપની વાત મારા મર્મને ભેદી નાખે છે, મારા પુણ્યને પાતળું પાડવામાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy